એક પિતા અને પુત્ર દરિયાઈ માર્ગે સફર કરતા હતા ત્યારે તોફાન આવ્યું. તોફાનમાં તેમની નાવ તૂટી ગઈ અને તેઓ મહામહેનતે એક નિર્જન,...
જે રીતે બોલવાનો અને જીવવાનો દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે તેવી જ રીતે રહેઠાણનો અધિકાર પણ એ મૂળભૂત અધિકાર છે તેવો સુપ્રીમ...
હમણાં અમે રાજકોટમાં વરસતા વરસાદમાં જઈ રહ્યા હતા અને એક રોડ પર જોયું કે, એક ટ્રક ઊભી છે અને એમાંથી રેતી કપચી...
ગુજરાતનું ઐતિહાસિક વેપાર કેન્દ્ર, જે મુઘલ સામ્રાજ્યનું મુખ્ય વેપારી બંદર- જ્યાં ઈજિપ્ત, આરબ અને યુરોપ સુધી વેપાર થતો તે સુરત કાપડ, હીરા,...
પાલિકાએ ઝોન વાઇઝ વિવિધ વિસ્તારોની સમસ્યાઓની માહિતી એકઠી કરી વડોદરા મહાનગર પાલિકા ચારેય ઝોનમાં પડતર સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવશે શહેરના તમામ ચાર...
સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોની દરખાસ્તમાં 10 મંજૂર, એક મુલતવી બંદિશ શાહની રજૂઆત પર સયાજી બાગ પ્રવેશ દ્વારનું કામ મુલતવી શહેરમાં રોડ...
વેલ્ડીંગના કામકાજ દરમિયાન જ ધડાકો થતાં ભાગદોડ મચી (પ્રતિનિધિ) આણંદ તા.12આણંદ અમૂલ ડેરીની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયાના કલાકો જ પ્લાન્ટમાં રહેલો બાયોગેસ...
મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકાએ તૈયારીઓ શરૂ કરી પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા કાર્યક્રમ સ્થળની સફાઈ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં જોતરાઈ વડોદરા: મુખ્યમંત્રી...
ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ આવતીકાલે પોતાના સેવા દાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કરશે. વર્ષ 2021ના 13 સપ્ટેમ્બરે તેઓએ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ...
શુક્રવારે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી. ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે જો દિલ્હી-એનસીઆરના...
સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. વચગાળાના વડાપ્રધાન તરીકે શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને...
મૃતક લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો અને વડોદરા ખાતે પત્ની અને બે વર્ષની બાળકી સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું (પ્રતિનિધિ) વડોદરા...
નેપાળમાં રિપોર્ટિંગ કરી રહેલા ભારતીય પત્રકારો પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. શુક્રવારે બે ભારતીય પત્રકારો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એક...
21 સપ્ટેમ્બર ના રોજ એન્ટરન્સ ટેસ્ટથી પ્રથમ બેચની શરુઆત થશે એન્ટરન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને રૂ.1.50 લાખ સુધીની સ્કોલરશીપ થકી સંપૂર્ણ ટ્યુશન...
સદ્દનસીબે ગુજરાતમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ગુજરાતના એરપોર્ટ પરથી ટેક્ઓફ બાદ રનવે પર જ પ્લેનનું વ્હીલ નીચે પડ્યું હતું. જે બાબતથી...
એવી ચર્ચા છે કે AI ઘણા લોકોની નોકરી ખાઈ જશે, પરંતુ એ નહોતી ખબર કે આટલી જલ્દી તે પોલિટિક્સના ક્ષેત્રમાં પણ ઝંપલાવશે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટેલેકે તા.13 સપ્ટેમ્બર 2025 મણિપુરની મુલાકાતે જશે. રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે તેમની આ...
જૂનાગઢમાં આયોજિત કૉંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા માટે નેતા વિપક્ષ અને સાંસદ રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચ્યા છે. કૉંગ્રેસના સંગઠન સૃજન...
પ્રયાગરાજઃ યુપીના પ્રયાગરાજથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં યુપીએસસીની તૈયારી કરી રહેલા એક સ્ટુડન્ટે સર્જિકલ બ્લેડથી પોતાની ગુપ્તાંગ કાપી નાંખ્યુ....
નેપાળમાં Gen-Z યુવાનોમાં સૌથી વધુ ગુસ્સો નેપો બાળકો પ્રત્યે છે. તેઓ માને છે કે રાજકારણીઓના બાળકોને કોઈપણ મહેનત અને લાયકાત વિના બધું...
જો તું શરીર સંબંધ નહીં બાંધવા દે તો તારા પતિને રેપ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી, મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે એડવોકેટની...
ચીની અભિનેતા એલન યુ મેંગલોંગનું 37 વર્ષની વયે બેઇજિંગમાં એક ઇમારત પરથી પડી જવાથી અવસાન થયું. આ દુ:ખદ ઘટના 11 સપ્ટેમ્બરના રોજ...
બિહારમાં મતદાન અધિકાર યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની માતા સાથે દુર્વ્યવહાર થયાના હોબાળા પછી બિહાર કોંગ્રેસે તેના X હેન્ડલ પર વડાપ્રધાન મોદી...
પોલીસ અને સેન્ટ્રલ એજન્સી દ્વારા પૂછપરછ શરૂ વડોદરા: વડોદરા એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટમાં બેસનાર મુસાફરોના સામાનની સ્કેનિંગ કરીને ચકાસણી કરવામાં આવી...
સૌથી સ્વચ્છ સુરતનો વિકાસ સ્માર્ટ સિટી તરીકે થઈ રહ્યો હોવાના બણગાં અવારનવાર ભાજપ શાસકો ફૂંકતા હોય છે પરંતુ સુરત શહેરની સ્થિતિ ખરેખર...
ગુજરાત મિત્ર ન્યુઝ ઝાલોદ ઝાલોદથી બાસવાડા નેશનલ હાઇવે ઉપર ધાવડીયા ચેકપોસ્ટ રોડ ઉપર મોટા ખાડાઓ પડી જતા પોલીસે દ્વારા ખાડાઓ પુરી માનવતા...
પ્રતિનિધિ સંખેડાતા:૧૨/૦૯/૨૦૨૫ સંખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નગર અને તાલુકા માટે આશીર્વાદરૂપ છે આસ પાસના ગ્રામ્ય વિસ્તારના સંખ્યાબંધ દર્દીઓ અહીં સારવાર લેવા આવતા...
શહેરના વરાછા ઝોનમાં સમાવિષ્ટ પુણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામોની સાથે-સાથે રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોનાં ધમધમાટને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા...
શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ અચાનક ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓને આ જાણકારી ઈમેલ દ્વારા મળી હતી. જેને...
ગુજરાત રાજ્ય સુરક્ષિત રાજ્ય તરીકે દેશમાં જાણીતું છે. અહીં અડધી રાત્રે મહિલાઓ ફરી શકે છે તેવું અન્ય રાજ્યના લોકોમાં માન્યતા છે, પરંતુ...
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
શહેરમાં વધુ એક ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો
અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા
યુકેમાં રહેતા NRI મહિલાને વડોદરામાં મોટો ફટકો: 15 તોલા સોનાના દાગીના ભરેલું પર્સ શૉપિંગ દરમિયાન ચોરાયું!
લોકસભામાં વંદેમાતરમ્ પર ચર્ચા, PM મોદીએ કહ્યું, આ ગીતે સ્વતંત્રતાની ચળવળને ઉર્જા આપી
સ્વચ્છતા અભિયાન કે કમાણીનું સાધન? લોકોના વેરાના પૈસાની ગાડીઓ પ્રાઇવેટ સામાનની હેરાફેરીમાં જોતરાઈ!
ધર્મેન્દ્રના નિધન પછી એશા દેઓલની પહેલી પોસ્ટ, જન્મદિવસે પિતાને યાદ કરી લખ્યો આ મેસેજ…
અમદાવાદ ઓલમ્પિકના સ્વાગત માટે તૈયાર થઇ રહ્યું છે
ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ હાથ મિલાવ્યા
અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
જીવનનો મેળો
ઇન્ડિગોએ સરકારને ઝુકાવીને આબરૂં લૂંટી
નાઇજિરિયા – બોકોહરામ – ક્રિશ્ચિયનોની મોટા પાયે કતલ અને અમેરિકા
બાબરી મસ્જિદ માટે સુપ્રીમે જે જગ્યા ફાળવી છે ત્યાં ઇંટ પણ નથી મુકાઇ અને બંગાળમાં રાજકારણ શરુ
ઇન્ડિગોની આજે પણ 300 જેટલી ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ પર મુસાફરો અટવાયા
વંદેમાતરમ્ એક જાગૃત રાષ્ટ્રગીત
છાણી બાજવાને જોડતા રોડના વિકટ પ્રશ્ને લોકો વિફર્યા,ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ
ગુજરાતી ગીતોની ગુણસુંદરી: ગીતા દત્ત
સિવિલ એવિએશન ક્ષેત્રને ખુલ્લું નહીં મુકાય ત્યાં સુધી સરકારે ઈન્ડિગો જેવી કંપની પાસે ઝુંકવું જ પડશે
જીવનનું સમાધાન એટલે ગીતાજી
શું આપણે મૂર્ખ છીએ?
‘બિગ બોસ 19’ના વિજેતા ગૌરવ ખન્ના બન્યા, ચમકતી ટ્રોફી સાથે આ મોટી ઈનામી રકમ જીત્યા
શિયાળામાં આરોગ્ય માટે શું સાવચેતી રાખવી?
રેલવેનો ઉપહાર
ધરમજીના ઇમાન ધરમ
માણસ માત્ર ભૂલને પાત્ર
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
એક પિતા અને પુત્ર દરિયાઈ માર્ગે સફર કરતા હતા ત્યારે તોફાન આવ્યું. તોફાનમાં તેમની નાવ તૂટી ગઈ અને તેઓ મહામહેનતે એક નિર્જન, ઉજ્જડ ટાપુ પર પહોંચ્યા. પિતાએ કહ્યું,‘‘હવે આપણું બચવું મુશ્કેલ છે જે થાય તે જોયું જશે.’’ તેમણે નક્કી કર્યું કે ટાપુની જુદી જુદી દિશામાં જઈને કોઈ માર્ગ શોધવો. પુત્રે પ્રાર્થના કરી કે ‘‘ ભગવાન આ સાવ સૂકા ટાપુ પર લીલાંછમ છોડ ફૂલ પાન ઊગે તો ફળ ફૂલ કંદમૂળ ખાઈને ભૂખ મિટાવી શકાય. જાણે ભગવાને તેની પ્રાર્થના સાંભળી હોય તેમ તરત જ ટાપુ ઉપર લીલાંછમ ફૂલ, છોડ, પાન, હરિયાળી ઊગી ગઈ અને મીઠાં ફળ ખાઈને પુત્રે પોતાની ભૂખ મિટાવી ત્યારે તેને પિતા યાદ આવ્યા નહિ.
તેને લાગ્યું કે જો ભગવાને મારી આ પ્રાર્થના સાંભળી લીધી તો હું અહીંથી બચાવવાની પ્રાર્થના પણ કરી શકું અને તેણે તરત હાથ જોડી પ્રાર્થના કરી, ‘‘ પ્રભુ, ફરી સામે કિનારે પહોંચી શકું તે માટે કોઈ નૌકાનો પ્રબંધ થઈ જાય.’’ અચાનક દરિયાકિનારે એક નૌકા પ્રગટ થઈ ગઈ. તરત જ પુત્ર નૌકામાં બેસી અને કિનારા તરફ જવા લાગ્યો. પોતાના પિતાને પણ ભૂલી ગયો.
પોતાનું જીવન બચાવવામાં તે જીવન આપનાર પિતાને ભૂલી ગયો. ત્યાં અચાનક આકાશવાણી થઈ, અવાજ સંભળાયો, ‘‘અરે તારા પિતાને જોડે નથી લઈ જવા.’’ પુત્ર બોલ્યો, ‘‘હવે જેવું જેનું નસીબ. મારું દિલ સાફ હતું એટલે તમે મારી પ્રાર્થના સાંભળી. તમે મને મદદ મોકલી. આ તોફાનના વાતાવરણમાં હું એમને બીજા કિનારે ક્યાં શોધવા જાઉં અને આ નૌકા પણ તૂટી ગઈ તો… એના કરતાં હું તો સામે કિનારે જઈને બચી જાઉં. એમનું જે થવાનું હશે તે થશે.’’
આકાશમાંથી હસવાનો અવાજ આવ્યો અને નૌકા ગાયબ થઈ ગઈ.ફરી આકાશવાણી થઈ, ‘‘ મૂર્ખ પુત્ર તને ખબર નથી કે આટલા બધા ચમત્કાર કઈ રીતે થઈ રહ્યા છે.’’ પુત્ર બોલ્યો, ‘‘ મારી સાચી પ્રાર્થનાથી! તમે મારી પ્રાર્થના સાંભળી અને આ ચમત્કાર કર્યો છે.’’ આકાશવાણીએ જવાબ આપ્યો, ‘‘ના તું જાણી લે કે આ બધું તારા પિતાની પ્રાર્થનાથી થયું છે. તારા પિતાએ પ્રાર્થના કરી છે કે આજે મારો પુત્ર જે પ્રાર્થના કરે તે તમે સાંભળી લેજો અને તેને તત્કાળ પૂરી કરજો એટલે તું જે પ્રાર્થના કરે છે તે હું તત્કાળ પૂરી કરી રહ્યો છું સમજ્યો.’’
પુત્રને પોતાના સ્વાર્થ બદલ ખૂબ જ પસ્તાવો થયો. ત્યાં તેને શોધતા શોધતા તેના પિતા આવ્યા. પિતાએ ફરી પ્રાર્થના કરી કે, ‘‘ઈશ્વર, મારા પુત્રને માફ કરો. ફરી નૌકા પ્રગટ થઈ અને પુત્ર અને પિતા કિનારે જવા નીકળી ગયા.’’ સ્વાર્થમાં અંધ થઈને આપણે જ્યારે આપણા સાચા સંબંધીઓ, સાચા શુભચિંતકો, સાચા હિતેશીઓને ભૂલી જઈએ છીએ ત્યારે યાદ રાખજો કે આપણને જીવનમાં જે મળી રહ્યું છે તે કોઈ શુભચિંતકની પ્રાર્થનાનું ફળ હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.