Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat) : ભાવનગરથી (Bhavnagar) ડિંડોલીમાં રહેતા કાકાને ત્યાં વેકેશન (Vacation) ગાળવા માટે આવેલા એક સગીરે એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાને બેવાર બાથમાં પકડીને છેડતી કરી હતી. બનાવ અંગે સગીરાએ તેના પિતાને ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી ભાવનગરમાં રહેતા સગીરની અટકાયત કરીને જૂવેનાઇલ હોમમાં મોકલી આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીમાં રહેતા અને ચાના વેપાર ઉપરાંત ઓનલાઇન યુ-ટ્યુબ ચલાવતા યુવકની 12 વર્ષિય પુત્રી હિના (નામ બદલ્યુ છે) ડિંડોલીની જ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરે છે. હિના જ્યાં રહે છે તેનાથી થોડા જ અંદરે કાલી માતાનું મંદિર આવ્યું છે. સવારના સમયે હિના મંદિરમાં પૂજા કરવા જઇ રહી હતી. ત્યારે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં સમયે અચાનક હિના તેના પિતા પાસે ગઇ હતી અને કહ્યું કે, ‘મેં લિફ્ટ સે નીચે ઉતર રહી થી ઉસ વક્ત મેરે સાથ લિફ્ટ મેં એક લડકા ઔર થા ઉસને અચાનક મુજે બાહો મેં જકડ કે મેરે સાથ જબરદસ્તી કરને લગા, ઉસ ટાઇમ મેને લિફ્ટ કા દરવાજા ખોલને કા પ્રયાસ કિયા તો વો લડકેને ફિરસે લિફ્ટ કા દરવાજા બંધ કરકે ફિર સે મુકે બાહો મે જકડને લગા, ઉસ ટાઇમ મેને તાકાત લગા કે ઉસકે બાહો મેસે છૂટ કે લિફ્ટ ખોલ કે બહાર આઇ હું’.

બનાવ અંગે વેપારીએ સોસાયટીના અન્ય સભ્યોને ભેગા કરીને એપાર્ટમેન્ટ તેમજ લિફ્ટમાં મુકેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બિલ્ડીંગમાં જ રહેતો એક સગીર છેડતી કરતો જોવા મળ્યો હતો. તપાસ કરતા ભાવેશ (ઉ.વ.16) (નામ બદલ્યુ છે) નામના સગીરને બિલ્ડીંગમાંથી જ પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં ભાવેશ મુળ ભાવનગરનો વતની હતો અને હાલમાં સ્કૂલમાં વેકેશન હોવાથી તે સુરતમાં કાકાના ઘરે આવ્યો હતો. સગીરાની સાથે છેડતી કરનાર ભાવેશની સામે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તાત્કાલીક જ ભાવેશની અટકાયત કરી લીધી હતી અને તેને જૂવેનાઇલ હોમમાં મોકલી આપ્યો હતો.

To Top