ધાનપુરના નણુ ગામનો યુવક ગણેશ વિસર્જન કરતી વખતે ડૂબી ગયો દાહોદ, બારીયા ફાયર વિભાગે વહેલી સવારે મૃતદેહને શોધીને બહાર કાઢ્યો યુવકનું મોત...
પાદરા: ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ સર્જાતા કડાણા ડેમમાં પાણીની આવક ઝડપથી વધી હતી. જેના કારણે ડેમમાંથી અંદાજે 8 લાખ ક્યુસેક જેટલું...
વડોદરા મહાનગર માં આગામી દિવસોમાં જ્યારે હેલમેટ અંગે નો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે સાંસદ ડૉ . હેમાંગ જોશીએ વડોદરાના...
ગત મહિને પરીક્ષા દરમિયાન ગેરરીતિ મામલે વિધ્યાર્થી દ્વારા એમ.એસ.યુનિવર્સિટીને ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કાર્યવાહી અંગેની મૌખિક બાંહેધરી આપવામાં...
વિદેશ મંત્રાલય (MEA) એ વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોના તાજેતરના નિવેદનોની સખત નિંદા કરી છે, તેમને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે....
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ધોધમાર વરસાદ રાત્રી દરમિયાન પડતા નસવાડીની અશ્વિન નદી બે કાંઠે જીવન જરૂરી ચીજવસ્તુઓ વિના ગ્રામજનો મુશ્કેલી માં મુકાયા...
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાએ આજે ભારતીય બજારમાં તેની પહેલી કાર ‘ટેસ્લા મોડેલ વાય’નું પહેલું યુનિટ...
ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ: ડભોઇ તાલુકાના અમરેશ્વર ગામની નવી નગરીમાં ઢાઢર અને દેવ નદીના પૂર ના પાણી એ તારાજી સર્જી છે. પૂરના...
શિનોર તાલુકાના દિવેર ગામે વાલકેશ્વર હનુમાનજીના મંદિરની આજુબાજુ પાણી ફરી વળ્યા શિનોર: ઊપરવાસમાં વરસાદ પડવાથી સરદાર સરોવરમાં પાણીની આવક વધતા સરદાર સરોવર...
ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. સોરઠીયા પ્રજાપતિ કુંભાર સમાજના બ્રેઈનડેડ...
ગજરા ગામના ૪૫ વર્ષીય યોગેશભાઈ નાયકાનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન છોટાઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે બુધવારે ગણેશ વિસર્જન...
જીએસટી કાઉન્સિલ દ્વારા ટેક્સના દરોમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. હવે જીએસટીમાં ચારના બદલે બે જ 5 અને 18 ટકાનો જ સ્લેબ...
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ બે કારણોસર ખાસ બનવાનું છે. પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જેનો સૂતક કાળ...
ટેરિફ પરના તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમની ટ્રુથ સોશિયલ મીડિયા પોસ્ટ પર ડોનાલ્ડ...
પ્રશાસન અને પોલીસની નિષ્ક્રિયતાથી વાહન ચાલકો મોતના ખાડામાં પછડાઈ રહ્યા છે જાંબુઆ બ્રિજથી સર્વિસ રોડ પર વરસાદી ખાડાથી ભારે હાલાકી: સતત કેટલા...
ધીરજ જનરલ હોસ્પિટલમાં તથા વાઘોડિયા સુધી મુખ્ય માર્ગો પર પાણી જ પાણી (પ્રતિનિધિ) વડોદરા તા.05 ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી,તળાવો સહિત જળાશયોમાં...
ગણેશ વિસર્જનના એક દિવસ પૂર્વે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તણાવ ઉભો થયો છે. મુંબઈ પોલીસને મળેલા એક ધમકી ભર્યા મેસેજ બાદ અફરાતફરી...
આવતીકાલે શનિવારે તા. 6 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જનનો દિવસ છે. બાપ્પાના વિસર્જન માટે તંત્રએ આગોતરી તૈયારીઓ કરી રાખી હતી, પરંતુ...
IPS ઓફિસર DSP અંજલિ કૃષ્ણાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી...
વડોદરા તારીખ 5 ગોરવા ગામમાં રહેતા વૃધ્ધના પુત્ર, પુત્રવધુ અને પૌત્રીને અમેરિકા જવાના વિઝા બનાવી આપવા બહાને એજન્ટે રૂ.26.80 લાખ પડાવ્યા હતા....
મેન્સ ક્રિકેટ એશિયા કપ શરૂ થાય તે પહેલા ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવા લુકમાં જોવા મળ્યો છે. દુબઈ પહોંચ્યા પછી તેણે...
રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ લગાવીને દંડ ફટકારનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુરોપ પાછળ પડી ગયા છે. ગુરુવારે વિશ્વ...
લોકોના મકાનો અને દુકાનોમાં મહિસાગર નદીના પાણી ઘૂસ્યા,ગામ બેટમા ફેરવાયું*( પ્રતિનિધિ) વડોદરા તા. 05 ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે...
ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ તા – 05/09/2025ડભોઇમાં વિતેલા ૨૪ કલાકમાં વરસાદે નગર અને તાલુકાને રીતસર ઘમરોળી નાખ્યું હતું. મુશળધાર વરસી પડેલા વરસાદને...
ફૂડ ઓર્ડર કરવા માટે ઝોમેટો અને સ્વિગી જેવી એપ્સનો ઉપયોગ હવે મોંઘો પડી શકે છે. GST કાઉન્સિલે નક્કી કર્યું છે કે હવે...
પ્રતિનિધિ સંખેડા સંખેડા તાલુકાનું કંટેશ્વર ગ્રામ પંચાયતનું હરીપુરા ગામ ની ચારે બાજુ પાણી ફરી વળ્યું છે. વારંવાર તંત્રને ધ્યાન દોરાતા તંત્ર નિંદ્રાદિન...
ઉત્તર ભારતમાં આ વખતે ચોમાસાએ ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર સતત બે અઠવાડિયા સુધી...
સંખેડા: સંખેડા હાંડોદ રોડ પર પેટ્રોલપંપ પાસે રોડ પર પાણી ભરાતા લક્ઝરી બસના પેસેન્જર ફસાયા હતા. સંખેડામાં ભારે વરસાદને પગલે કોતરમાં પુર...
બોડેલી: છેલ્લા 24 કલાક થી છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ બોડેલીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો બહાર...
જય અંબે પદયાત્રા સુખસરનો સંઘ 1997 થી શરૂ થયો, હાલ 29 વર્ષ પૂર્ણ કર્યા ( પ્રતિનિધિ ) સુખસર,તા.5 હિન્દુ ધર્મ ભારતીય ઉપ...
ફતિયાવાદ નજીક સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાથી પંથકમાં અરેરાટી
માતાએ બે માસૂમ પુત્રીઓને પાણીમાં ફેંકી પોતે પણ મોતની છલાંગ લગાવી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.9
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં એક જ પરિવારના 4 સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. માતાએ પોતાની બે માસૂમ દીકરીઓને નહેરમાં ફેંકી પોતે આત્મહત્યા કરવા કૂદી પડી હતી, જેમને બચાવવા માટે પિતાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ચારેય સભ્યો ડૂબી ગયા હતા.

કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામે રહેતા સપનાબેન સોલંકી ગત સાંજે પોતાની 3 વર્ષની પુત્રી નીતિ અને માત્ર 3 માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પુલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર આ માતાએ કાળજું કઠણ કરીને પોતાની બંને ફૂલ જેવી દીકરીઓને ધસમસતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.

આ દ્રશ્ય જોઈ ત્યાં દોડી આવેલા પતિ વિનુભાઈ સોલંકીએ પત્ની અને બાળકોને મરતા બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર નહેરમાં છલાંગ લગાવી હતી. નહેરમાં પાણીની ઊંડાઈ અને પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પરિવારના આ ચારેય સભ્યો લાંબો સમય ટકી શક્યા નહોતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા નહેર પર ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને શોધખોળ શરૂ કરી હતી.
સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ નહેરના ઊંડા પાણીમાંથી એક પછી એક એમ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ પોલીસમાં જાણ કરતા પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પારિવારિક કંકાસ કે અન્ય કોઈ કારણસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘરકંકાસમાં પગલું ભર્યુ હોવાની દિશામાં તપાસ તેજ
કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજોગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.