Gujarat Main

ગુજરાતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ આ શહેરમાં નોંધાયો, હવે રિપોર્ટ વગર વિમાનમાંથી બહાર નહીં નિકળાય

ગાંધીનગર : કોરોના વાયરસ (corona virus)ના ભય વચ્ચે ઓમિક્રોન (Omicoron)નું જોખમ વધતું જતું જોવા મળે છે. ફરી એકવાર ગુજરાતના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં ઓમિક્રોનનો કેસ નોંધાતા અમદાવાદ અને ગાંધીનગરમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ વાઈબ્રન્ટ સમિટ ગુજરાતની પણ તાબરતોડ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ માટે ઓમિક્રોન વેરિયન્ટ પડકારજનક સાબિત થઈ રહ્યો છે.

ઇન્ટર નેશનલ એરપોર્ટ ઓથોરિટીએ લીધો મહત્વનો નિર્ણય

રાજ્યમાં UKથી આવેલા 2 પુરૂષ તથા UAEથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ વિદેશથી આવતા મુસફરોનું સઘન ચેંકિગ કરવામાં આવી રહ્યું છે. મૂળ આણંદના રહેવાસી અને લંડનથી પરત આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ જીનોમ સિક્વોન્સિંગ રિપોર્ટમાં ઓમિક્રોન પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જો કે હાલ આ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને ઇન્ટર નેશનલ એરપોર્ટ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં વિદેશથી આવતા મુસાફરોને જ્યાં સુધી કોરોના રિપોર્ટ ન આવે ત્યા સુધી ફ્લાઈટની અંદર જ બેસી રહેવું પડશે.

શહેરોમાં ઓમિક્રોનના કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો

રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટનાં વધતા જતા કેસને અટકાવવા આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. આરોગ્ય વિભાગે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 યુનિટમાં 30 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પણ રાખવામાં આવેલી છે. આ વોર્ડમાં કોરોના રિપાર્ટ પાઝિટવ કે ઓમિક્રોન સંક્રમિત શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવશે. ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો અને હવે તે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં ફેલાય રહ્યો છે. ગુજરાતમાં ઓમિક્રોનના જામનગરમાં 3 કેસ ,સુરતમાં 2 કેસ ,વડોદરામાં 2 કેસ,ગાંધીનગરમાં 1કેસ ,મહેસાણામાં 1 કેસ અને આંણદમાં 1 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

વધતા જતા ઓમિક્રોન વેરિયન્ટના જોખમને લઈને કેન્દ્ર સરકારની ચેતવણી

દેશમાં વધતા જતા ઓમિક્રોન વેરિયન્ટના જોખમને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ચેતવણી પણ આપી છે. કેન્દ્ર સરકારે લોકોને બીનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં ઓમિક્રોનના કેસ ઓછા છે, પરંતુ સાવધાન રહેવાની વધારી જરૂરી છે. આપણે વાત કરીએ તો છેલ્લા 20 દિવસથી કોરોનાના રોજના કેસ 10 હજારથી ઓછા છે. ઓમિક્રોનના અન્ય દેશોમાં વધતા કેસોને જોઈને સતર્ક રહેવાની આવશ્યકતા છે. દેશમાં સૌપ્રથમ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે નોંધાયા હતા. ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમકે, સામુહિક સમારંભો અને મોટા પાયે નવા વર્ષની ઉજવણી ન કરવી જોઇએ. નીતિ આયોગે કહ્યું કે યૂકેની જેમ ભારતમાં પણ ઓમિક્રોન ફેલાશે તો કેસ વધશે. યૂકેની જેમ કેસ ફેલાશે તો ભારતમાં રોજના 14 લાખ કેસ નોંધાય શકે છે. હાલમાં યુરોપના દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે. ત્યાં 80 ટકા વેક્સિનેશન હોવા છતાં યુરોપમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હાલ ભારતમાં સ્થિતિ સ્થિર છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે.

ઓમિક્રોન વેરિયન્ટને લઇ ICMRના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે ઓમિક્રોનનો વેરિયન્ટ સમગ્ર યુરોપ અને દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમિત જિલ્લાઓમાં લોકોએ 5 ટકાથી વધુ કોવિડ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓમાં પ્રતિબંધ વધારવા જોઇએ. અને 2 સપ્તાહમાં 5 ટકાથી ઓછા કેસ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ વધારવા જોઇએ. કારણે કે ઓમિક્રોન વેરિયન્ટને કમ્યુનિટી ટ્રાન્સમિશન કહી શકાય છે કારણ કે તે ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે. તો બીજી તરફ નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, યૂરોપ ખુબ જ સીરિયસ પરિસ્થિતિથી પસાર થઇ રહ્યું છે. ત્યાં ડેલ્ટા હોય કે ઓમિક્રોન કેસની સંખ્યા વધી છે. આપણે ઓમિક્રોનથી લડવા માટે તૈયાર રહેવું પડશે.સરકાર આ દિશામાં સમગ્ર પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top