Comments

એક્શન ન લેવી એ પોતે જ એક એક્શન છે

“જેને શસ્ત્રો વીંધી નથી શકતા, અગ્નિ બળી નથી શકતી, પાણી ભીંજવી નથી શકતું અને હવા સુકવી નથી શકતી. તે આત્મા પરિવર્તનહીન, સર્વવ્યાપી, અચલ, સ્થિર છે”ત્રીસ વર્ષ પહેલાં કાર્ટૂનિસ્ટ સુધીર તૈલાંગે ગીતાનો આ શ્લોક લખી તત્કાલીન વડા પ્રધાનનું કાર્ટુન દોર્યુ હતું આનો સંદર્ભ નરસિમ્હા રાવની આલોચના અને કામકરવાની ક્ષમતાનો હતો. તેની સામે મૂળ વાંધો એ હતો કે મુશ્કેલીના સમયે તેમણે કંઈ જ કર્યું નહીં. સક્રિય સામે નિષ્ક્રિય માણસ; જવાબદારી અને અનિશ્ચત નેતા. તૈલાંગના કાર્ટૂનમાં જ્યારે ચક્રવાતના કારણે દેશને નુકસાન થતું હતું ત્યારે રાવ આંખો બંધ રાખીને બેઠા હતા. રાવની આ બેદરકારી બતાવી હતી. અને લઘુમતીમાં હોવાથી વડા પ્રધાન અન્ય લોકોને કાયદા દ્વારા દબાણ કરી શકતા નહીં, સંસદમાં ફક્ત 240 બેઠકો હોવાને કારણે કોંગ્રેસ નેતા બંધાયેલા હતા. તે સમયે કોંગ્રેસમાં અંદરોદંર હરીફ હતા.

આની એક બાજુ ઇરાદાપૂર્વકની હતી જે નરસિમ્હાની કાર્યશૈલી હતી. ‘એક્શન ન લેવી એ પોતે જ એક એક્શન છે’એક ઇન્ટરવ્યુઅરને આ જણાવ્યું હતું (તે દિવસોમાં વડા પ્રધાન પોતાને સવાલ પૂછવા દેતા) એક ડાયરીસ્ટે આઉટલુક મેગેઝિનમાં રાવ માટે લખ્યુ હતું “નરસિમ્હા રાવે જડતા માટે જે કર્યું છે, તે ન્યૂટન પણ ન કરી શકે. અલબત એવું લાગે છે કે ‘નિષ્ક્રિયતા એ શ્રેષ્ઠ ક્રિયા છે’ તેમનો નિયમ અપનાવી જે જશ મળ્યો છે તેના આધારે સાથીદાર G. સંજીવા રેડ્ડીએ કહ્યુ હતું કે ‘‘તે વિચારક છે ઓચિંતા પગલા લેનાર વ્યક્તિ નથી” અને “ત્વરીત નિર્ણયો ન લેવાની લાલચને દૂર રાખવાની ક્ષમતા” ધરાવનાર વ્યક્તિ છે.

તે સમય અશાંતિનો હતો, કારણ કે સમયગાળામાં મંદિર, મંડળ હિંસા, 1992નાં રમખાણો, 1993માં બોમ્બ વિસ્ફોટ, સંસદમાં ભ્રષ્ટાચાર, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પર મહાભિયોગ, આર્થિક સંકટ. આ તમામ દુ:ખો દેશમાં હતાં, રાવ સામે આ બધું હતું છતા રાવ ટકી રહ્યા, ને બચી ગયા. ચાલો આપણે રાવ અને તેમની કાર્યશૈલીની તુલના આપણા હાલનાં નેતા સાથે કરીએ, જેએ કાર્ય કરવા અને નિર્ણય લેવા ખૂબ જાણીતા છે, બ્રાન્ડિંગ મૂજબ તો દેખાય છે. આ 17 જૂને લખવામાં આવી રહ્યું છે. મણિપુર 3 મેથી એટલે કે 45 દિવસથી રમખાણોની લપેટમાં છે. વડા પ્રધાને તેના માટે થોડુંઘણું કર્યું છે. ગૃહમંત્રીને ત્યાં પહોંચતા લગભગ એક મહિનો લાગ્યો 30 મેના રોજ ગયા, જોકે તેમની મુલાકાતથી હિંસાનો અંત ન આવ્યો કારણ કે બોલવા સિવાય બીજું કંઈ કર્યુ નહીં. આ બાજુ પીએમ તરફથી શબ્દો પણ નથી આવ્યા.

પછી તે કહે પણ શું? કે ડબલ એન્જિન સરકાર પડી ભાંગી? કાયદો, વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા જેવા રાજ્યના મૂળભૂત કામ પણ નથી કરી શકતા? ના, તે એવું નહીં કહે. આ તેમની કાર્યશૈલી નથી. એટલે તેમણે મૌન પસંદ કર્યું, કદાચ એ આશામાં કે આ બધું તેમના પર આવશે અને પછી તેમણે કંઈ કરવું નહીં પડે. થોડા સમય પહેલા જ આમ થયું છે. 17મી એપ્રિલ 2021ના રોજ, તેઓ આસનસોલમાં હતા, જ્યાં તેમણે સંબોધતા કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી મોટી રેલી છે. તે દિવસે 2 લાખથી વધુ લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું અને આવનારા થોડા દિવસોમાં આ સંખ્યા ડબલ થશે. ભારતની હોસ્પિટલો અને સ્મશાનના દ્રશ્યોએ આખી દુનિયાએ સમાચારમાં જોયા. જેમાં સરકારની અસમર્થતા અને દોષારોપણ જોવા મળ્યા.

આફતના નામે સરકાર સ્થિર થઈ અને વડા પ્રધાન ગાયબ થઈ ગયા. 2020 માર્ચથી સપ્ટેમ્બર સુધીના સાત મહિનામાં મોદી રીઅ.લ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી 82 વાર દેખાયા, પછીના ચાર મહિનામાં તેમણે આવી 111 મુલાકાત કરી. ફેબ્રુઆરીથી 25 એપ્રિલ 2021 સુધીમાં તેમણે 92 જાહેર કાર્યક્રમ કર્યા. 25 એપ્રિલ 2021માં કુંભ અને બંગાળ રેલીઓ રદ કર્યા પછી તે ગાયબ થઈ ગયા. 20 દિવસ સુધી જાહેરમાં તેમની એક પણ હાજરી ન આવી.

પોતાની જાતને ત્યારે જ બતાવી જ્યારે તેમને લાગતું કે ઘાત ટળી ગઈ છે ને હવે કોઈ સખત, તાત્કાલિક સવાલનો સામનો નહીં કરવો પડે. તે બીજું શું કરી શક્યા હોત? તેઓ બાંયો ચઢાવી સાથે લોકો સાથે કામ કરવા ગયા હોત. એ હોસ્પિટલમાં ગયા હોત જ્યાં એરપોર્ટ પર કાયદાના કારણે વિદેશી સહાય રોકી રાખવામાં આવી હતી, ગયા મહિને મણિપુરના લોકોને મળવા માટે ગયા હોત. જો સફળ થવાની થોડી પણ સંભાવના હોય કે નિષ્ફળતા સાથે જોડાવાની સંભાવના હોય તો પણ એક નેતા મુશ્કેલ સમયમાં પગલું ભરે છે કારણ કે તે જ નેતૃત્વ છે.

તમે એ કરો છો કારણ કે એક નેતા તરીકે તે કરવા માટે તમે બંધાયેલા છો. મોદી દૂર રહે છે આગળ નથી વધતા, જે મણિપુરએ જોયું, જે બીજી લહેરમાં ભોગ બનેલા અને બચેલા લોકોએ જોયું. તે પગલા નથી ભરતા, તેમના મંત્રીઓ પણ દૂર રહે છે અને તેનાથી સમસ્યાઓ વધી જાય છે. ગૃહમંત્રીએ ઇમ્ફાલમાં વહેંલા હોવું જોઈતું હતું પણ કોઈ દબાણ નથી કારણ કે વડાપ્રધાન ચૂપ છે. તમે કોઈને 18 વખત મળ્યા હોય તો તે વ્યક્તિએ કંઈ ખોટું કર્યું હશે તો તેમે તેનાં મોઢેં કહેંશે. પણ મોદીએ શી જિનપિંગને એ પૂછવા માટે ફોન ન કર્યો કે, લદ્દાખમાં જે કરી રહ્યા હતા તે કેમ કરી રહ્યા હતા. સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કરવા કોઈ વ્યક્તિગત જવાબદારી લેવામાં ન આવી. નરસિમ્હા રાવે પણ આવું જ કર્યું હશે. પરંતુ તેમણે કામગરા હોવાનો ઢોંગ ન કર્યો અને તેમણે કહ્યંર ન હતું કે તે જવાબદાર નેતા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top