Top News

More Posts

   The Latest

Most Popular

આજકાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં નામચીન રેસ્ટોરન્ટની વાનગીઓમાં જીવજંતુઓ નીકળી આવવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તે માટે વડોદરા મહાનગરપાલિકા ની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં બગડેલી વસ્તુઓનો નાશ કરવામાં આવે છે અને સાથે જ હોટેલ્સ કે રેસ્ટોરન્ટ નું રસોડું સ્વચ્છ જણાઈ આવે તો પણ તેમને નોટિસ આપી લેખિતમાં જવાબ માંગવામાં આવે છે.

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ આજરોજ એમએસ યુનિવર્સિટીની સરોજિની દેવી હોલ ખાતે પહોંચી હતી. સરોજિની દેવી હોલ ગર્લ્સ હોસ્ટેલમાં આવેલ મેસમાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. થોડા દિવસ અગાઉ ગર્લ્સ હોસ્ટેલ નો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ગર્લ્સ હોસ્ટેલ માં રહેતી વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો‌. તેમને મેસમાં ગુણવત્તા વગર ની વાનગીઓ પીરસવામાં આવી રહી છે તેવું તેમણે સોશિયલ મીડિયામાં પણ જણાવ્યું હતું.

છેલ્લા 10-12 દિવસથી વડોદરા મહાનગરપાલિકા ની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન સહિત ઘણાં બધાં વિસ્તારોની હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું છે અને સાથે જ એક ઘી બનાવનાર કંપની પર પણ કડક એક્શન લેવામાં આવ્યું હતું. ચેકિંગ જોઈને એવું જણાઈ આવે છે કે ખરેખર વડોદરા મહાનગરપાલિકાને શહેરના નાગરિકોનાં સ્વાસ્થયની ચિંતા છે પરંતુ જોવાનું એ રહેશે કે આ પ્રકારની ચેકિંગ કર્યા બાદ હોટલ્સ અને રેસ્ટોરન્ટ સંચાલકો આ બાબત કેટલી ગંભીરતાથી લે છે.

To Top