Top News

More Posts

   The Latest

Most Popular

સ્કૂલ બસની પરમીટ સહિતના તમામ કાગળો હોવા છતાં બસ રોકી રાખી હોવાના આક્ષેપ :

એક વિદ્યાર્થિની તબિયત લથડી,બસ જવા દેવા વિનંતી કરવા છતાં પોલીસ અસની મસ ના થઈ :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.12

વડોદરાના સંગમ ચાર સંગમ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી ખાનગી સ્કૂલ બસને ફરજ પર હાજર ટ્રાફિક પોલીસે રોકી રાખતા વિવાદ સર્જાયો હતો. સ્કૂલ બસ માટેના સ્કૂલ પરમિટ સાથેના તમામ કાગળો કમ્પ્લેટ હોવા છતાં ટ્રાફિક પોલીસે કાર્યવાહીના નામે કલાક સુધી બસ રોકી રાખવામાં આવતા સ્કૂલના બાળકો અટવાયા હતા. ત્યારે સ્કૂલ સંચાલકે ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

સ્કૂલ બસના સંચાલકે માહિતી આપતા જણાવ્યું હતું કે, મારી સ્કૂલ બસ વર્ષ 2020 થી આજ રૂટ ઉપર ચાલી રહી છે. આટલા વર્ષોમાં આજે પહેલી વખત વર્ષ 2024 માં સંગમ ચાર રસ્તા પાસે મારી ગાડીને રોકવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અને કહેવામાં આવે છે કે, તમારું પરમિટ પેસેન્જર છે. હવે આરટીઓએ અંદર શબ્દ અધરનો વાપરેલો છે. મારી ગાડી સ્ટુડન્ટ પરમિટમાં જ છે સ્ટુડન્ટ ટેક્સમાં જ છે સ્ટુડન્ટ વીમા માં છે. મારા કાગળ તમામ કમ્પલેટ હોવા છતાં આ પોલીસની કામગીરી દરમિયાન મારા છોકરાઓને એક કલાક સુધી ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યા. એ લોકોને સ્કૂલ પર છોડવા દેવામાં ન આવ્યા. મારે ઘરેથી આવ્યા પછી અહીંયા કેટલી અરજ નમ્ર વિનંતી કરવા પછી એવું કહે છે કે, હવે બાળકોને છોડીને આવો. છોડીને પણ 08:30 થશે તો હું પોલીસ ફરિયાદ કરીશ, પોલીસમાં જમા કરીશ. એવી રીતની ખોટી દાદાગીરી કરી પબ્લિકને હેરાન કરવાનો ધંધો આ થઈ રહ્યો છે. આ સંગમ ચાર રસ્તા પર કેટલાય ભારદારી વાહનો નો એન્ટ્રી હોવા છતાં જઈ રહ્યા છે, પણ જેના હપ્તા ચાલુ છે એને હાથ પણ લગાવવામાં આવતો નથી. આ અહીંયા નું પોલીસ તંત્ર છે મારી પાસે કોઈ હપ્તાની માંગણી કરવામાં આવી નથી. ખરેખર આ બાબતે સરકારને જોવા જેવી વસ્તુ છે કે, જે માણસ પાસે તમામ કાગળો સાથે લાખ લાખ રૂપિયા વીમા ભરીને ગાડીઓ ચલાવતા હોય છે. એવા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અને જેના એક પણ કાગડિયા કમ્પ્લેટ નથી. એ લોકોની ગાડીઓ હપ્તા ભરીને ચલાવવામાં આવે છે.

રેખાબેને જણાવ્યું હતું કે બસને સાઈડ પર રોકવા માટે કહેવામાં આવ્યું એટલે અમે બસ સાઈડ પર રોકી. એવામાં એક બાળક નૈતિકને ગભરામણ થઈ એટલે દરવાજો ખોલી એને બહાર ઉભો રાખ્યો એને ઉલટી જેવું થવા લાગ્યું. અમે અહીંયા જ ઊભા થઈ રહ્યા હતા. હવે આ બાળકોને સ્કૂલમાં જવાનું મોડું થાય છે અને બસ અમારી જવા દીધી ન હતી. ટ્રાફિક પોલીસ અમારી બસ રોકી રાખી હતી અમારી કોઈપણ વાત સાંભળી નહીં.

ફરજ પર હાજર પોલીસ કર્મચારીની વર્દી પર નેમ પ્લેટ ક્યાં ?

એએસઆઈ ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે અમે એ ભાઈ પાસે કોઈ રૂપિયાની માંગણી કરવામાં આવી નથી. બાળકોને જવા જ દીધા છે. હું મારી ગાડી મોકલતો તો પણ એના બદલે એમણે એવું કીધું કે, મારી ગાડી જવા દો નહીં તો હું મારી સરકારી ગાડી મોકલતો હતો. 50 બાળકો અંદર હતા જ નહીં. અમે એક જ વસ્તુ કીધું છે ડોક્યુમેન્ટ ઓરીજનલ બતાવી દો, અમે તમને જવા દઈશું. જે કાગડિયા દર્શાવ્યા છે. એની અંદર કોઈ પર્પઝ નથી, એમાં પેસેન્જર ગાડી લખેલું છે. હું મારી કામગીરી ચાલુ રાખું છું.

To Top