Vadodara

મોબાઈલ બેંકિંગની માહીતી આધારે એકાઉન્ટ ખાલી કરતો ભેજાબાજ ઝડપાયો

વડોદરા: અમદાવાદના વેપારીનો ફોન ચોરી કરી તેઓનો સંપર્ક કરી પોલીસ તરીકેની ઓળખ આપી ભેજાબાજે જરૂરી માહિતી જાણી લઈ ફોનમાંથી યુપીઆઈ આડી દ્વારા કુલ રૂ.4.27 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.આ મામલે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે ભેજાબાજને ઝડપી પાડ્યો હતો. ત્યારે પુછપરછમાં ભેજાબાજે આજ રીતે 7 જણા સાથે છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યુ હતું. અમદાવાદ ખાતે રહેતા અને લોજીસ્ટીકનો ધંધો કરતા નિલેશ ભુપેન્દ્રભાઈ વિઠલાણી તેમના પાર્ટનર યોગેન્દ્રભાઈ સાથે વડોદાર રલ્વે સ્ટેશનથી ટ્રેન મારફતે પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક ભેજાબાજે તેઓનો ફોન ચોરી લીધો હતો. નિલેશભાઈને ફોન ન જણાતા યોગેન્દ્રભાઈના ફોનથી પોતાના ફોન પર ફોન કર્યો હતો. ત્યારે સામેથી થોડા સમય બાદ યોગેન્દ્રભાઈના ફોન પર નિલેશભાઈના જ ફોન પરથી ફોન આવ્યો હતો. સામેથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મુકેશ શર્મા મેઘનગર ખાતેથી બોલતો હોવાનું અને તેઓનો ફોન ચોરી પાસેથી મળ્યો હોવાનું કહી તે ભેજાબાજે નિલેશભાઈના ફોન સહિત અન્ય જરૂરી માહિતી મેળવી લઈ ફોનમાં યુપીઆઈ મારફતે 30 ટ્રાન્સઝેકશન કરી રૂ.4.27 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેઓના સોર્સીસ એક્ટીવ કરી માસ્ટર માઈન્ડ આયુશ અનિલભાઈ ડાગા(રહે, વડોદરા)ને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે તેની પાસેથી ચોરીના 10 ફોન સહિત 11 એટીએમ કાર્ડ કબ્જે કર્યા હતા. 

Most Popular

To Top