નવી દિલ્હી: શિમલામાં (Shimla) નિર્માણાધીન ટનલ (Tunnel) મંગળવારે સવારે તૂટી પડી હતી. કાલકાથી શિમલા સુધી નિર્માણાધીન ફોર લેન પર સંજૌલીના ચલોંથીમાં ટિટેરી...
જીવના જોખમે કર્મચારીઓ કામ કરવા મજબુર : ગરીબ અને મધ્યમ વર્ગને જર્જરિત ઈમારતો અંગે નિર્ભયતાની નોટિસ આપતું તંત્ર ચૂપ કેમ ? :...
સુરતઃ પવિત્ર શ્રાવણ માસની સાથે જ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. થોડા દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ જશે. તહેવારોના...
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) AAP મંત્રી આતિષીને (Atishi) સ્વતંત્રતા દિવસના અવસરે તેમના સ્થાને તિરંગો ધ્વજ ફરકાવવા (Flag Hoistig)...
નવી દિલ્હી: બાબા રામદેવ (Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણને (Acharya Balakrishna) ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અગાઉ બાબા...
સુરત: રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા વરાછા અને પુણાગામ ખાતે બ્રાન્ડેડ કંપનીના લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને બોગસ કોસ્મેટિક વસ્તુઓ...
સુરત: છેલ્લાં ઘણાં વરસોથી સુરતના ખાડી કિનારાના વિસ્તારોને ધમરોળતા ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢવા માટે મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી...
અહલ્યાબાઈ હોલકરજીની 229મી પુણ્યતિથિ નિમિતે આજે અકોટા વિસ્તારમાં આવેલ માઁ-ભારતી પ્રાથમિક શાળા ખાતે અહલ્યાબાઈ હોલકરજીએ કરેલા સમાજમાં કાર્યો અને તેઓ આદર્શ પાત્રની...
સુરત : રશિયા યુક્રેન યુદ્ધ અને મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ – રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક મંદીનાં માહોલની અસર સુરત સહિતના હીરા...
સુરત : આરસીબુક કૌભાંડમાં એલ એન્ડ ટી ફાયનાન્સ કંપનીએ તેના ગુંડાઓ મારફત ડિંડોલીમાં રહેતા એક ગરીબ પરિવારના કુંજલ નામના યુવાનને રંજાડીને આત્મહત્યા...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદ સામે ભારતીય સેનાને આજે મંગળવારે મોટી સફળતા સાંપળી છે. અગાઉ 26 જૂને સેનાએ ગંડોહમાં સફળતાપૂર્વક...
સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસ એ વિન્ટર શિડ્યુલથી કેટલાક ફેરફારો કર્યા છે.એર ઇન્ડિયા એક્સપ્રેસ ઓકટોબરમાં સુરત વાયા દિલ્હી વારાણાસીની ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે.એરલાઇન્સે...
સુરત : મનપાની લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠક આગામી 14 ઓગષ્ટના રોજ મળનાર છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં લાઈટ ફિટિંગ પોલ ઉભા...
*મુંબઈ— વડોદરા એક્સપ્રેસ હાઈવેના બાંધકામનાં કારણે બંધ થઈ ગયેલો રસ્તો, તાત્કાલિક અસરથી આ મિલકત પૈકીનો કોમન પ્લોટ રોડમાં સંપાદિત થયેલો હોઇ વળતર...
હવા ભરવાની વાત નથી પણ ૫૬ ઇંચની છાતી ફુલાવીને કહું કે, ભારત ખરેખર મહાન છે બોસ..! ઇકબાલ સાહેબે અમસ્તું થોડું લખ્યું કે,...
શહેરના તરસાલી બાયપાસ ખાતેની ચાર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ મુદ્દે મ્યુનિ. કમિશનરને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે રહિશો દ્વારા આવેદનપત્ર...
નવી દિલ્હી: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FIMA) એ આજે એટલે કે 13 ઓગસ્ટે દેશભરમાં ઓપીડી સેવાઓ (OPD services) બંધ રાખવાની...
આજે બદલાતી જીવન શૈલીને કારણે કોઈપણ વ્યક્તિને ઓચિંતી આવેલી માંદગી સામેનું સુરક્ષા કવચ મેડીક્લેમ પોલિસી ખૂબ જ જરૂરી બની ગયું છે. મેડીક્લેમ...
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ વખતે પણ અપેક્ષા મુજબ જ તેનો બેન્ચમાર્ક વ્યાજ દર બદલ્યો ન હતો અને સતત નવમી પોલિસી બેઠકમાં...
દક્ષિણ ગુજરાતના સુરતથી વાપી સુધીના વિસ્તારોને આ વરસાદમાં ખૂબ જ નુકસાન થયું છે. હવે સુરત પૂરતી વાત કરું તો ખાડીપૂરનાં પાણી તથા...
હાલ બંગલા દેશ માં બંધારણીય રીતે નિર્વાચિત શ્રીમતી શેખ હસીના સરકારનું હિંસક આંદોલનકારીઓ સામે લશ્કર ની ગણતરી પૂર્વકની નિષ્ક્રિયતા અને સરકારી આદેશોની...
એક બહુ હઠી ભક્ત હતો. તેણે મનમાં નક્કી કર્યું કે હું આજે આખો દિવસ ઉપવાસ કરીશ અને વનમાં આવેલા મંદિરમાં બેસીને ભજન...
સ્વતન્ત્રતાનો ખરો અર્થ શું? આમ તો નિર્ણયની સ્વતન્ત્રતા એટલે મૂળભૂત સ્વતન્ત્રતા અને નિર્ણય એટલે રાજકીય નિર્ણય, સામાજિક નિર્ણય, ધાર્મિક નિર્ણય, આર્થિક નિર્ણય...
નર્મદા નદીમા જળસ્તર વધતા ચાણોદના મલ્હાર રાવ ઘાટના કુલ 108 પગથિયાંમાથી માત્ર 52 જેટલા પગથિયાં પાણી માં ગરકાવ થવાના બાકી રહ્યા તંત્ર...
પ્રતિનિધિ વડોદરા તા. 11₹ 2.05 કરોડના ખર્ચે વોર્ડ નંબર 1 ની કચેરી ઘણા સમયથી બનીને તૈયાર છે. પરંતુ કચેરીનું લોકાર્પણ હજી ન...
શહેરમાં સવારે 8 થી સાંજના 6વાગ્યા સુધીમાં 10મીમી વરસાદ નોંધાયો. વડોદરા શહેરમાં સોમવારે સવારથી જ મેઘ મહેર જોવા મળી હતી. સવારે થી...
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કલાઈમેટ વિક ન્યુયોર્ક કાર્યક્રમના ભાગ રૂપે ગ્રીન મેન્ટર્સ દ્વારા એવોર્ડ એનાયત કરાશે (પ્રતિનિધિ) આણંદ તા.12 વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર...
ડીઝાસ્ટર અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ગેસ પાઈપ લાઈનના લીકેજને બંધ કરાવ્યું (પ્રતિનિધિ) ઉમરેઠ તા.12 ઉમરેઠમાં ખંભોળજથી ઓડ તરફ જતા...
વલાસણથી દશા માના વ્રતની ઉજવણી માટે સારસા આવ્યાં હતાં (પ્રતિનિધિ) આણંદ તા.12 આણંદના સારસા ગામ પાસે પુરપાટ ઝડપે જતી ટ્રકે રીક્ષાને ટક્કર...
વડતાલધામથી એક હજાર ગામમાં દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન (પ્રતિનિધિ) વડતાલ,તા.13 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના એક હજાર ગામોમાં...
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
નવી દિલ્હી: શિમલામાં (Shimla) નિર્માણાધીન ટનલ (Tunnel) મંગળવારે સવારે તૂટી પડી હતી. કાલકાથી શિમલા સુધી નિર્માણાધીન ફોર લેન પર સંજૌલીના ચલોંથીમાં ટિટેરી ટનલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે સાંજે અહીં કેટલાક પથ્થરો અને માટી પડવા લાગ્યા હતા. જેથી થોડા સમય માટે કામને બંધ કરવામાં આવ્યું હતું તેમજ આજે ફરી ખોદકામ શરૂ થવાનું હતું.
ઘટના અંગે મળેલી માહિતી મુજબ શકરાલ-ધાલી ચાર માર્ગીયના ચલોંથી પાસે નિર્માણાધીન ટનલના મુખ પર એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. તેમજ ટનલના મુખ પર મોટી માત્રામાં કાટમાળ પડ્યો હતો. જેના કારણે ટનલનું મોઢું સંપૂર્ણપણે તુટી પડ્યું હતું. ત્યારે માહિતી અનુસાર, તાજેતરમાં NHAI એ પહાડીને સ્થિર કરવાનું કામ કર્યું હતું અને 400 મીટર લાંબી ટનલનું ખોદકામ શરૂ થવાનું હતું. ખોદકામ પહેલા જ ટનલની ઉપરની ટેકરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે ગઇ કાલે માટી અને પથ્થરો પડવા માંડ્યા હતા ત્યારે જ મેનેજરે ડહાપણ બતાવ્યું હતું અને ટનલમાં કામ કરતા કામદારો અને મશીનરીને બહાર કાઢ્યા હતા. આ ડહાપણ અને સતર્કતાને કારણે કર્મચારીઓનો જીવ બચી ગયો અને મશીનને કોઈ નુકસાન થયું નહીં.
NHAI પ્રોજેક્ટ મેનેજર અચલ જિંદાલે જણાવ્યું હતું કે જ્યાં ટનલનું પોર્ટલ (ગેટ) બનાવવામાં આવી રહ્યું હતું. ત્યાં કાટમાળ ત્યાં ફેંકી દેવામાં આવ્યો હતો. તેમજ પોર્ટલનો માર્ગ મોકળો કરવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ભારે વરસાદને કારણે ટનલના પોર્ટલ પર ભૂસ્ખલન થયું હતું. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં શિમલામાં ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં માલ્યાણાથી ચલોંથી સુધી ફોર લેન ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન હેલિપેડ પાસે બનાવવામાં આવેલી ટનલ વરસાદના કારણે તૂટી પડતા લોકો ભયભીત છે.
હિમાચલમાં વાદળ ફાટવાને કારણે તબાહી
દેશના પર્વતીય ભાગોમાં વરસાદને કારણે ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. અગાઉ 31મી જુલાઈની મધ્યરાત્રિએ હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. તેમજ શુક્રવારે આ પૂરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 26 પર પહોંચી ગઈ હતી. ત્યારે શિમલા જિલ્લાના સુન્ની નગર પાસેના ડોગરી વિસ્તારમાં શુક્રવારે સવારે ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આ વાદળ ફાટવાની ઘટના કુલ્લુના નિર્મંદ, સાંજ અને મલાના, મંડીના પધાર અને શિમલાના રામપુર સબડિવિઝનમાં બની હતી.
દરમિયાન શિમલા અને કુલ્લુ જિલ્લાની સરહદ પર સ્થિત સમેજ ગામમાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં લગભગ 20 લોકો હજુ પણ ગૂમ છે. કુલ મૃતકોમાંથી 14 મૃતદેહો રામપુરમાંથી, નવ મંડીના રાજભાન ગામમાંથી અને ત્રણ કુલ્લુ જિલ્લાના નિર્મંદ/બાગીપુલમાંથી મળી આવ્યા છે. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે 27 જૂનથી 8 ઓગસ્ટની વચ્ચે વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યને લગભગ 802 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.