વડોદરાના દેણા બ્રિજ પર ખાડા અને નાના અને સાંકડા બ્રિજની હાલત પર ઉઠ્યા સવાલ વડોદરા નેશનલ હાઈવે પર દેણા બ્રિજ પાસે ફરી...
ટ્રકમાં ફસાયેલી બે વ્યક્તિનો ફાયરબ્રિગેડે સફળ બચાવ કર્યો, ગામમાં રાહતનો શ્વાસ વડોદરા: જળબંબાકાર વચ્ચે જામ્બુઆ નદીના કિનારે એક ટેન્કર બે વ્યક્તિઓ ફસી...
આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું પરિસ્થિતિ ગમે ત્યારે વણસે તેવી શક્યતા ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી...
આ કોઝવેના ઘોવાણ થી ખેડુતો અને નોકરીયાતોને 8 થી 9 કિમીનો ફોગટનો ફેરો ફરવો પડશે. વડોદરા સહિત વાઘોડિયા ગ્રામ્યમા છેલ્લા એક સપ્તાહથી...
મકાનો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીનો સામનો કરવા મજબુર લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર, લોકોની વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ( પ્રતિનિધી...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંનું એક કહેવાય છે. તાજેતરના એક અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં BCCIએ કમાણીનો...
લુણાવાડા: મહીસાગર જિલ્લાના સંતરામપુરના માનગઢ પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી. સંતરામપુરના માનગઢ ખાતે જવાના રસ્તા પર ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા એક ડુંગર...
અસરગ્રસ્ત લોકોને નજીકની શાળામાં ખસેડાયા*વડોદરા: ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોલકાતાની કોર્ટમાં સહારા ઇન્ડિયા ગ્રુપ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ 1.74 લાખ કરોડ રૂપિયાના ચિટફંડ કૌભાંડ...
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધુ ખતરનાક બની રહ્યું છે. તાજેતરમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઇલોથી મોટો હુમલો...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભુત પગલા ગામના એક પરિવારને ગંભીર અકસ્માત નડયો છે. ગામમાં જ ઘાસ લેવા દેવગઢ બારીઆ તાલુકાના...
ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરથી હાલત ગંભીર બની ગઈ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં ભારે તબાહી...
નવી દિલ્હી, તા. 6 (PTI): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે નવી દિલ્હીના સમર્થનથી...
નવી દિલ્હી, તા. 6(PTI) શનિવારે અહીંની એક કોર્ટે જમ્મુ અને કાશ્મીરના બારામુલાના લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદને ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ...
ચેન્નાઈ, તા. 6 (PTI): વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ભારતના અજોડ પરાક્રમનો એક ઝળહળતો...
નવી દિલ્હી, 6 : સપ્ટેમ્બર (પીટીઆઈ): સીમાચિહ્નરૂપ જીએસટી સુધારાને ‘લોકોનો સુધારો’ ગણાવતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે વિવિધ ઉત્પાદનો માટે દરોને...
વડોદરા,તા. 6 : પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો માલસામાન ભરેલો રોપ-વે...
નવી દિલ્હી, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકાની ભાગીદારીના સકારાત્મક મૂલ્યાંકનની ઊંડી પ્રશંસા કરી...
વિશ્વામિત્રીની સપાટી નિયંત્રણમાં રહે ત્યાં સુધી આજવા સરોવરમાંથી પાણી છોડાશે આજવા સરોવર ખાતે લગાવવામાં આવેલી પંપ સિસ્ટમનો જરૂર પડે પાણી ખાલી કરવા...
સુરતમાં મોડી રાત સુધી ગણેશ વિસર્જન ચાલ્યું હતું. વિસર્જન યાત્રામાં મોડે મોડે જોડાવાના સુરતીઓના ટ્રેન્ડને કારણે રાત્રે ઓવારાઓ પર મોડે સુધી વિસર્જન...
ગોત્રી વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સોસાયટી વિભાગ-2ના બંધ મકાનનમાં તસ્કરો ત્રાટક્યાંપાડોશીએ ફોન કરી ચોરીની જાણ કરતા વૃદ્ધે તાત્કાલિક દોડી આવી ફરિયાદ નોંધાવીપ્રતિનિધિ વડોદરા...
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મેક્રોન સાથેની વાતચીત...
આજે અનંત ચતુર્થીએ ભક્તો શ્રીજીનું વિસર્જન કરી તેમને ભાવભીની વિદાય આપી રહ્યા છે ત્યારે આ અનેરા અવસરે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા...
સુરતમાં ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે. સાંજે છ વાગ્યા સુધીમાં 58 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાઈ ચુક્યું છે જેમાં 5500 મોટી અને...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા તળાવો ખાતે આજે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં...
લખનૌ યુનિવર્સિટીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી અને યુવક એક યુવકને 26...
પાવાગઢ ખાતે માલસામાન લઈ જતી ગુડ્સ રોપ વે શનિવારે તૂટી પડી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર,...
આણંદ,શનિવાર:: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલી સૂચના...
વડોદરા : મેઘરાજાએ જમાવટ કરી છે અને સતત ત્રણ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પાલિકાનું તંત્ર રોડ પર...
વીકએન્ડના મિની વેકેશનમાં રાજકોટની આર.કે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્ના એક ગ્રુપે દીવમાં પિકનીકનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ મિત્રો સાથે મજા કરવા નીકળેલા આ ગ્રુપ...
ફતિયાવાદ નજીક સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાથી પંથકમાં અરેરાટી
માતાએ બે માસૂમ પુત્રીઓને પાણીમાં ફેંકી પોતે પણ મોતની છલાંગ લગાવી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.9
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં એક જ પરિવારના 4 સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. માતાએ પોતાની બે માસૂમ દીકરીઓને નહેરમાં ફેંકી પોતે આત્મહત્યા કરવા કૂદી પડી હતી, જેમને બચાવવા માટે પિતાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ચારેય સભ્યો ડૂબી ગયા હતા.

કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામે રહેતા સપનાબેન સોલંકી ગત સાંજે પોતાની 3 વર્ષની પુત્રી નીતિ અને માત્ર 3 માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પુલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર આ માતાએ કાળજું કઠણ કરીને પોતાની બંને ફૂલ જેવી દીકરીઓને ધસમસતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.

આ દ્રશ્ય જોઈ ત્યાં દોડી આવેલા પતિ વિનુભાઈ સોલંકીએ પત્ની અને બાળકોને મરતા બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર નહેરમાં છલાંગ લગાવી હતી. નહેરમાં પાણીની ઊંડાઈ અને પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પરિવારના આ ચારેય સભ્યો લાંબો સમય ટકી શક્યા નહોતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા નહેર પર ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને શોધખોળ શરૂ કરી હતી.
સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ નહેરના ઊંડા પાણીમાંથી એક પછી એક એમ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ પોલીસમાં જાણ કરતા પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પારિવારિક કંકાસ કે અન્ય કોઈ કારણસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘરકંકાસમાં પગલું ભર્યુ હોવાની દિશામાં તપાસ તેજ
કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજોગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.