Gujarat

ભૂતકાળમાં જે લોકોએ અમારા નેતા પર જૂતા ફેંકયા હતા, આજે તેમના પર પડી રહ્યા છે : નીતિન પટેલ

બુધવારે વિસાવદરની ઘટનામાં આપના મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી પર થયેલા હુમલાની ઘટના બાદ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. અમદાવાદમાં વિવિધ સમારંભો દરમ્યાન ગુરૂવારે નાયબ મુખ્ય.મંત્રી નીતિન પટેલ અમદાવાદમાં કહ્યું હતું કે ભૂતકાળમાં જે લોકોએ અમારા નેતા પર જૂતા ફેંકયા હતા, આજે તેમના પર પડી રહ્યા છે.

અમદાવાદમાં 152 કરોડના વિકાસના પ્રોજેકટના લોકાર્પણ કરવાના સમારંભમાં પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જે ઘટના બની છે તેનું મને પણ દુ:ખ છે. જો કે ભૂતકાળમાં અમારા નેતા પર પણ આ જ લોકોએ જૂતા ફેંકયા હતા. એટલુ જ નહી સોશયલ મીડિયા પર મેસેજ પણ મૂકયા હતા. હવે તેઓની સામે પણ આવુ જ થઈ રહ્યું છે એટલે તેમને દુ:ખ થાય. પટેલે કહ્યું હતું કે મને મીડિયા દ્વારા જ જાણકારી મળી રહી છે કે અગાઉ આપના અગ્રણીઓ જ્યારે બે દિવસ પહેલા સોમનાથ મંદિરે દર્શન માટે ગયા હતા તે વખતે ભ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનો વિરોધ કરાયો હતો.

જો કે તે પછી એક નેતાએ દિલગીરી વ્યકત્ત કરી લીધી હતી. તે પછી આ જ નેતાઓ જ્યારે લેરિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે પણ ભ્રહ્મ સમાજના કાર્યકરોએ વાંધો લીધો હતો. જેના કારણે ઘર્ષણ થયું હતું. આપના જ એક નેતાએ ભૂતકાળમાં ભ્રહ્મ સમાજ સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે આ ઘટના બની હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે રેલી કે વિરોધ પ્રદર્શન દરમ્યાન હિંસાનો હું વિરોધ કરૂં છુ. ભૂતકાળમાં અમારી સામે પણ કાળા વાવટા કે પ્રદર્શનો થયા છે. એટલું જ નહીં સભા પણ રદ કરવી પડી છે. જો કે લોકશાહી પદ્ધતિથી આવા વિચારો રજૂ થાય તો તેને કરવા દેવા જોઈએ.

Most Popular

To Top