સુરત શહેરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. (Corona In Surat) છેલ્લાં 10-12 દિવસમાં આ બિમારીના સૌથી વધુ કેસ શહેરના રાંદેર અને અઠવા ઝોનમાં (Rander And Athwa Zone) જોવા મળ્યા છે. આ બંને વિસ્તારની કેટલીક સોસાયટી-એપાર્ટમેન્ટને કલ્સટર (Society and Apartment Cluster) જાહેર કરવામાં આવ્યા છે. હવે નવરાત્રિ આડે બે જ દિવસ બાકી છે ત્યારે કોરોના પોઝીટિવના વધતા કેસને સુરત મનપાના આરોગ્ય વિભાગ ગંભીર બન્યું છે.
રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોય તેવી ક્લસ્ટર જાહેર સોસાયટીઓને નવરાત્રિ નહીં યોજવા અને ક્લસ્ટર આસપાસની અને એકાદ કેસ નોંધાયો હોય તેવી સોસાયટી-એપાર્ટમેન્ટોના પ્રમુખ, આયોજકોને કોવિડ ગાઇડનું પાલન કરી નવરાત્રિ ઉજવવી પરંતુ જો કેસ નોંધાશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે એમ પાલિકાએ જુદી જુદી બે નોટિસ ફટકારી છે.
- મહાપાલિકાએ રાંદેરના 30 અને અઠવા ઝોનના 41 ક્લસ્ટર એરિયામાં નવરાત્રિ નહીં યોજવા નોટીસ ફટકારી છે
- નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.
- સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ આવશે તો એપીડેમીક ડીસીઝ એકટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેરમાં જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ અને પ્રથમ રેડ ઝોન જાહેર થયો એ રાંદેર બાદ અઠવા ઝોન વિસ્તારમાં કોરોના સતત વકરી રહ્યો છે. પોઝિટિવ દર્દીઓમાં ધાર્મિક તહેવારની યાત્રાની હિસ્ટ્રી જ આવી રહી છે. ત્યારે સતત વધતા કેસ જોતાં મહાપાલિકાએ રાંદેરના 30 અને અઠવા ઝોનના 41 ક્લસ્ટર એરિયામાં નવરાત્રિ નહીં યોજવા નોટીસ ફટકારી છે. એટલું જ નહીં બીજા છુટા કેસ નોંધાયા હોય અને આસપાસનાં વિસ્તારોમાં એપાર્ટમેન્ટ-સોસાયટીઓને તમામ પ્રિકોસન જાળવી નવરાત્રિ ઉજવવાની રહેશે.
જો પોઝિટિવ કેસ નોંધાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની બે નોટિસ ફટકારાય છે. પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે. પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ આવશે તો એપીડેમીક ડીસીઝ એકટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.