જુવાનજોધ પત્ની ઇન્દુબેને પોતાનો સુહાગ ગુમાવ્યો, યુવાનના 11 વર્ષના પુત્ર ધૃતિક અને નવ વર્ષની પુત્રી સુહાનીએ પિતાની છત્રછાયા ગુમાવી…..બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી...
ફળીયામા મરણ થતા પાણી ઓસરવાની રાહ જોવાઈ સિધ્ધી ઈન્ડસ્ટ્રીઝના પાણી રહેણાંક વિસ્તારમા ફરી વળ્યા વાઘોડિયા: સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાછળ ભુરી તલાવડી વિસ્તારમા ક્યાક...
શહેરના નટુભાઇ સર્કલ પાસે આવેલ પસાભાઇ પાર્ક પાસેના વૃંદાવન એસ્ટેટ માં વરસાદી તેમજ ડ્રેનેજના પાણી ફરી વળતાં સ્થાનિકોને હાલાકી સ્થાનિકોમાં તંત્ર તથા...
ટેસ્લાના માલિક એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના ફેક્ટ ચેક ફીચરે ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોના ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા સંબંધિત...
વિશ્વની નંબર-1 ખેલાડી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલારુસની આરીના સબાલેન્કાએ (27) સતત બીજી વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું છે. તેણે શનિવારે રાત્રે આર્થર...
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે અભિનયની દુનિયામાં પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તે...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સાંસદો માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કર્યું છે. આ વર્કશોપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
ચંદ્રગ્રહણ એક અદ્ભુત ખગોળીય ઘટના છે અને આજે આખો દેશ તેનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ...
જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ રવિવારે રાજીનામું આપ્યું. શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) માં વિભાજન ટાળવા માટે ઇશિબાએ આ પગલું ભર્યું છે....
ફાયરબ્રિગેડના જવાનોએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો મોટો ધડાકો થતા આસપાસના લોકો ટોળે વળ્યાં,સદ નસીબે મોટી દુર્ઘટના થતા ટળી ( પ્રતિનિધી )વડોદરા,તા.7 વડોદરા...
પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો ફરી વધી ગયો છે. માલદા જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અબ્દુર રહીમ બક્ષીએ જાહેરસભા દરમિયાન ભાજપના ધારાસભ્ય શંકર...
વડોદરાના દેણા બ્રિજ પર ખાડા અને નાના અને સાંકડા બ્રિજની હાલત પર ઉઠ્યા સવાલ વડોદરા નેશનલ હાઈવે પર દેણા બ્રિજ પાસે ફરી...
ટ્રકમાં ફસાયેલી બે વ્યક્તિનો ફાયરબ્રિગેડે સફળ બચાવ કર્યો, ગામમાં રાહતનો શ્વાસ વડોદરા: જળબંબાકાર વચ્ચે જામ્બુઆ નદીના કિનારે એક ટેન્કર બે વ્યક્તિઓ ફસી...
આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું પરિસ્થિતિ ગમે ત્યારે વણસે તેવી શક્યતા ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી...
આ કોઝવેના ઘોવાણ થી ખેડુતો અને નોકરીયાતોને 8 થી 9 કિમીનો ફોગટનો ફેરો ફરવો પડશે. વડોદરા સહિત વાઘોડિયા ગ્રામ્યમા છેલ્લા એક સપ્તાહથી...
મકાનો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીનો સામનો કરવા મજબુર લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર, લોકોની વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ( પ્રતિનિધી...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંનું એક કહેવાય છે. તાજેતરના એક અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં BCCIએ કમાણીનો...
લુણાવાડા: મહીસાગર જિલ્લાના સંતરામપુરના માનગઢ પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી. સંતરામપુરના માનગઢ ખાતે જવાના રસ્તા પર ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા એક ડુંગર...
અસરગ્રસ્ત લોકોને નજીકની શાળામાં ખસેડાયા*વડોદરા: ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોલકાતાની કોર્ટમાં સહારા ઇન્ડિયા ગ્રુપ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ 1.74 લાખ કરોડ રૂપિયાના ચિટફંડ કૌભાંડ...
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધુ ખતરનાક બની રહ્યું છે. તાજેતરમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઇલોથી મોટો હુમલો...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભુત પગલા ગામના એક પરિવારને ગંભીર અકસ્માત નડયો છે. ગામમાં જ ઘાસ લેવા દેવગઢ બારીઆ તાલુકાના...
ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરથી હાલત ગંભીર બની ગઈ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં ભારે તબાહી...
નવી દિલ્હી, તા. 6 (PTI): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે નવી દિલ્હીના સમર્થનથી...
નવી દિલ્હી, તા. 6(PTI) શનિવારે અહીંની એક કોર્ટે જમ્મુ અને કાશ્મીરના બારામુલાના લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદને ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ...
ચેન્નાઈ, તા. 6 (PTI): વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ભારતના અજોડ પરાક્રમનો એક ઝળહળતો...
નવી દિલ્હી, 6 : સપ્ટેમ્બર (પીટીઆઈ): સીમાચિહ્નરૂપ જીએસટી સુધારાને ‘લોકોનો સુધારો’ ગણાવતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે વિવિધ ઉત્પાદનો માટે દરોને...
વડોદરા,તા. 6 : પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો માલસામાન ભરેલો રોપ-વે...
નવી દિલ્હી, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકાની ભાગીદારીના સકારાત્મક મૂલ્યાંકનની ઊંડી પ્રશંસા કરી...
વિશ્વામિત્રીની સપાટી નિયંત્રણમાં રહે ત્યાં સુધી આજવા સરોવરમાંથી પાણી છોડાશે આજવા સરોવર ખાતે લગાવવામાં આવેલી પંપ સિસ્ટમનો જરૂર પડે પાણી ખાલી કરવા...
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના નાયબ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ અચાનક મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ, સફાઈની સ્થિતિ અને તૂટી ગયેલી સુવિધાઓ અંગે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
મુલાકાત દરમિયાન નાયબ આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, બાથરૂમ અને અન્ય વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દીઓને મળતી મૂળભૂત સુવિધાઓ સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. ખાસ કરીને વોર્ડના બાથરૂમ સ્વચ્છ અને વ્યવસ્થિત રહે તે અંગે સત્તાધીશોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલની કેટલીક જગ્યાઓ પર ટાઇલ્સ ઉખડી ગયેલી તેમજ જર્જરિત હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવા જણાવ્યું હતું. હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં સુધારો લાવવા માટે સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. બાદમાં યોજાયેલી બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, આરએમઓ તેમજ પીડબલ્યુડી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રફુલ પાનસુરીયાએ પોતાના આગવા અંદાજમાં અધિકારીઓને તાકિદ કરી હતી કે જો કોઈને સુરત સિવિલ હોસ્પિટલમાં કામ કરવાની ઇચ્છા ન હોય તો તેઓ રાજ્યની અન્ય જગ્યાએ ફરજ બજાવી શકે છે, પરંતુ દર્દીઓની સુવિધાઓ સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકારવામાં આવશે નહીં.ખાસ કરીને હોસ્પિટલમાં વારંવાર એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ રહેતી હોવાની ફરિયાદો તેમજ પીએમ રૂમમાં પણ આવી સમસ્યાઓ સામે આવતાં તેમણે અધિકારીઓને આડા હાથ લીધા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક સુધારવા જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન તેમણે તાજેતરમાં શરૂ થયેલી લાયન્સ કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી.આ સમગ્ર મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના ચીફ આરએમઓ ડો. કેતન નાયક, નર્સિંગ યુનિયન ગુજરાતના પ્રમુખ ઇકબાલ કડીવાલા તેમજ વિવિધ વિભાગોના એચઓડી હાજર રહ્યા હતા. નાયબ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલ રાજ્યની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાઓમાંની એક છે અને આગામી સમયમાં પણ વિવિધ વિભાગોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવશે. સાથે જ અગાઉ આપવામાં આવેલી સૂચનાઓ અને ટકોરનો અમલ થયો છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવશે.