Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા (New criminal laws) લાગુ થયા પછી ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) મીડિયા સાથે વાત કરી હતી. તેમજ નવા કાયદા દ્વારા લાવવામાં આવેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે શાહે વીપક્ષને મહત્વ આપ્યું હતું અને તેમના દ્વારા આપવામાં આવેલ યુક્તિઓ ઉપર વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

શાહે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ ભારતમાંથી ખતમ થઈ ગયા છે. હવે દેશમાં નવા કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે, જેમાં આરોપીને સજા આપવાને બદલે પીડિતાને ન્યાય આપવા પર વધુ ભાર આપવામાં આવ્યો છે. આ સાથે જ વિપક્ષને પન મહત્વ આપતા કહ્યુ હતું કે જો કોઈ વિપક્ષી નેતાને આ કાયદાઓમાં કોઈ ઉણપ જણાય તો તેઓ અમને જણાવી શકે છે અમે તેમની વાતને પણ સાંભળીશું.

અમિત શાહે કહ્યું કે નવા કાયદા ભારતની સંસદ દ્વારા બનાવવામાં આવ્યા છે. ત્યારે નવા કાયદાથી ટ્રાયલ્સ ઓછી થશે. જૂના વિભાગો હટાવીને નવા વિભાગો ઉમેરવામાં આવ્યા છે, હવે સજાને બદલે ન્યાય પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય કાયદા અનુસાર, અત્યાર સુધી દરેક ગુનેગારને ભારતીય દંડ સંહિતા અનુસાર સજા થતી હતી. આ દંડ સંહિતા 1860 માં બનાવવામાં આવી હતી.

ત્યારે હવે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ સજા આપવામાં આવશે, જેને ગયા વર્ષે જ સંસદની મંજૂરી મળી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)માં 511 કલમો છે. તે જ સમયે, ભારતીય ન્યાયિક સંહિતા (BNS) માં 358 કલમો છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) 1898માં 484 કલમો હતી. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023માં 531 વિભાગો છે. ભારતીય પુરાવા અધિનિયમ, 1872માં 167 જોગવાઈઓ હતી. હવે ઈન્ડિયન એવિડન્સ એક્ટ 2023માં 170 જોગવાઈઓ છે.

હવે સજાને બદલે ન્યાય મળશે
ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે બોલતા, ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, “સૌથી પહેલા, હું તમામ દેશવાસીઓને શુભકામના આપવા ઈચ્છું છું કે આઝાદીના લગભગ 77 વર્ષ પછી, આપણી ફોજદારી ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણે સ્વદેશી બની ગઈ છે. તે ભારતીય મૂલ્યો પર કામ કરશે. 75 વર્ષ પછી આ કાયદાઓ પર ચર્ચા થઈ હતી અને હવે સજાના બદલે ઝડપી ન્યાય મળશે.

To Top