Charchapatra

વર્તમાન યુગના લગ્ન સબંધો

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ લગ્નબંધન પવિત્ર ગણાય છે. વર્તમાન પેઢીની માનસિકતામાં બદલાવ આવ્યો છે. અને ‘લીંવ ઇન રીલેશન’માં રહેવાનું પણ વિના સંકોચે સ્વીકારે છે. એ એમના જીવનનો અંગત મામલો કહી શકાય. કદાચ લગ્ન એમને બંધન લાગતું હોય ! બંને પક્ષ એકમેકના સાનિધ્ય દ્વારા એકમેકની માનસિકતા કયા પ્રકારની છે એ જાણી લે છે. (ફાવશે કે નહીં અનુકૂલન આવી શકાશે કે નહીં) એક દૃષ્ટિકોણ મુજબ યોગ્ય કહેવાય કે, ભવિષ્યમાં છૂટાછેડા કે લગ્નવિચ્ચેદના સંજોગ ઉપસ્થિત ન થાય. સમજીને આજીવન મૈત્રીભાવ કેળવીને અલગ થવાનું પગલું પણ સ્વીકાર્ય આજના ઘણા યુગલ સંતાનોને જન્મ આપવાનું પણ પસંદ નથી કરતા!

કદાચિત સંતાનની જવાબદારી સ્વીકારવા ન માંગતા હોય પણ આ પ્રકારના નિર્ણયથી ભવિષ્યમાં, કોણ કાકાનો દિકરો કે કોણ મામાનો દિકરો’ એમ સ્વજન અને સ્નેહીજનએ સબંધોથી દૂર થતા જાય છે! પહેલાં બહોળો પરિવાર હોવાથી એકમેકની અગવડા સગવડ સચવાઇ જતી કપરા સંજોગોમાં પરિવારજનોની હુંફ રહેતી. હવે તો સદ્દનશીલતા કે સમાધાનવૃત્તિના અભાવે વિભકત કુટુંબની પ્રથા ‘વિકાસ’ પામે છે. માતા પિતા શહેરમાં જ હોવા છતાં એમના પુત્ર-પુત્રવધુ અલગ રહે છે. એમાં અનુકુલન અને સમાધાન વૃત્તિ દાખવવી બંને પક્ષની જવાબદારી રહે છે. વડીલોએ પણ યુગ (જમાના) પ્રમાણે બાંધછોડ કરવી જ રહી. અયોગ્ય પરંપરાને તિલાંજલી આપવી જ જોઇએ અને વર્તમાન પેઢીએ પણ વડીલોનું માન સન્માન જાળવી એમની ટેકણ લાકડી બનવું જ જોઇએ. બંને પક્ષે સમજદારી દર્શાવવી અગત્યની આઝે છૂટાછેડા જાણે સામાન્ય વાત થઇ ગઇ છે. કયારેક સહનશીલતાની ઓછપ પણ પરિવાર વિખેરી નાંખે છે.
સુરત                   – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top