વિવાદો વચ્ચે Netflix એ સિરીઝ IC 814- The Kandahar Hijack માં ફેરફારો કર્યા છે. Netflix એ સિરીઝના ઓપનિંગ ડિસ્ક્લેમરમાં હાઇજેકર્સના વાસ્તવિક અને...
સુરતઃ સુરતમાં ચિંતાજનક હદે આપઘાતના બનાવો વધ્યાં છે ત્યારે આજે મંગળવારે તા. 3 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક યુવાન...
દેશભરના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. વિદાય લેતા ચોમાસાની આ ગતિવિધિને કારણે દેશના વિવિધ ભાગોમાં વરસાદ મોટી સમસ્યા સર્જી...
ભરૂચઃ વાલિયાનાં ડહેલી ગામ આદિવાસી સમાજના લોકોને કેટલીક માળખાગત સુવિધાઓનો ભારે અગવડ હોય એમ લાગે છે. કોઈ વ્યક્તિ પોતે દમ તોડે ત્યારે...
વડોદરા : પુરના પ્રકોપ બાદ નેતાઓને કડવો અનુભવ,લોકોએ બેનર લગાવી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદયો નેતાઓને માણસાઈ ન સમજાય તો મતની કિંમત...
Netflix તેની શ્રેણી IC 814- The Kandahar Hijack ની સામગ્રીની સમીક્ષા કરશે. Netflixની ઈન્ડિયા કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલે મંગળવારે માહિતી અને પ્રસારણ...
નવી દિલ્હીઃ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર દેશની રાજધાની કિંશાસામાં જેલમાંથી ભાગવાનો પ્રયાસ...
મણિપુરમાં 1 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસનો સમય હતો. પહેલા ગામની બાજુથી ગોળી ચલાવવામાં આવી. આ શરૂઆત હતી. ત્યારબાદ સામેથી જોરદાર...
છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જવાનોએ નવ નક્સલીઓને ઠાર કર્યા છે....
ભરૂચઃ સમગ્ર ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી ભરૂચ જિલ્લા સહીત દક્ષિણ ગુજરાત વરસાદથી ઓળઘોળ થઇ ગયો છે. મોડી રાત્રે ભરૂચ જિલ્લાના...
કોલકાતાઃ કોલકાતાની આરજી કાર હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને હોબાળો ચાલુ છે. કોલકાતા પોલીસ હેડક્વાર્ટર સામે જુનિયર ડોક્ટરો...
પોરબંદરઃ અરબી સમુદ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હેલિકોપ્ટરને પોરબંદરના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે....
પરિવાર દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા ગયો હતો અને મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાવડોદરા તારીખ 3વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયારનગર-2માં રહેતો પરિવાર...
ભરૂચઃ ગુજરાતના માથે એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે મોડી...
*સાધલી થી કાયાવરોહણ થઈ ડભોઈ થી સેગવા તરફ જઈ શકાશે* વડોદરા જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલા ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પ્રભાવિત થયા...
સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગયા અઠવાડિયે ભારે માત્રામાં પાણીની આવક થયા બાદ સ્થિતિ અંકુશમાં જણાતાં બે દિવસ પહેલા જ ડેમના તમામ ગેટ...
સુરતઃ સરકારી કર્મચારી, અધિકારીઓ લાંચ લેતા પકડાય તે તો સાંભળ્યું, જોયું અને વાંચ્યું હશે પરંતુ પ્રજાની સેવા કરવા માટે પ્રજાના મતથી ચૂંટાઈને...
વિડીયો કોલમાં વાત કરતા શખ્સને સામે આવવાનું કહેતા ઠગે જ્યાદા હોશિયારી મત કરના, તુમારી સબ ડીટેલ્સ હમારે પાસ હૈ, હમ સબ કુછ...
૨૮ ઓગસ્ટનાં ગુજરાતમિત્રમાં ‘શિક્ષકોને જવાબદારીના પાઠ શીખવવાની જરૂર છે’ડો.નાનક ભટ્ટજીનો લેખ વાંચ્યો. જવાબદારીના પાઠ સમાજને,બાળકોને શીખવનાર શિક્ષકોને જવાબદારી શીખવવાની વાત ખૂંચી!નોકરીની શરૂઆતથી...
શ્રાવણ વદ અમાસને પીઠોળી અમાસ કહેવાય છે. તે દિવસે ખત્રી સમાજ માં ગણપતિની પૂજા અને દોરા બાંધવાની પરંપરા ચાલી આવેલી છે. પીઠોળી...
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના...
માં, બાપ, પછી જીવનમાં ત્રીજુ સ્થાન શિક્ષણ-ગુરૂનું રહ્યું છે. હવે તો એ પ્રશ્ન સતાવે છે કયાં ખૂણામાં, વિભાગમાં ગેરરીતિ-સડો-બે નંબરી વલણ નથી...
નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસે રવિવારે 1 સપ્ટેમ્બર, 2024ના રોજ નૈનીતાલના ભાજપના વરિષ્ઠ નેતા વિરુદ્ધ દુષ્કર્મ અને ધાકધમકી માટે FIR દાખલ કરી...
એક કોલેજીયન યુવાન નામ રસેશ, તે આખો દિવસ ફોનમાં મસ્ત રહે,મોડી રાત સુધી જાગે.દિવસભર મિત્રો સાથે રખડે.ન ભણવામાં ધ્યાન.ન કોઈ કામમાં મદદ.ન...
છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપે વિકાસ કરતા અર્થતંત્ર તરીકે ભારતનું સ્થાન ટોચ પર રહ્યું છે. ખાસ કરીને કોરોનાના રોગચાળા...
દેશમાં રાજકીય માહોલ સતત વ્યગ્ર અને ઉગ્ર રહે છે. રાજકીય ચર્ચાઓમાં કોઈને શિક્ષણ માટે નિરાંતે વિચારવાનો સમય નથી પણ શિક્ષણજગત સતત નિસ્બત...
ધૂળધોયા જેવી હાલત કરીએ ત્યારે માંડ ચમચી જેટલું હાસ્ય છૂટે. એ માટે ભેજામાં આધિ-વ્યાધિ-ઉપાધિ-વેદના-સંવેદના-કરુણાના આંધણ કરીને રસ કાઢીએ ત્યારે માંડ ચટાકો નીકળે....
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે. જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા...
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકના (Paris Olympics) સમાપન બાદ હવે પેરિસ પેરાલિમ્પિક 2024 (Paris Paralympics 2024) રમાઇ રહી છે. જે 28 ઓગસ્ટ થી...
દરરોજના કમાવી લાવી ખાનારા ગરીબ લોકોનો તમામ ઘરવખરી સામાન પાણીમાં નષ્ટ થતાં ગરીબો પર દુખના જાણે ડુંગર તૂટી પડ્યાં છે શહેરમાં માનવસર્જિત...
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
આધુનિક પેઢીના યુવાન માટે સોનેરી સૂચન
શ્વાન સામ્રાજ્ય
રાજાની આંખો ખૂલી
તાંબાની તાવડી તેર વાના માંગે..!
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં ખ્યાતિ-કાંડ કરતાં પણ મોટું કૌભાંડ ચાલે છે
બિટકોઇન ફરી એકવાર ચર્ચામાં છે!
મણિપુરની હિંસા પર કાબૂ મેળવવામાં કેન્દ્ર સરકાર કેમ નિષ્ફળ ગઈ છે?
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
IPL Auction: ભુવનેશ્વર પર 10.75 કરોડની બોલી, 6 બોલમાં 6 સિક્સર મારનાર પ્રિયાંશને 13 ગણી કિંમત મળી
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
વિવાદો વચ્ચે Netflix એ સિરીઝ IC 814- The Kandahar Hijack માં ફેરફારો કર્યા છે. Netflix એ સિરીઝના ઓપનિંગ ડિસ્ક્લેમરમાં હાઇજેકર્સના વાસ્તવિક અને કોડ નામનો સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. નેટફ્લિક્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે “1999માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814 ના હાઈજેકીંગથી અજાણ દર્શકો માટે શરૂઆતના ડિસ્ક્લેમરમાં હાઈજેકર્સના વાસ્તવિક અને કોડ નામોનો સમાવેશ થાય છે.” શ્રેણીમાંના કોડ નામો એ વાસ્તવિક ઘટના દરમિયાન ઉપયોગમાં લેવાયેલા નામ નથી. અમે દરેક વાર્તાની મૂળ રજૂઆત માટે પ્રતિબદ્ધ છીએ.
અગાઉ નેટફ્લિક્સે માહિતી અને પ્રસારણ મંત્રાલયને સામગ્રીની સમીક્ષા કરવા કહ્યું હતું. Netflixની ઈન્ડિયા કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલ મંગળવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય સમક્ષ હાજર થઈ હતી. ધ કંદહાર હાઈજેકમાં આતંકવાદીઓના હિંદુ નામોને લઈને વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ પછી મંત્રાલયે મોનિકાને જવાબ આપવા માટે બોલાવી હતી. મોનિકાએ મંત્રાલયને ખાતરી આપી હતી કે અમે શ્રેણીની સામગ્રીની સમીક્ષા કરીશું. તેમણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં પણ નેટફ્લિક્સ પર કન્ટેન્ટ લાવતી વખતે દેશની ભાવનાઓને ધ્યાનમાં રાખવામાં આવશે.
મંત્રાલયે કહ્યું- ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી
મંત્રાલયે કહ્યું હતું કે કોઈને પણ દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનું સન્માન હંમેશા સર્વોપરી છે. તમારે કંઈપણ ખોટું દેખાડતા પહેલા વિચારવું જોઈએ. સરકાર આનો કડક વિરોધ કરે છે. જણાવી દઈએ કે IC 814 સિરીઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવી છે, જે કંદહાર પ્લેન હાઇજેક પર આધારિત છે. જેમાં આતંકવાદીઓનું નામ ભોલા અને શંકર જણાવવામાં આવ્યું છે. આ અંગે વિવાદ છે.
હાઈકોર્ટમાં પ્રતિબંધની અરજી
સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દ્વારા OTT શ્રેણી ‘IC 814: ધ કંદહાર હાઈજેક’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. અરજીકર્તાએ ફિલ્મ મેકર પર તથ્યોને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અરજી હિન્દુ સેના પ્રમુખ સુરજીત સિંહ યાદવે દાખલ કરી છે. સુરજીત સિંહે કહ્યું કે શ્રેણીમાં આતંકવાદીઓના હિંદુ નામો બતાવવામાં આવ્યા છે જેમાં ભગવાન શિવ, ‘ભોલા’ અને ‘શંકર’ નામો સામેલ છે જ્યારે તેમના અસલી નામ કંઈક બીજા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હાઈજેક કરનારા આતંકવાદીઓના નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર, સની અહેમદ, ઝહૂર મિસ્ત્રી અને શાકિર હતા પરંતુ વેબ સિરીઝમાં તેમના નામ બદલીને ભોલા, શંકર, ચીફ, ડૉક્ટર અને બર્ગર રાખવામાં આવ્યા છે.
સીરિઝ રિલીઝ થયા પછી, BJP IT સેલના વડા અમિત માલવિયાએ તાજેતરમાં તેની સામગ્રી પર વાંધો ઉઠાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે દિગ્દર્શક અનુભવ સિંહાએ પોતાના ખોટા કામને છુપાવવા માટે ડાબેરી એજન્ડાનો સહારો લીધો. IC 814 ના અપહરણ કરનારાઓ ભયંકર આતંકવાદીઓ હતા. તેણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે કાલ્પનિક નામો અપનાવ્યા હતા.
શું છે સિરીઝની વાર્તા?
આ સિરીઝની વાર્તા 24 ડિસેમ્બર 1999ની સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી જતી વખતે પાંચ આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814નું હાઈજેક કર્યું હતું. જેમાં 176 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આતંકીઓ પ્લેનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંદહાર લઈ જાય છે. મુસાફરોને સાત દિવસ સુધી બાનમાં રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પ્લેનની અંદર મુસાફરોની શું સ્થિતિ છે? તેમના પરિવારોનું શું થશે? આ મુસાફરોને મુક્ત કરવા માટે સરકાર સમક્ષ શું શરત રાખવામાં આવી છે? આ બધું આ શ્રેણીમાં બતાવવામાં આવ્યું છે.