ખેડા નજીક અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર કારે ટક્કર મારતા બાઈક સામેથી આવતી ઈક્કોમાં ઘુસી ગયુ ટ્રીપલ અકસ્માતમાં મહિલાનું મોત. 9 ઈજાગ્રસ્ત થયા...
બસ રોકો આંદોલન કરી એસટી વિભાગની આડોડાઈ સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું (પ્રતિનિધિ) બોરસદ, તા.20 બોરસદ તાલુકાના વડેલી બસ સ્ટેન્ડ પાસે બસોને...
ઇટાલીના સિસિલીના દરિયા કાંઠે એક સુપરયોટ એક તોફાનમાં સપડાઇને ડૂબી જતા છ જણા લાપતા થયા છે જેમાં બ્રિટિશ ટેક મેગ્નેટ માઇક લિન્ચ...
દેશમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધનનો પર્વ રક્ષાબંધન પર્વનો અનેરો મહિમા હોય છે. અને મોટી સંખ્યામાં લોકો આ રક્ષાબંધનના પર્વ પૂર્વેના દિવસોથી...
અમદાવાદ: અમદાવાદમાં ટ્રાફિકના મામલે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં આજે શહેરના ટ્રાફિક વિભાગ તથા અમદાવાદ મનપા દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું....
વડોદરા મહાનગરપાલિકાની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને આજે રિવ્યુ બેઠકનું...
પ્રતિનિધિ વડોદરા તા. 20વડોદરા શહેર કોર્પોરેશનમાં ચૂંટાયેલા ભાજપના કાઉન્સિલરો નું એક વ્હોટસએપ ગ્રુપ છે. જેમાં અનેક બાબતો પર ચર્ચાઓ થતી હોય છે....
કીમ: કીમ પૂર્વ વિસ્તારમાં કીમ માંડવી રોડને અડીને આવેલી ગટરમાં દારૂના નશામાં બે પરપ્રાંતિ યુવકો જાહેર રોડ પર લડતા લડતા ખુલ્લી ગટરમાં...
પ્રતિનિધિ વડોદરા તા. 20વડોદરા શહેરનાં જુના અને જાણીતા મંગળ બજારમાં ઈલેક્ટ્રીક કેબલમાં ધડાકા થયાની ઘટના સામે આવી હતી. પ્રતાપ મડઘાની પોળ પાસે...
પ્રતિનિધિ વડોદરા તા. 20છેલ્લા બે મહિનાથી વડોદરા મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન...
સ્ત્રીઓ પુરુષ સમોવડી છે, એમાં બેમત નથી. છતાં સશક્તિકરણના ગમે એટલા વાવટા ફરકાવો, પણ જમવા ને જમાડવાની વાત આવે એટલે દુર્ગાનાં વાહન...
ગુજરાતની ઘણી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકો નથી અને શિક્ષણકાર્ય બગડે છે તે પ્રશ્ન તો હજુ ઊભો જ છે ત્યાં...
ગાંધીનગર: આવતીકાલ તા.21મી ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી રહયુ છે, જેમાં વિપક્ષ કોંગ્રેસ આકરા પાણીએ સરકારને ભીંસમાં લેવાની કોશિષ કરશે. જયારે...
નવસારી : રક્ષાબંધનમાં ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા સુરતના બે યુવાનોનું ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયા છે. મળતી...
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગતરોજ સોમવારે સાપુતારા પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. જ્યારે મંગળવારે દિવસ દરમ્યાન આહવા પંથકમાં સાડા...
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સગીરાની છેડતી કરવી એક આધેડને ભારે પડી ગઈ હતી. સગીરાની છેડતી કરનાર આધેડને મહિલાઓએ ભેગી મળીને બરાબરનો મેથી પાક...
વિદ્યાર્થી આગેવાન-વાલીઓનું ભેગા મળી મેઈન બિલ્ડીંગ ખાતે વિરોધ પ્રદર્શન : વિરોધ કરનારની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત.. વિદ્યાર્થિનીને પ્રવેશ ન મળતા તેની તબિયત...
નવાયાર્ડના સ્ક્રેપ ટ્રેડર્સના માલિક દ્વારા ચોરી કરાવી સામાન ભંગારના વખારમા છૂપાવ્યો હતો.. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પિડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માલસામાન હોવાનું બહાર આવ્યું...
કુલ 14લક્ઝુરિયસ ફોરવ્હિલર માસિક ભાડેથી લઇ વાહન માલિકોને ભાડું પણ ન ચૂકવ્યું વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામના ઇસમે ઓગસ્ટ-2023 થી અલગ...
રોડપર સફેદ પટ્ટા પણ ન હોવાથી સ્પિડબ્રેકરો રાત્રે દેખાતા ન હોવાથી વાહનચાલકોને હાલાકી થોડાક દિવસો પહેલાં જ અહીં ભૂવો પણ પડ્યો હતો...
ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય...
શહેર વરસાદના પગલે ઠેર પાણી ભરાયાં બાદ VMC એક્શનમાં આવ્યું વડોદરા શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં અટવાઈ ગયું...
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યાની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં થાણેના બદલાપુરની એક શાળામાં 3 અને 4 વર્ષની બે બાળકીઓના યૌન શોષણનો...
સુપ્રીમ કોર્ટે મંગળવારે 20 ઓગસ્ટે એક સગીરા સાથે બળાત્કારના આરોપીની સજાને પુનઃસ્થાપિત કરી. કોર્ટે કલકત્તા હાઈકોર્ટની ટિપ્પણીને પણ ફગાવી દીધી હતી જેમાં...
નવી દિલ્હીઃ કલ્પના કરો કે તમે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છો. અચાનક પાયલોટ કોકપીટમાંથી બહાર આવે છે અને મુસાફરોને કહે છે કે...
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની 2011 વર્લ્ડ કપ જીતના હીરો યુવરાજ સિંહને કોઈ દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. વર્લ્ડ કપમાં મેન ઓફ ધ...
નવી દિલ્હીઃ રોકાણકાર અને બર્કશાયર હેથવેના માલિક વોરેન બફેટને ઉદ્યોગ ક્ષેત્રના લગભગ દરેક લોકો જાણતા હોય છે. જો તેઓ કોઈ પણ કંપનીમાં...
નવી દિલ્હીઃ સોમવારે તા. 19 ઓગસ્ટ 2024ની મોડી રાત્રે ઇટાલીના સિસિલીના દરિયાકાંઠે આવેલા ભયંકર તોફાનમાં એક લક્ઝરી યોટ ડૂબી ગઇ હતી. યોટમાં...
દિલ્હી પોલીસે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ શોપિંગ મોલમાં મંગળવારે બોમ્બની ધમકીનો મેલ મળ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ચાણક્ય મોલ, સિલેક્ટ...
દિલ્હીની એક અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડના સંબંધમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે....
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
ખેડા નજીક અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર કારે ટક્કર મારતા બાઈક સામેથી આવતી ઈક્કોમાં ઘુસી ગયુ
ટ્રીપલ અકસ્માતમાં મહિલાનું મોત. 9 ઈજાગ્રસ્ત થયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.20
ખેડા નજીક ગતરોજ સમીસાંજે ગમખ્વાર અકસ્માતમાં એક કુટુંબની પુત્રવધુનો જીવ ગયો છે. કાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરાના નેશનલ હાઈવે પર કાર ચાલકની ગંભીર બેદરકારીથી ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. કારે આગળ જતા મોટરસાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ સામેથી આવતા ઈકો કારમાં ભટકાયું હતું. આ બનાવમાં મોટરસાયકલ પાછળ બેઠેલ મહિલાનું કરૂણ મોત નિપજયું છે. જ્યારે મોટરસાયકલ ચાલક અને બંને કારમાં મળી કુલ 9 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ બનાવ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ખેડા તાલુકાના પીગળજ ગામે ઈન્દિરાઆવાસમાં 68 વર્ષિય રમણભાઈ નાથાભાઈ ખાંટ રહે છે. તેમનો મોટો પુત્ર અજીતભાઈ ગતરોજ પોતાની પત્ની ચેતનાને મોટરસાયકલ પર બેસાડી ખેડા બજારમાં જરૂરી સામાન લેવા માટે ગયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં આ અજીતભાઈ મોટરસાયકલ લઈને ખેડા તાલુકાના કાજીપુરા પાસેના અમદાવાદ-વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી આવેલી કાર નંબર (GJ 27 C 8443)એ આ અજીતભાઈના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. આથી અજીતભાઈએ મોટરસાયકલ પરનું બેલેન્સ ગુમાવતા સામેથી આવતી ઈકો કારમાં મોટરસાયકલ સાથે ભટકાયા હતા. અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક અને પાછળ બેઠેલ તેમની પત્ની રોડ પર પટકાયા હતા. જેથી ચેતનાબેનને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી જ્યારે અજીતભાઈ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ ચેતનાબેનનુ ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અજીતભાઈ સહિત બંને કારમાં બેઠેલા 8 જેટલા વ્યક્તિ કુલ 9 વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
108 એમ્બ્યુલન્સ દોડી જતા તમામ ઘાયલોને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા વ્યક્તિઓના નામ જોઈએ તો, અજીતભાઈ ખાંટ (મોટરસાયકલ ચાલક), હંસાબેન મહેશભાઈ નાઇ (રહે. નાયકા), મહેશકુમાર પરષોતમભાઇ નાઇ (રહે. ગોતા), દિપેશભાઈ ચન્દ્રકાન્ત જાદવ (રહે.નિકોલ), હિયાન દિપેશભાઈ જાદવ (રહે. નિકોલ), અરવીંદભાઈ અંબુભાઈ પરમાર (રહે.ખાંધલી), ગોવીંદભાઇ પરષોતમભાઈ પરમાર (રહે.ખાંધલી), ગીતાબેન અરવીંદભાઈ પરમાર (રહે. ખાંધલી) અને ભારતીબેન ગોવિંદભાઇ પરમાર (રહે.ખાંધલી)નો સમાવેશ થાય છે.