Top News

More Posts

   The Latest

Most Popular

વલાસણથી દશા માના વ્રતની ઉજવણી માટે સારસા આવ્યાં હતાં

(પ્રતિનિધિ) આણંદ તા.12

આણંદના સારસા ગામ પાસે પુરપાટ ઝડપે જતી ટ્રકે રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સવાર વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

આણંદના વલાસણ ગામમાં રહેતા રંજનબહેન રાવજીભાઈ પંચાલના ઘરથી થોડે દુર તેમના માતા વિમળાબહેન ભોગીલાલ પંચાલ (ઉ.વ.79) તથા પિતા ભોગીલાલ પંચાલ રહે છે. તેમની દેખરેખ રંજનબહેનના પરિવારજનો કરે છે. દરમિયાનમાં 12મી ઓગષ્ટના રોજ સવારે નવેક વાગ્યાના સુમારે રાવજીભાઈ પંચાલ, વિમળાબહેન, ભોગીલાલ સારસા ખાતે દશા માના વ્રતની ઉજવણી કરવાની હોવાથી ગયાં હતાં. પરંતુ રાવજીભાઈએ ફોન કરી રંજનબહેનને જણાવ્યું કે, સારસા શીવ શક્તિ કાંટા પાસે સારસા – બેડવા રોડ પર પુરપાટ ઝડપે જતી ટ્રક ચાલકની બેદરકારીથી તેમની રીક્ષા સાથે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં વિમળાબહેનને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મૃત્યું નિપજ્યું છે. આથી, રંજબહેન તુરંત સરકારી દવાખાને પહોંચ્યાં હતાં. જ્યાં જાણવા મળ્યું હતું કે, વલાસણથી બસમાં આણંદ ગણેશ ચોકડી બાદમાં રીક્ષામાં બેસી સારસા જઇ રહ્યાં હતાં, તે સમયે ટ્રક નં.જીજે 15 એટી 7178ના ચાલકે આગળના વાહનની ઓવરટેક કરવા જતાં ટ્રકનો પાછળનો ભોગ રીક્ષાને અથડાવી દીધો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલટી જતાં વિમળાબહેનને માથામાં ઇજા પહોંચતાં સ્થળ પર મોત નિપજ્યું હતું. આ અંગે રંજનબહેને ખંભોળજ પોલીસ મથકે ટ્રક નં.જીજે 15 એટી 7178ના ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

To Top