Top News

More Posts

   The Latest

Most Popular

ચાર દિવસ વીતી ગયા પણ તંત્ર ભર નિંદ્રામાં :

વુડા સર્કલ સામે પડેલો ભુવો જોખમરૂપ, વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.27

કહેવાતી અને કાગળ પર ની સ્માર્ટ સિટી વડોદરા નગરી ભુવા નગરી બની છે. ચાર દિવસ પૂર્વે શહેરના વુડા સર્કલ સામે પડેલા ભુવાએ શહેરના આટલા મોટા ભુવા તરીકે રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ આજ દિન સુધી આ ભુવાની પુરવાની કામગીરી કરવામાં નહીં આવતા જાગૃત નાગરિકે પીએમ મોદી નો ફોટો લગાવી ભુવામાં નાળિયેર વધેરી ચુંદડી અગરબત્તી સાથે પ્રાર્થના કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદે પાલિકાના અણગઢ વહીવટની પોલ ઉઘાડી પાડી દીધી છે. ભારે વરસાદને કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ ખાડા પડવા ભુવા પડવા ગામડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના બનાવો સામે આવ્યા હતા તેવામાં વડોદરા શહેરમાં અત્યાર સુધીનો સૌથી મહાકાય ભુવો વુડા સર્કલ સામે પડ્યો છે. ત્યારે આ ઘટનાને આજે ચાર દિવસ થઈ ગયા છતાં પણ તંત્ર દ્વારા ભુવો પુરવાની તસ્દી લેવામાં નહીં આવતા પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ છે.

જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે , વુડા સર્કલ પાસે સતત ચાર દિવસ થઈ ગયા છે. વડોદરા શહેરનો સૌથી મોટો કહી શકાય તે ભુવો પડ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી, સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, અધિકારીઓ જોવા સુદ્ધા નથી આવતા. એટલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી ખાતમુહૂર્ત કર્યું છે. કારણ કે, વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય છે. ત્યારે, ખાતમુહૂર્તથી શરૂઆત થાય છે. પરંતુ એક સામાજિક કાર્યકારની દ્રષ્ટિએ તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે. સાથે સાથે પીએમ મોદી સુધી મેસેજ પહોંચે તે માટે આ તંત્રને જગાડવા પગલું ભર્યું છે કે વહેલામાં વહેલી તકે આ ભુવો પૂરવામાં આવે કારણ કે, અહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય અને જો કદાચ જાનહાની થાય અથવા પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ ? એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ભુવાનું પુરાણ કરવામાં આવે, અને જે પણ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે એટલે આજે શ્રીફળ વધેરી ચુંદડી લગાવી અગરબત્તી સળગાવી પ્રાર્થના કરી છે કે વહેલા આ ભુવો પુરાય.

To Top