Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: (Gandhinagar) ગુલાબ વાવાઝોડામાંથી (Cyclone) છૂટી પડેલી એક સિસ્ટમની અસર હેઠળ અરબી સમુદ્રમાં આકાર પામેલુ શાહિન વાવાઝોડુ કરાચી (Karachi) તરફ સરકી ગયુ છે, જેના પગલે ગુજરાત (Gujarat) પરથી મોટી ઘાત તો ટળી જવા પામી છે. અલબત્ત આ શાહિન વાવાઝોડાની અસર હેઠળ અમરેલી , જુનાગઢ , ઘેડ પંથક , પોરબંદર , દ્વ્રારકા અને જામનગર ઉપરાંત કચ્છમાં સાબેલાધરા વરસાદ (Rain) થતાં તેના કારણે પૂરની સ્થિતિ પેદા થવા પામી છે. કેટલાયે ગામો બેટમા ફેરવાઈ જવા સાથે સંપર્ક વિહોણા થી જવા પામ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વ્રારા રેસક્યૂ ઓપરેશન હાથ ઘરાયા હતા. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગુરુવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજયમાં 97 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં દ્વ્રારકાના કલ્યાણપુરમાં 5 ઈંચ વરસાદ થયો હોત. તે પછી અઢી ઈંચ , ચોટીલામાં સવા બે ઈંચ , થાનગઢમા સવા બે ઈંચ , કચ્છના માંડવી અને લખપતમા સવા બે ઈંચ, દ્વારકામા બે ઈંચ , નખત્રાણામાં પોણા બે ઈંચ , અબડાસામાં દોઢ ઈંચ , બોટાદમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. જયારે છેલ્લા 24 કલાકમાં રાજયમાં 209 તાલુકાઓમાં શાહિનની સિસ્ટમની અસર હેઠળ ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને જુનાગઢના વિસાવદરમાં 12 ઈંચ , ખંભાળીયા અને લીલીયામાં સાડા પાંચ ઈંચ , ભરુચ, માંગરોળ, વેરાવળ , બગસરા , જેસર , જામનગર , અમરેલી , લાલપુર , કાલાવાડ , કેશોદ , રાજુલા અને કુતીયાણા 4થી 5 ઈંચ વચ્ચે વરસાદ થયો હતો. અમરેલી અને ઘેડ પંથકમાં ભારે વરસાદના પગલે કપાસ , મગફળી , જેમ કે કેળ અને પપૈયા સહિતના પાક નાશ પામ્યા છે.જુનાગઢમાં એક બંધ પાસે પાણી વધી જતાં તેમાં ડૂબતા એક વ્યકિત્તમે બચાવવા માટે ત્રણેક મહિલાઓએ પોતાનો દુપટ્ટો પાણીમાં નાખ્યો હતો. જેને પકડીને આ શખ્સ બચીને પાણીમાંથી બહાર આવી ગયો હતો.

જુનાગઢમાં માંગરોળના સામરડા ગામે લોકોના ઘરોમાં ઘુસ્યા પૂરના પાણી ઘૂસ્યા છે. ગઈ કાલથી માંગરોળ પંથકમાં પડી રહેલ ભારે વરસાદથી માંગરોળનું ઘેડ પથંક ફરી એકવાર બેટમાં ફેરવાયું છે. ઘેડ પંથકના તમામ રસ્તાઓ ઉપર પૂરના પાણી ફરી વળતાં માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો ફરી એકવાર સંપર્ક વિહોણા થયા છે. ઘેડ પંથકના સામરડા ગામે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતોને ભારેલ નુકસાન થવા પામ્યુ છે.

કચ્છનું રણ બન્યુ દરિયો
ગુલાબ વાવાઝોડામાંથી શાહિન વાવાઝોડુ બન્યા બાદ તેની અસરને પગલે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે કચ્છના રણમાં પાણી ભરાયા છે. કચ્છના હાજીપીર પાસેના વિસ્તાર દરિયામાં ફેરવાયો છે. હાજીપીર પાસે રણમાં પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે રણમાં દરિયા જેવો નજારો જોવા મળ્યો છે. રણમાં પાણી ઝડપથી જમીનમાં ન ઉતરતું હોવાથી પાણી ઉપર જ ભરાયેલું રહે છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રણમાં એટલું પાણી ભરાયું છે કે તે રણ નહીં પરંતુ સમુદ્ર લાગી રહ્યું છે. સમુદ્રમાં જેવી રીતે પાણી હિલોળા લેતું હોય તેમ રણમાં ભરાયેલા પાણીમાં મોજા આવી રહ્યા છે.

To Top