નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર આજે જોરદાર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. હજારો Gen-z છોકરાઓ અને છોકરીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા...
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ભારતના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સતત આ સિસ્ટમને વધુ...
દર વર્ષે આપણને ચોમાસાનાં બેવડા સ્વભાવનો અનુભવ થાય છે. એક સ્વભાવ છે જીવન આપનાર અને બીજો છે જીવન ખોરવી નાખનાર, નષ્ટ કરનાર....
દાહોદ : જેલમાં કેદ થવાની હતાશાઓ કે માતા પિતા હવે આર્થિક અને સામાજીક બોજ સહન કેવી રીતે કરશે એવા આત્મ મનોમંથન વચ્ચે...
વર્ષ 2025માં કુદરતના પ્રકોપ સમાન એક બાજ એક ઘટનાઓ જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંય દિવસોથી ઉત્તર ભારતમાં અતિ ભારે વરસાદ અને...
દેવગઢ બારીયા નગરપાલિકામાં કલયુગી પુત્રનું કૃત્ય દાહોદ : દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નં. ૪, ધાનપુર...
દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં રવિવારે રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની. ગ્રીન ફિલ્ડ કોલોનીમાં સ્થિત એક ઘરના પહેલા માળે એસી ફાટવાથી...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને ખુલ્લું સમર્થન આપ્યું છે. ઝેલેન્સકીએ જણાવ્યું કે ટ્રમ્પે ભારત સહિતના કેટલાક દેશો...
ભાદરવા મહિનાની પૂનમથી શરૂ કરીને શ્રાદ્ધપક્ષ ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે. પૂનમે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનું મૃત્યુ પૂનમના દિવસે...
બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિથી લઈને આજની તારીખ સુધી સમગ્ર વિશ્વ અમેરિકાની જાગીર જેવું રહ્યું છે. અમેરિકા પાસે એટલી બધી લશ્કરી અને આર્થિક તાકાત...
આપણા દેશમાં કાયદો ક્યારે કોને લાગુ પડે તેનો આધાર વ્યક્તિ કઈ છે, તેનું સ્ટેટસ શું છે, તે રાજકારણમાં કયો રોલ ભજવે છે,...
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે લાલ કિલ્લાની સામે યોજાયેલા જૈન સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાંથી 1 કરોડ રૂપિયાના કળશની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે....
આપણી સનાતની પ્રજા આપણા વાર તહેવારો વ્રત કથાઓ હોય કે સામાજિક ધાર્મિક ઉત્સવો હોય પહેલા કરતા વધુ દંભ દેખાડામાં ઉજવવામાં પડી હોવાનું...
આજકાલ જીએસટીના દરોમાં સરકાર દ્વારા છૂટ આપવાની જાહેરાતોની ચર્ચા છે. ત્યારે જણાવવાનું કે દરેક રાજ્યોમાં એસજીએસટી અલગ છે. જેમાં રાજ્યોના ઉદ્યોગોમાં લાગુ...
એક વાર એક મોટીવેશનલ સ્પીકર જીવનમાં આવતા પડકારો વિશે બોલી રહ્યા હતા. લાંબી સ્પીચ આપ્યા બાદ તેઓ વચ્ચે અટક્યા અને કાચના ગ્લાસમાં...
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ગદરમાં હાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં બે...
મારી પૃષ્ઠભૂમિનાં ભારતીયો – મધ્યમ વર્ગના, વ્યાવસાયિક પરિવારોમાંથી અને અંગ્રેજીભાષી – સામાન્ય રીતે પોતાના દેશ સિવાયના દેશોની માહિતી અથવા સમજ મેળવવા માટે...
ત્રણ સપ્ટેમ્બર ૨૦૨૫. ચીનમાં વિક્ટેરી યોજાઈ ગઈ. ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના દિવસે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારી ત્યારબાદ બીજા દિવસે ચીને જાપાન સાથેના...
ઉત્તર ભારતમાં આ સમયે ચોમાસુ એક મોટો પડકાર બની ગયું છે. દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદ અને પૂરની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે....
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું ખેડા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યા છે. નદીના ધસમસતા પાણી કાંઠા છોડી નજીકના ગામમાં...
ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીતી લીધો છે. કોરિયન ટીમ ભારત સામે ટકી શકી નહીં. ટાઇટલ...
વડોદરા: રાજ્યમાં તથા ઉપરવાસમાં છેલ્લા ચોવીસ કલાક થી સતત વરસાદને પગલે હવે ઠેરઠેર નદી નાળા તળાવો સહિત જળાશયો છલકાઈ રહ્યા છે.શહેરમા વિશ્વામિત્રી...
વડોદરા તાલુકાના આસોજ ગામ ખાતેથી છેલ્લા 25 વર્ષથી અંબાજી મંદિરે પગપાળા યાત્રા યોજી ધજા ચઢાવવામાં આવે છે. (પ્રતિનિધિ) વડોદરા તા.07 વડોદરા જિલ્લાના...
(પ્રતિનિધિ) વડોદરા તા. 07 શહેરમાં ગત તા.27 ઓગસ્ટ ને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી બુધવારથી શહેરમાં ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રીજીની સ્થાપના...
અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને ઇઝરાયલ ટૂંક સમયમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. આનાથી અમેરિકન...
ગત મહિને થયેલા ઝઘડાની અદાવત રાખી કાચા કામના કેદીનું કારસ્તાન ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયોપ્રતિનિધિ વડોદરા તા.7વડોદરા સેન્ટ્રલ જેલમાં ગત...
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફાના જન્મ દિવસની ઉજવણીના અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. સરકાર કી...
બંધ પડેલી કચરાની ગાડીને ટક્કર મારી કારને અડફેટે લીધી બ્રિજની દીવાલ સાથે અથડાતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ ( પ્રતિનિધી )વડોદરા,તા.7 અકસ્માત...
પરિવારે કમાઈને ખવડાવનાર દીકરો ગુમાવ્યો, યોગ્ય વળતર મળે અને ન્યાય મળે એવી પરિવારજનો માંગ કરી રહ્યા છે પ્રતિનિધિ બોડેલીયાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે...
“હાય રે કોર્પોરેશન હાય હાય”ના નારાઓ લાગ્યા, તંત્ર નિંદ્રાધીન, પરશુરામ ભઠ્ઠામાં જળ ભરાવથી જનજીવન ઠપ થતા નાગરિકોનો તંત્ર સામે આક્રોશ વડોદરામાં વિશ્વામિત્રી...
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના નાયબ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ અચાનક મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ, સફાઈની સ્થિતિ અને તૂટી ગયેલી સુવિધાઓ અંગે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
મુલાકાત દરમિયાન નાયબ આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, બાથરૂમ અને અન્ય વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દીઓને મળતી મૂળભૂત સુવિધાઓ સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. ખાસ કરીને વોર્ડના બાથરૂમ સ્વચ્છ અને વ્યવસ્થિત રહે તે અંગે સત્તાધીશોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલની કેટલીક જગ્યાઓ પર ટાઇલ્સ ઉખડી ગયેલી તેમજ જર્જરિત હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવા જણાવ્યું હતું. હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં સુધારો લાવવા માટે સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. બાદમાં યોજાયેલી બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, આરએમઓ તેમજ પીડબલ્યુડી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રફુલ પાનસુરીયાએ પોતાના આગવા અંદાજમાં અધિકારીઓને તાકિદ કરી હતી કે જો કોઈને સુરત સિવિલ હોસ્પિટલમાં કામ કરવાની ઇચ્છા ન હોય તો તેઓ રાજ્યની અન્ય જગ્યાએ ફરજ બજાવી શકે છે, પરંતુ દર્દીઓની સુવિધાઓ સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકારવામાં આવશે નહીં.ખાસ કરીને હોસ્પિટલમાં વારંવાર એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ રહેતી હોવાની ફરિયાદો તેમજ પીએમ રૂમમાં પણ આવી સમસ્યાઓ સામે આવતાં તેમણે અધિકારીઓને આડા હાથ લીધા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક સુધારવા જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન તેમણે તાજેતરમાં શરૂ થયેલી લાયન્સ કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી હતી.આ સમગ્ર મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના ચીફ આરએમઓ ડો. કેતન નાયક, નર્સિંગ યુનિયન ગુજરાતના પ્રમુખ ઇકબાલ કડીવાલા તેમજ વિવિધ વિભાગોના એચઓડી હાજર રહ્યા હતા. નાયબ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલ રાજ્યની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાઓમાંની એક છે અને આગામી સમયમાં પણ વિવિધ વિભાગોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવશે. સાથે જ અગાઉ આપવામાં આવેલી સૂચનાઓ અને ટકોરનો અમલ થયો છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવશે.