Top News

More Posts

   The Latest

Most Popular

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની પહેલી મેચ આવતીકાલે શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સનું પલ્લું જો કે આઇપીએલ મેચોને ધ્યાને લેતા વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ભારે છે.

આરસીબી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન માત્ર બે વાર મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શક્યું છે. આરસીબીએ ગત સિઝનમાં 28 સપ્ટેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું હતું. એ મેચનો નિર્ણય સુપર ઓવરથી આવ્યો હતો. આ પહેલા આરસીબીએ મુંબઇને 1લી મે ના2018 રોજ હરાવ્યું હતું.

છેલ્લા 3 વર્ષમાં બંને ટીમ વચ્ચે કુલ 6 મેય રમાઇ છે જેમાંથી કોહલીની ટીમ 4 મેચ હારી છે. જો બંને વચ્ચેના ઓવરઓલ રેકોર્ડને ધ્યાને લેવામાં આવે તો અત્યાર સુધી બંને વચ્ચે કુલ 27 મેચ રમાઇ છે જેમાંથી મુંબઇ ઇન્ડિયન્સે 17 તો આરસીબીએ 9 મેચ જીતી છે.

એક મેચ ટાઇ રહી છે. કોહલીની કેપ્ટનશિપ હેઠળ આરસીબીએ મુંબઇ સામે 18 મેચ રમી છે જેમાંથી માત્ર પાંચ મેચ તે જીતી શક્યુ છે. જ્યારે 12 હાર્યા છે અને એક મેચ ટાઇ રહી છે.

To Top