Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: (Mumbai) બીજેપી (BJP) નેતા શાહનવાઝ હુસૈનને (Shahnawaz Hussain) હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે એટલેકે મંગળવારે સાંજે 4.30 વાગ્યે તેઓને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ડો.જલીલ પારકરની દેખરેખ હેઠળ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેઓ હાલ આઈસીયુમાં દાખલ છે.

મળતી માહિતી મુજબ શાહનવાઝની હાલત હવે સારી હોવાનું કહેવાય છે. મંગળવારે સાંજે 4.30 કલાકે તેમને લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ECG ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ગત મહિને તેમની તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ તેમને એઈમ્સ નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સના ડોક્ટરોએ પછી તેમને વાયરલ ન્યુમોનિયા હોવાનું નિદાન કર્યું હતું અને સારવાર બાદ આરામ કરવાની સલાહ આપી હતી.

To Top