નવી દિલ્હી: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અનંત અને રાધિકા 12 જુલાઈના...
સુરત: ભણતર મોંઘું થઈ ગયું છે, પરંતુ હવે તો હદ થઈ છે. એમબીબીએસના કોર્ષની ફી ડબલ કરી દેવાઈ છે, જેના લીધે વાલી-વિદ્યાર્થીઓ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ T20 વર્લ્ડ કપ 2024 નું ટાઇટલ જીત્યા બાદ બાર્બાડોસથી ઘરે પહોંચી ગયું છે. ગુરુવારે તા. 4 જુલાઈ સવારે...
સુરત: ચાલુ વર્ષે કોલેજોમાં એડમિશન મામલે ખૂબ ઉહાપોહ થયો છે. પહેલાં રાઉન્ડના એડમિશનમાં કોલેજો દ્વારા મેરિટના નિયમોનું પાલન યોગ્ય રીતે નહીં કરાયું...
નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા એકમો નોટીસ લગાવી ટેક્સ ભરવા 2 દિવસની સમયમર્યાદા આપી2 દિવસમાં ટેક્સ ભરપાઈ ન કરે તેવા એકમો સીલ કરવાની...
પ્રતિનિધિ વડોદરા તા.4 હોસ્ટેલ અને મેસની ફી મુદ્દે એમ એસ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા ચીફ વોર્ડનને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. તેમછતાં...
સગા ભાઇ પાસેથી રૂ. 97 હજાર વસૂલ્યા હોવા છતાં વધુ રૂ.40 હજારની ઉઘરાણી કરતી વ્યાજખોર બહેન સોમાતળાવ ખાતે રહેતી અને વ્યાજનો ધંધો...
સુરત : મૂળ ઓલપાડ તાલુકાના ઓરમા ગામના વતની હમઝા ઈલ્યાસ શેખને ઈંગ્લેન્ડની અંડર-19 ટેસ્ટ ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.18 વર્ષીય હમઝા...
સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન...
સૈયામી ખેર અને અનુપમ ખેર વચ્ચે સમાનતા ‘ખેર’ અટકની છે પણ અનુપમ કાશ્મીરી છે અને સૈયામી મહારાષ્ટ્રીયન છે. અનુપમને માથે ટાલ છે...
ઈ અભિનેત્રી લોકોમાં મોટી અપેક્ષા જગાવે પણ એ વખતે તેની પાસે લોકોની અપેક્ષા સંતોષી શકે એવી અને એટલી ફિલ્મ ન હોય તો...
જયપુર: ભાજપને રાજસ્થાનમાં મોટો ફટકો પડ્યો છે. રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી કિરોડીલાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે....
અજય દેવગણ, અક્ષય કુમાર એવા સ્ટાર્સ છે જેમન એકાદ-બે ફિલ્મ નિષ્ફળ જવાથી કોઇ ફરક પડતો નથી શાહરૂખ ખાનને પડી શકે અને એટલે...
તા. ૧ જુલાઇથી ત્રણ નવા ફોજદારી કાયદા સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે. તેની સારી બાબતો અંગે સરકાર અને પોલીસ પોતાનો પ્રચાર કરી...
જ્યારે 1971માં ભારતમાં લોકસભાની ચૂંટણીઓ થઈ ત્યારે ઈન્દિરા ગાંધીએ નારો આપ્યો હતો કે ગરીબી હટાવો. આ નારાને કારણે તે સમયે કોંગ્રેસ ફરીથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી....
સ્કૂલમાં સાથે ભણતી સખીનું સ્કૂલ છોડ્યાનાં ૨૨ વર્ષ બાદ રીયુનિયન થયું. નાનપણની દોસ્તી ફરી જીવંત થઇ ગઈ.પણ પછી પાછું મળવાનું ઓછું થતું...
તરસાલી બસ સ્ટેન્ડ પાસે મોડીરાત્રે પાણીની લાઈનમાં ભંગાણ, પાણીનો થયો વેડફાટ વડોદરા શહેરમાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. છાશવારે વડોદરા...
નવી દિલ્હી: તાજેતરમાં લોકસભામાં (Lok Sabha) શપથ લેતી વખતે નવા ચૂંટાયેલા સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે આ દરમિયાન થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને...
સર્જકતા અને સર્જન બહુ વિશિષ્ટ બાબતો છે. સર્જન પર વધુ અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો? આ સવાલ એવો છે કે જેનો જવાબ...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાંથી આજે 4 જુલાઇએ ત્રિપલ મર્ડરની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. આ મર્ડર કેસમાં (Murder case) માથાભારે...
બોગસ પેઢીઓ, બોગસ જન્મના દાખલા, બોગસ રેશનકાર્ડ, બોગસ રસીદો, બોગસ લગ્ન નોંધણી, બોગસ ખનિજ વિજિલન્સ ગેંગ આદિના સમાચાર વાંચીને થાય છે કે...
આ મોબાઈલ કંપનીઓ છાસવારે અચાનક ભાવવધારો કરી દે છે. પહેલાં ઇન્કમિંગ લાઈફ ટાઈમ વેલેડીટી મળતી હતી. આપને બધાએ હોંશે હોંશે રૂપિયા ભરી...
આજના જમાનામાં શુભ ઈચ્છનાર શુભચિંતકો અલ્પ સંખ્યામાં હોય તેમને રીતસર શોધવા નીકળીએ, ત્યારે જ મળે. સ્પર્ધાત્મક યુગમાં સૌને એકબીજાને પાછળ છોડી આગળ...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની (T20 World Cup 2024) ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આજે 4 જુલાઇએ આખરે...
** *વડોદરાના મેયર તથા પાલિકાના સભાસદો એ યુ.પી.ના હાથરસની ઘટનાના મૃતકોના માનમાં બે મિનીટના મૌન સાથે શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને સામાન્ય સભા...
ડોક્ટરોએ મન અને શરીરને સ્વસ્થ બનાવવાની કળા શીખી ઉત્સાહ સાથે ડોક્ટર્સ ડેની ઉજવણીયોગાભ્યાસ કરીને મનમાં શાંતિ અને શક્તિનો અનુભવ કર્યો. 2 જુલાઈ...
શહેરમાં હરણી બોટ કાંડની દુર્ધટના જાડા ચામડીના અધિકારીઓ અને તંત્ર ભૂલી ચૂક્યા છે પરંતુ માતા-પિતા ગુમાવેલ બાળકને કેવી રીતે વિસરી શકે…..!!!.. વડોદરા...
નવી દિલ્હી: બાર્બાડોસ (Barbados) બેરીલ તોફાન શાંત થયા બાદ આખરે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આજે બુધવારે એક વિશેષ ફ્લાઇટમાં બાર્બાડોસથી...
નવી દિલ્હી: ભારતીય શેરબજારનું (Indian stock market) સાથે ટ્રેડિંગ સેશન (Trading session) બુધવારે ઉત્તમ વૈશ્વિક સંકેતોના ટેકા ઐતિહાસિક રહ્યું હતું. ત્યારે સેન્સેક્સ...
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
નવી દિલ્હી: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના (Wedding) બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યારે કપલના લગ્નની શરૂઆત ગરીબો અને વંચિતોના સમૂહ લગ્નથી થઇ હતી. ત્યારબાદ ગઇકાલે અંબાણી પરિવારે મામેરાની વિધિ કરી હતી.
ગઈકાલે 3જી જુલાઈએ અંબાણી પરિવારે પોતાના ઘર એન્ટિલિયામાં અનંત-રાધિકાના મામેરાની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ વિધિ કન્યાના મામા દ્વારા કરવામાં આવે છે. ગુજરાતી રીતિ-રિવાજ મુજબ આ કાર્યક્રમથી શુભ લગ્નની વિધિઓ શરૂ થાય છે. જેમાં કન્યાના મામા કન્યાને તેણીના લગ્ન માટે ઘરેણાં અને કપડાં ભેટમાં આપે છે અને પછી દંપતી તેમના આશીર્વાદ લે છે. ત્યારે આ પ્રસંગ દરમિયાન પેટ્સ પણ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.
આ ઈવેન્ટ માટે અનંત અંબાણીના માતૃપક્ષના લોકો અલગ-અલગ અંદાજમાં આવ્યા હતા. જેમાં કેટલાક સબંધીઓ રિક્ષામાં આવ્યા હતા, જ્યારે કેટલાક વિન્ટેજ કાર અને સ્કૂટર પર આવ્યા હતા. આ ઈવેન્ટ માટે ખાસ કલર થીમ પણ રાખવામાં આવી હતી. થીમ મુજબ આ પ્રસંગમાં આવનારા મહેમાનોએ માત્ર પિંક અને ઓરેન્જ કલર કોડના કપડાં પહેરવાના હતા. ત્યારે ખાસ વાત તો એ છે કે ખાસ મહેમાનો સાથે અંબાણીના પ્રસંગમાં પાલતુ પેટ્સ પણ સુંદર અને ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. આ પેટ્સએ થીમ મુજબ ગુલાબી-ઓરેન્જ લહેંગા પહેર્યા હતા. ત્યારે ઉપસ્થિત લોકોની નજર આ શણગારેલા પાલતુ પેટ્સ ઉપર અટકી ગઇ હતી.
સેરેમનીના ફોટા અને વિડિયો ઓનલાઈન ખુબજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મામેરું સેરેમનીમાં રાધિકાએ મલ્ટીકલર લહેંગા પહેર્યો હતો. જેની સાથે તેણીએ સ્ટેટમેન્ટ જ્વેલરી અને સરસ રીતે બ્રેઇડેડ હેયર સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે જ ગ્રૂમ અનંત અંબાણીએ સેઈમ કલરના પાયજામા સેટ પહેરીને પોતાની બેટર હાફના મેચિંગના કપડા પહેર્યા હતા. મામેરામાં મુકેશ અંબાણી પરિવાર ઉપરાંત રાધિકાની મિત્ર જાહન્વી કપૂરે તેણીના બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે ઇવેન્ટમાં હાજીરી આપી હતી. ઓરીએ ઇવેન્ટની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
અનંત રાધિકાના લગ્ન પહેલા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું
મુકેશ અંબાણના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ મામેરુ વિધિથી શરૂ થઈ હતી, પરંતુ તેના એક દિવસ પહેલા જ અંબાણીએ પાલઘરથી લગભગ 100 કિલોમીટર દૂર પાલઘર વિસ્તારમાંથી 50થી વધુ યુગલો માટે ‘સામૂહિક લગ્ન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન મુંબઈ પરિવારે કર્યું હતું. આ લગ્ન સમારોહ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં યોજાયો હતો. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ ફેરા લેશે અને લગ્ન જીવનની શરુઆત કરશે.