Top News

More Posts

   The Latest

Most Popular


વડોદરામાં આવેલા પૂર પછી પ્રજામાં ભાજપ શાસકો પ્રત્યે ભારે આક્રોશ છે અને તેનો સામનો ચૂંટાયેલા નગર સેવકોએ કરવો પડી રહ્યો છે. આ મામલે ગુરુવારે મહાનગર પાલિકાની સામાન્ય સભા પહેલા મળેલી ભાજપની સંકલનની બેઠકમાં નગર સેવકોએ ભારે બળાપો ઠાલવ્યો હતો.

વોર્ડ 15 ના કાઉન્સિલર આશિષ જોષીએ નારાજગી સાથે કહ્યું હતું કે, પૂરના સમયે ભારે તકલીફ પડી છે. જવાબદાર સામે એક્શન લેવા જોઈએ. પ્રિ મોન્સૂન કામગીરી કાગળ પર છે. પાલિકા પાસે મશીનરી પણ ખૂટી પડી હતી. દબાણ સામે એક્શન ક્યારે લેશે? વોર્ડ 12ના કાઉન્સિલર મનીષ પગારએ જણાવ્યું હતું કે, વિસ્તારના લોકો નારાજ છે આ પરિસ્થિતિ માટે તમામ જવાબદાર છે. પગલાં ભરવા જોઈએ. જયારે ડે મેયર ચિરાગ બારોટએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, આજે સભા છે એટલે કામોની ચર્ચા માટે સંકલન બેઠક બોલાવી હતી. સભાસદોએ મંતવ્યો રજુ કર્યા છે. નારાજ કાઉન્સિલરની સમસ્યાનું નિરાકરણ લાવીશું. જયારે ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાહત સામગ્રી પહોંચાડવામાં તકલીફ પડી છે. લોકોને મદદરૂપ થવાના બનતા પ્રયાસો તંત્રે કર્યા છે. પૂર બાદની તમામ કાર્યવાહી કામગીરી ચાલી રહી છે. પૂર ન આવે તે બાબતે લાંબાગાળાનું આયોજન હાથ ધરાશે.


પ્રી મોન્સુન કામગીરીમાં માત્ર વરસાદી ચેમ્બર સાફ કરવામાં આવે છે

ભાજપના કાઉન્સિલર આશિષ જોષી તંત્રની કામગીરીથી નારાજ જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પ્રિમોન્સૂનની કામગીરીમાં ફક્ત વરસાદી ચેમ્બર સાફ કરવામાં આવે છે. જો વરસાદી કાંસો વચ્ચેથી સાફ કરવામાં આવે તો કામગીરી થઈ કહેવાય. પરંતુ એવું થતું જ નથી. પ્રિમોન્સૂન ની કામગીરી ફક્ત કાગળ ઉપર જ થઈ છે. તંત્ર પાસે સાધનોની અછત હોવાથી બહારથી મશીનો મંગાવવામાં આવે છે. પૂરની પરિસ્થિતિમાં લોકો ત્રણ ત્રણ દિવસ સુધી પાણીમાં રહ્યા મદદ મળી નહીં જેના લીધે લોકોમાં આક્રોશ છે અને સાથે જ વિશ્વામિત્રી નદી પર જે દબાણો છે તેના પર તંત્ર એક્શન લેવું ખૂબ જરૂરી છે.



પૂરની સ્થિતિનો બળાપો કાઢવા કરતા પોતાના વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ અંગેની રજૂઆત કરીશું તો સારું રહેશે :

હાલમાં કાઉન્સિલરોને જે-તે વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ અંગેની ચર્ચા ચાલી રહી છે. પૂરની સ્થિતિનો બળાપો કાઢવા કરતા પોતાના વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ અંગેની રજૂઆત કરીશું તો સારું રહેશે. એક સાથે આભ ફાટ્યું હતું અને કોર્પોરેશન કામ કરતું હતું. પણ લોકોની માંગણી પ્રમાણે ન થયું એવી રજૂઆત કરાઈ રહી છે. આ એક કોર્ડીનેશનનો અભાવ હતો અને તેનું કારણ એ છે કે, સફાઈ કરવી હોય તો સફાઈકર્મીઓ એવા સ્થળેથી આવતા હતા કે, જ્યાં તે પોતે પૂરમાં ફસાયા હતા. : બંદિશ શાહ,કાઉન્સિલર,વોર્ડ-7



પૂરને કોર્પોરેશન તંત્ર રોકી શકી નથી,પુર આવ્યું એ વાતને અમે સ્વીકારીએ છે :

પૂરના સમયમાં જે રેસક્યુ વર્ક અને જે રાહત સામગ્રી પહોંચાડવાની હતી. એમાં તકલીફો પણ પડી છે,અડચણો પણ આવી છે. વડોદરા શહેરના તમામ કાઉન્સિલરો પોતાના એરિયામાં કીટનું વિતરણ હોય કે લોકોને રેસ્ક્યુ કરવાના હોય કે જે અનાજની કીટો આવી છે. એનું વિતરણ કરવાનું હોય, સાફ-સફાઈમાં દિવસ રાત મહેનત કરી અને આ લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી છે. લોકોમાં રોષનો માહોલ છે. કારણ કે પૂર આવે અને નવા એરિયામાં પાણી ભરાય એ લોકોની ઘરવખરીને નુકસાન થાય અને પૂર આવ્યું છે. એ સત્ય હકીકત છે અને પૂરને કોર્પોરેશન તંત્ર રોકી શકી નથી. કારણ કે વરસાદ ભારે હતો ઓરના તારાજી પછી જે કામગીરી કરવાની છે કારણ કે પ્રજા કોર્પોરેશનના તંત્રને પુર પછીની કામગીરી કરતું હોય છે કમિશનર અધિકારીઓ અને તમામ વહીવટી તંત્ર લાગેલું છે અને ઘણી જગ્યાએ ડ્રેનેજ પાણી નહીં ઈલેક્ટ્રીક સમસ્યા સર્જાઈ હતી જે બાબતમાં પણ આ વખતે બોધપાઠ લીધો છે એ પ્રમાણે આગોતરી તૈયારી કરવા માટે તમામ કાઉન્સિલરો અને માહિતગાર કર્યા છે આજની સભા છે એટલે પૂર્ણ મુખ્યત્વે મુદ્દા ચર્ચામાં રહેશે પણ પુર આવ્યું છે એ અમે સ્વીકારીએ છીએ : ડો.શીતલ મિસ્ત્રી,અધ્યક્ષ, સ્ટેન્ડિંગ કમિટી

To Top