ભરૂચ: ‘દીકરી’ પોતાના પિતા માટે લાગણીનો દરિયો હોય છે. જીવનભર પિતાને વ્હાલ આપતી દિકરી પિતાના મૃત્યુ પછી પણ તેની કૃતજ્ઞ બનીને રહે...
લોકસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કર્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ લુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રેસન્ટ સ્થિત પોતાનો...
નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) ગઢચિરોલીમાં આજે બે મહિલા નક્સલવાદીઓએ (Naxalite) પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે 49...
પટના: (Patna) NEET પેપર લીક કેસમાં તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. આ કેસમાં આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ કર્યા બાદ...
અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના લગ્નની (Marriage) રાહ હવે પૂરી થવા જઈ રહી છે. બંને જલ્દી લગ્ન કરી લેશે. હવે...
પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ગુરુવારે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું...
સુરત: છેલ્લાં પંદરેક દિવસથી આખાય દેશમાં સારો વરસાદ પડી રહ્યો છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વીતેલા...
ટીમ ઈન્ડિયાએ (Team India) T20 વર્લ્ડ કપ 2024માં એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ ચેમ્પિયન (World Chapion) બનીને ઈતિહાસ રચ્યો છે. ટીમ...
દારૂ, મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 88.25 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ પ્રતિનિધિ વડોદાર તા.11 નેશનલ હાઇવે 48 પરથી મુંબઇથી અમદાવાદ...
મુંબઈ: ટેલિવિઝન એક્ટ્રેસ દિવ્યાંક ત્રિપાઠીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને તેના પતિ વિવેક દહિયા સાથે ઈટાલીમાં એક મોટી...
આંધ્રપ્રદેશમાંથી એક હૃદય હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં નાંદયાલા જિલ્લામાં આઠ વર્ષની એક સ્કૂલની છોકરી સાથે પહેલા સામૂહિક બળાત્કાર...
સુરત: શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઠેરઠેર ભુવા પડવા લાગ્યા છે. રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળા નજીક એક મસમોટો ભુવો પડ્યો છે, જેના...
જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) પોતાના પાંચ સાથીઓના બલિદાનનો બદલો લેવા માટે કઠુઆ જિલ્લાના બિલાવરના બદનોતામાં ભારતીય સેનાનું (Indian Army) સર્ચ ઓપરેશન પૂરજોશમાં...
નવી દિલ્હી: નીટ પેપર મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્ત્વની સુનાવણી થવાની હતી, પરંતુ તેને હવે ગુરુવાર સુધી ટાળી દેવામાં આવી છે. ચીફ...
સ્માર્ટ સિટી વડોદરાનો આવો વિકાસ? શહેરની નવી કલેક્ટર કચેરી નજીકના મુખ્ય રોડપર ઠેરઠેર તૂટેલા જોખમી ડ્રેનેજના ઢાંકણ શું કોઇ ઘટના બાદ તંત્ર...
સુરત: વરસતા વરસાદ વચ્ચે શહેરમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે ત્યાર...
શહેરના કાશી વિશ્વનાથ મંદિરથી શ્રેયસ હાઈસ્કુલ સુધીના ત્રણ રસ્તા સુધીના લાલબાગ બ્રિજ પર પાલિકા દ્વારા પુનઃ રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે....
શું વડોદરા શહેરના તંત્રને ખરેખર નાગરિકોની ચિંતા છે ? 22 વર્ષીય યુવકનો જીવ ગયા પછી પણ તંત્રની આંખો નથી ખૂલી રહી પ્રતિનિધિ,...
સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં 5 માળની ઈમારત ધરાશાયી થઈ ત્યાર બાદથી સુરતનું મનપા તંત્ર સફાળું થયું છે. જર્જરિત મકાનો...
સુરત: વેસુ, પાલ, અડાજણના પોશ વિસ્તારમાં મોડી રાત સુધી ધમધમતાં ટી-કેફે પર બુધવારની રાત્રિએ સુરત એસઓજી પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું....
નવાયાર્ડ પાવન પાર્ક પાસેનું ગરનાળુ પહોળું કરવા છેલ્લા 1 વર્ષથી માંગણી : પ્રિમોન્સૂન ની કામગીરી ના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર માત્ર કાગળ...
નવી દિલ્હી_: પાકિસ્તાને ભલે લાહોરમાં ભારત સાથે ક્રિકેટ મેચ રમવાની તૈયારી કરી હોય પરંતુ તે શક્ય જણાતું નથી. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક...
એનડીપીએસના ગુનામાં સજા કાપતા આરોપીની પત્ની અન્ય બે લોકો સાથે મળી કાળો કારોબાર ચલાવતી હતી, નવાબવાડાના મોઇન એપાર્ટમેન્ટના મકાનમાં એસઓજીની ટીમે રેડ...
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ન બનવાની ઘટનાઓ બની રહી છે. આ વર્ષના નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હશે...
ઘર ઘર લીમડો લગાવો એ જ પુરાતન સાંચ આજે બધાએ પ્રદૂષણ ભગાવવું છે પણ પ્રયત્ન કોઇએ કરવો નથી. સરકારી કામ કાગળ પર...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુએ (President Daupadi Murmu) બુધવારે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમી હતી. આ બંનેએ રાષ્ટ્રપતિ...
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગમાં ગત રોજ ૧૧૬ લોકો મૃત્યુ પામ્યાં જેમાં મહિલાઓ અને બાળકો, હંમેશની જેમ, મહત્તમ હતાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું...
દરેક ચીજ વસ્તુઓના ભાવ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યા છે કે, આ મોંઘવારીનું કાળચક્ર ક્યાં જઈને અટકશે એનું અનુમાન કરવું મુશ્કેલ છે....
જીગ્નાનાં લગ્ન થયાં ત્યારથી તેને જાતને ભૂલીને સાસરા પક્ષની જવાબદારી નિભાવી ..સાસુનો પડ્યો બોલ ઝીલ્યો ..પતિની ઈચ્છા પ્રમાણે જીવી, બાળકો મોટાં કર્યાં,...
આપણે ત્યાં કોઈ અઘટિત બનાવ બને ત્યારે એમ કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધી કસૂરવારોને છોડવામાં નહીં આવે પણ કોઈ પણ જાતના...
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
ભરૂચ: ‘દીકરી’ પોતાના પિતા માટે લાગણીનો દરિયો હોય છે. જીવનભર પિતાને વ્હાલ આપતી દિકરી પિતાના મૃત્યુ પછી પણ તેની કૃતજ્ઞ બનીને રહે છે. ઝાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા આધેડવયના પથારીવશ પિતાનું અવસાન થતા બે દીકરીઓએ પોતાના પિતાને અગ્નિદાહ આપી આ વાત સાબિત કરી હતી. પરિવારમાં શોકમગ્ન ઘટના બનતા જ જાણે દીકરાની ગરજ સારે એવી દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપ્યો હતો અને તેમના દાહસંસ્કાર કર્યા હતા.
ઝાડેશ્વર એક ફળિયામાં અંતિમવિધિ વખતે લોકોને ચિંતા હતી કે વયોવૃદ્ધ પ્રમોદભાઈ પટેલનું મૃત્યુ થતા દીકરો ન હોવાથી અગ્નિદાહ કોણ આપશે.? પરંતુ તેમની દીકરીઓએ પિતા માટે વ્હાલનો દરિયો બનીને પિતાને તેમના અંતિમ સફર પર વિદાય કર્યા. ઝાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા ૭૫ વર્ષીય અને સાત વર્ષથી વધુ સમયથી પથારીવશ પ્રમોદભાઈ પટેલનો પરિવાર સામાન્ય જીવનધોરણ વ્યતીત કરે છે. મૂળ તો બીમારી પહેલા પ્રમોદભાઈ પટેલ હરહંમેશ હસતા ચહેરે જીવતા હતા. કોઈને તકલીફ હોય તો ક્યારેક પ્રમોદભાઈ મળી જાય તો સ્મિત લહેરાવીને હિંમત આપતા હોવાથી તેમનું મન જીતવાની તાકાત હતી. જો કે બીમારીને કારણે પથાવીવશ થતા પત્ની જ્યોતિબેને રાત-દિવસ સેવા કરી હતી. સાથે જ બે દીકરીઓ અને જમાઈ પણ પોતાના ઘર સંસારમાં વ્યસ્ત હોવા છતાં પણ પથારીવશ પ્રમોદભાઈની કાળજી રાખતા હતા.
ગુરૂવારે સવારે પ્રમોદભાઈ પટેલનું નિધન થતા જ ઝાડેશ્વર ખાતે રહેતી બંને દીકરીઓ નિવાસસ્થાને આવી ગઈ હતી. બાપનું બંને દીકરીએ મોઢું જોતા હૈયાફાટ રૂદન કરી રહી હતી. પિતાને અંતિમ વિદાય આપવાની હતી એ વખતે પોતાના પિતાની અર્થીને કોણ અગ્નિદાહ આપશે એવી પરિજનોની ચિંતાનું સમાધાન કરતા બંને દીકરીઓએ કાંધ આપીને સ્મશાનભૂમિ જઈ પિતા પ્રમોદભાઈને અગ્નિદાહ આપ્યો હતો. બન્ને દીકરીઓ જૈમીનીબેન અને બિરલબેને એવો નિર્ણય કર્યો હતો કે પોતાના પિતાને તે પોતે જ અગ્નિદાહ આપશે. આ રીતે આ બે દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપીને સમાજમાં વારસદાર તરીકે દિકરાને ઝંખતા માતા-પિતાને ખૂબ મોટો સંદેશ આપ્યો છે.