વડોદરા: રાજ્યમાં આવતીકાલે GPSC દ્વારા DySO અને નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે. પરંતુ ભારે વરસાદની આગાહી અને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ...
સુરતમાં બપોર બાદ ગણેશ વિસર્જન યાત્રાનો ભાગળ ચાર રસ્તા ખાતે રંગ જામ્યો હતો. ભાગળ ચાર રસ્તા ખાતે સુરતના ફેમસ દાળિયા શેરીના ગણેશજી...
NSUIની વિરોધ પ્રદર્શન સાથે યુનિવર્સીટીના રજિસ્ટારને રજૂઆત જીકાસ કમિટી સાથે બેઠક કરી વિદ્યાર્થીઓના હીતમાં યોગ્ય નિર્ણય લેવા રજીસ્ટારે ખાતરી આપી ( પ્રતિનિધી...
વડોદરાના છાણી વિસ્તારમાં નંદનગરની સામે આવેલી પ્રશાંતિ ગ્રીન રેસીડેન્સીની દિવાલ શનિવારે ધરાશાયી થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવાલની બાજુમાં એક ગોડાઉન...
કપૂરાઈ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી સાત લોકોની ધરપકડ કરીવડોદરા તારીખ 6વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં કુતરુ ભસવા મુદ્દે બે પાડોશી પરિવાર...
નવી દિલ્હી: GST કાઉન્સિલે ઓટો સેક્ટરને મોટો પ્રોત્સાહન આપ્યું છે. નાની કાર, બાઇક અને સ્કૂટર પર GST 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો...
શહેરમાં આ વખતે મોટી ગણેશ પ્રતિમાઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે ત્યારે વિશાળકાય ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ડુમસ હજીરા અને મગદલ્લા ખાતે કરાઈ રહ્યું...
દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં જૈન ધાર્મિક સમારોહ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. અહીં યોજાયેલા જૈન શિબિરમાંથી ધોળા દિવસે બે કિંમતી...
આવતીકાલે તા. 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે. ધાર્મિક...
આણંદ, શનિવાર::* પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં...
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ (પ્રતિનિધિ) વડોદરા તા.06...
કપડવંજ:;લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી પાણી છોડવાની પરિસ્થિતિથી કપડવંજના અસરગ્રસ્ત ગામોને સૂચિત કરાયા છે. અરવલ્લી જિલ્લાની લાંક જળાશય અને વરાસી જળાશયમાંથી આજરોજ...
દર વર્ષે અહીં આ પરિસ્થિતિ ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી કોઈ નિકાલ ન આવતા રહીશોને હાલાકી *પાણીમાં મગરો અને સરિસૃપ...
ગાંધીનગર : રાજસ્થાનના જોધપુર પર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જયારે અરબ સાગર પર એક ચક્રવાતી હવાનું દબાણ સક્રિય છે, જેની...
જો કે, નદીનું ભયજનક લેવલ 26 ફૂટ વડોદરા: વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજામાંથી હજુ 6,500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને અમેરિકા સંબંધો અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પના નિવેદન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની...
દરરોજ દુનિયાના જુદા જુદા ખૂણામાંથી સમાચાર આવી રહ્યા છે કે AI માનવીઓની નોકરીઓ છીનવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઝડપથી કોર્પોરેટ ક્ષેત્રમાં પોતાની...
સુરતઃ ગણેશ વિસર્જનની આગલી રાતે ઈચ્છાપોરમાં ભયંકર અકસ્માત થયો હતો. અહીં રોંગ સાઈડ પર દોડતા ટ્રેક્ટરે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતને...
સુરત: ઉધના વિસ્તારમાં રહેતા વકીલ તેમજ પૂર્વ કોર્પોરેટરના પુત્ર ફિરોઝખાન પઠાણ (ઉં.વ.આશરે 50 વર્ષ)એ પાલ કેબલ-સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન...
મુંબઈમાં અનંત ચતુર્દશીના દિવસે 400 કિલો RDXથી શહેરને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને પોલીસએ નોઈડાથી પકડી લીધો છે. આ વ્યક્તિની ઓળખ અશ્વિની...
ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા : રિફાઈનરી અને ફર્ટિલાઈઝર દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે દર વર્ષે કપરી પરિસ્થિતિનું નિર્માણ : (...
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં ભારત તરફથી આ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે નહીં. તેમની જગ્યાએ વિદેશ મંત્રી એસ. જયશંકર...
રાહુલ ગાંધીની ૧૩૦૦ કિલોમીટર લાંબી ‘મતદાર અધિકાર યાત્રા’, જે ચૂંટણી થવાની છે તે હિન્દી પટ્ટના બિહારના ઉબડખાબડ અને ઉથલપાથલને પાર કરીને યોજાઈ...
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો અંત આવ્યો છે અને એનડીએ સરકારે માન્યું છે કે, બધું સમુસૂતરું પાર પડી ગયું છે તો એ સરકારની ભૂલ...
આપણો વર્ષોનો અનુભવ કહે છે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો કરવાનો હોય ત્યારે કંપનીઓ, વેપારીઓ અને દુકાનદારો તેનો તાત્કાલિક અમલ શરૂ...
વડોદરા: મહી નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી હોવાથી મહી નદીમાં આજરોજ શનિવારે બપોરે 11...
ડભોઇ વડોદરા માર્ગ પર રાજલી ક્રોસિંગ પાસે ઢાઢર નદી ના પાણી ફરી વળ્યા ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ તા – 05/09/2025 ડભોઇ વડોદરા...
વડોદરાની કાંસોમાંથી પ્લાસ્ટિક કચરાની સફાઈ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાની કામગીરી શરુ પ્રાથમિક તબક્કામાં પંચવટી કાંસ ખાતે ટ્રેશબૂમ નામનું સાધન લગાવાયું વડોદરા મહાનગરપાલિકા દ્વારા...
213.15 ફૂટે સરોવરથી પાણી છોડાયું, 213.35 ફૂટે પહોંચતા દરવાજા બંધ કરાય આજવા સરોવરમાંથી 5.13 MCM પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી વધી વડોદરામાં...
તા.07 સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના દિવસે સવારે 11:19 ક. થી ગ્રહણ વેધ પ્રારંભ થશે,ગ્રહણનો સ્પર્શ રાત્રે 8:10 કલાકે થશે,ગ્રહણનો મધ્ય ભાગ રાત્રે 11:21...
ફતિયાવાદ નજીક સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાથી પંથકમાં અરેરાટી
માતાએ બે માસૂમ પુત્રીઓને પાણીમાં ફેંકી પોતે પણ મોતની છલાંગ લગાવી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.9
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં એક જ પરિવારના 4 સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. માતાએ પોતાની બે માસૂમ દીકરીઓને નહેરમાં ફેંકી પોતે આત્મહત્યા કરવા કૂદી પડી હતી, જેમને બચાવવા માટે પિતાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ચારેય સભ્યો ડૂબી ગયા હતા.

કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામે રહેતા સપનાબેન સોલંકી ગત સાંજે પોતાની 3 વર્ષની પુત્રી નીતિ અને માત્ર 3 માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પુલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર આ માતાએ કાળજું કઠણ કરીને પોતાની બંને ફૂલ જેવી દીકરીઓને ધસમસતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.

આ દ્રશ્ય જોઈ ત્યાં દોડી આવેલા પતિ વિનુભાઈ સોલંકીએ પત્ની અને બાળકોને મરતા બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર નહેરમાં છલાંગ લગાવી હતી. નહેરમાં પાણીની ઊંડાઈ અને પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પરિવારના આ ચારેય સભ્યો લાંબો સમય ટકી શક્યા નહોતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા નહેર પર ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને શોધખોળ શરૂ કરી હતી.
સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ નહેરના ઊંડા પાણીમાંથી એક પછી એક એમ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ પોલીસમાં જાણ કરતા પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પારિવારિક કંકાસ કે અન્ય કોઈ કારણસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘરકંકાસમાં પગલું ભર્યુ હોવાની દિશામાં તપાસ તેજ
કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજોગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.