National

વેસ્ટ હોમને હરાવી માન્ચેસ્ટર સિટીએ પ્રીમિયર લીગમાં સતત 20મી જીત મેળવી

ઇટાલિયન લીગ સીરી-એમાં વેરોનાની ટીમે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ યુવેન્ટસને ડ્રો પર રોકવામાં સફળતા મેળવી હતી. યુવેન્ટસ તરફથી રોનાલ્ડોએ ગોલ કર્યો, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. માન્ચેસ્ટર સિટીએ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં સતત 20 મી જીત નોંધાવી. શનિવારે તેઓએ વેસ્ટ હેમને 2-1થી હરાવી હતી હતી.

સીરી-એ: યુવેન્ટસ પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર
શનિવારે મોડી સાંજે યોજાયેલી મેચમાં યુવેન્ટસ કોચ આન્દ્રે પીરોલો નવી ટીમ સાથે વેરોનાના હોમ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. ટીમમાં ઘણા વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. મેચનો પ્રથમ ગોલ રોનાલ્ડો દ્વારા ફ્રેડેરીકો ચિસાની મદદથી કરવામાં આવ્યો હતો. 60 મી મિનિટમાં યુવેન્ટસને તેની લીડ બમણી કરવાની તક મળી, પરંતુ એરોન રામસેનો શોટ વિરોધી ટીમના ગોલકીપરે અવરોધ્યો. ત્યારબાદ, વેરોનાના એન્ટોનીન બારાકે 77 મી મિનિટમાં ગોલ કરીને તેને 1-1થી બરાબર કરી દીધો. યુવેન્ટસ 46 પોઇન્ટ સાથે સીરી-એ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ઇન્ટર મિલાન 53 પોઇન્ટ સાથે પ્રથમ અને એસી મિલન 49 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

પ્રીમિયર લીગ: માન્ચેસ્ટર સિટીએ વેસ્ટ હોમને 2-1થી હરાવ્યું
માન્ચેસ્ટર સિટીએ વેસ્ટ હેમને 2-1થી હાર આપી હતી. સિટી કોચ પેપ ગાર્ડિઓલાની કારકિર્દીની આ 500મી જીત છે. તે જ સમયે, માન્ચેસ્ટર સિટીના કોચ તરીકેની આ તેની 200 મી જીત છે. સિટી કોચ તરીકે પેપની આ 273 મી મેચ હતી. સિટી તરફથી રૂબેન ડાયસે 30મી મિનિટમાં ગોલ કરીને ટીમને લીડ આપી હતી. જોકે, મિશેલ એન્ટોનિયોએ 43 મી મિનિટમાં ગોલ કરીને વેસ્ટ હેમની બરાબરી કરી લીધી. પહેલા હાફ સુધી બંને ટીમોનો સ્કોર 1-1થી રહ્યો હતો.
બીજા હાફમાં, બંને ટીમોએ લીડ લેવાનો પ્રયાસ કર્યો અને માન્ચેસ્ટર સિટીના જ્હોન સ્ટોન્સે 68 મી મિનિટમાં ગોલ કરીને ટીમને 2-1ની લીડ અપાવી. માન્ચેસ્ટર સિટી અંત સુધી આ લીડ ટકાવી અને જીતી ગયું. આ જીત સાથે, માન્ચેસ્ટર સિટી 62 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને તેમની સ્થિતિ મજબૂત બનાવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top