Top News

More Posts

   The Latest

Most Popular

વિસરાઈ રહેલી પ્રાચીન હસ્તકલાઓને જીવંત રાખવાનો અનેરો પ્રયાસ…

વડોદરાના સુરસાગર તળાવ સ્થિત આવેલ શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય દ્વારા સતત ચોથા વર્ષે ઉર્જા – 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરસાગર પાસે આવેલાં મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય ખાતે દેશના વિવિધ રાજ્યોના 40થી વધુ આર્ટિસ્ટે બનાવેલાં હેન્ડમેડ વસ્તુઓ મૂકવામાં આવી છે. જે વિશે મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું કે, મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય દોઢસો વર્ષ જુની સંસ્થા છે. જે મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણ માટે કાર્યરત છે.

જે અંતર્ગત મહિલાઓને સીવણ, બ્યુટી પાર્લર તેમજ અન્ય વોકેશનલ તાલીમ આપવામાં આવે છે. હાલના આધુનિક યુગમાં અનેક પ્રાચીન હસ્તકલાઓ વિસરાઈ રહી છે. ત્યારે આ હસ્તકલાઓના જાણકાર કારીગરો અને કલાકારોને પોતાની કલા દર્શાવવા યોગ્ય સ્થાન મળી રહે તે માટે વર્ષ 2021 થી ઉર્જાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતના કચ્છ, સાબરકાઠાં, પાટણ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આસામ, પુના, નોર્થ સહિત વિવિધ રાજ્યોના 40 કલાકારાએ બનાવેલી સાડી, જ્વેલરી, ગૃહ સુશોભનની ચીજ – વસ્તુઓ સહિત 100 જેટલી વસ્તુઓ મુકવામાં આવી છે. જેને શહેરીજનો સવારના 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી તથા ખરીદી શકે છે.

વધુમાં જણાવ્યું કે, દેશભરના વિવિધ શહેરોમાંથી કારીગરો સામેથી અમને એપ્રોચ કરી રહ્યાં છે. અમે અહીં માત્ર હેન્ડલૂમ , હેન્ડમેડ અને સ્વદેશી ચીજ – વસ્તુઓનો જ પ્રચાર – પ્રસાર કરી રહ્યાં છે. જેમાં નેશનલ એવોર્ડ  બનાસકાંઠાના દયાબેન દોહિત, પ્યોર સિલ્વર તારની ઝરીવર્કના કારીગર કોટાના સિદ્દિકી સાહેબ, કાશ્મીરના ક્રાફ્ટીક સહિતના આર્ટિઝનનો જોડાયેલા છે.

અહીં આવેલા કારીગરો એ જણાવ્યું કે, અમારા જેવા કારીગરો માટે આ ઉત્તમ સ્થળ પ્રાપ્ત થયું છે. કોરોનાકાળમાં અમારી એક પણ વસ્તુ લોકો ખરીદવા તૈયાર ન હતા એવા સમયે વડોદરા શહેરની મહારાણી અમારો સંપર્ક કરીને અમને રોજગારી પૂરી પાડી હતી. છેલ્લા ત્રણ વર્ષથી અમે વડોદરા આવીને અમારી કલાને લોકો સુધી પહોંચાડવામાં સફળ બન્યા છે તથા શહેરીજનોનો સાથ સહકાર પણ ખૂબ સારો મળ્યો છે.

To Top