Top News

More Posts

   The Latest

Most Popular



પ્રતિનિધિ, વડોદરા તા. 28
થોડા દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મંદિરો તોડવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ એક અઠવાડિયા પહેલા વહેલી સવારે કોર્પોરેશન દ્વારા વડોદરા સેન્ટ્રલ બસ ડૅપોની સામે શિવજીનું મંદિર તોડી પડાયું હતું. આ બાબતની જાણ થતા જ મંદિર બચાવો સમિતિના સભ્યો દ્વારા આજરોજ તે જ સ્થળ પર શિવજીના મંદિરનું પુનઃ નિર્માણ શરૂ કરાયું હતું. મંદિર બચાવો સમિતિના સભ્યો દ્વારા મંદિરના બાંધકામ માટે ઈંટો, રેતી, સિમેન્ટ અને કપચીનું મટીરીયલ લાવી જાતે જ મંદિરનું બાંધકામ શ્રીફળ વધેરીને શરૂ કરાયું હતું.

મંદિર બચાવો સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે મંદિર એ હિંદુ ધર્મના લોકોનું આસ્થા નું પ્રતીક છે અને આ પ્રકારે મંદિરોને તોડીને વડોદરા મહાનગરપાલિકા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવાનું કાર્ય કરી રહી છે. અને વડોદરા મહાનગરપાલિકાને ફક્ત હિન્દુ દેવી-દેવતાઓના મંદિર જ તોડવા માટે દેખાય છે. જો આ પ્રકારે ભવિષ્યમાં બીજા કોઈ મંદિર તોડવામાં આવશે તો મંદિર બચાવો સમિતિ દ્વારા તે જ સ્થળ પર મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવશે.

To Top