કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન :...
સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા...
જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ...
રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં...
સર્વોચ્ચ અદાલતે બુધવારે સલાહ આપી હતી કે કેન્દ્ર સરકારે એક વ્યવસ્થા અપનાવવી જોઈએ જેમાં કોવિડ-19ના ટેસ્ટ કરતી ખાનગી લેબ લોકો પાસે વધુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના તમામ પક્ષોના સંસદીય નેતાઓને જણાવ્યું હતું કે ૧૪મી એપ્રિલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એકી સાથે ઉઠાવી લેવામાં નહીં આવે....
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત કોરોનાવાયરસ સંકટને લઇને દેશવ્યાપી લોકડાઉનનાં 15મા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની...
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી રાજ્યમાં રાજકીય ચર્ચાઓ અને અટકળો તેજ બની ગઈ છે. રાજ્યપાલે દિલ્હીમાં રહેતાં લોક ભવનમાંથી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઝડપથી ફેલાયા હતા અને રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. રાજ્યપાલના અચાનક રાજીનામા પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યપાલ પર રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી. વી. આનંદ બોઝના અચાનક રાજીનામાના સમાચારથી હું આઘાત પામી છું અને ખૂબ જ ચિંતિત છું. તેમના રાજીનામા પાછળના કારણો મને હાલમાં ખબર નથી. જોકે, પ્રવર્તમાન પરિસ્થિતિઓને જોતાં, આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ રાજ્યપાલ પર કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી ચોક્કસ રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તો મને આશ્ચર્ય થશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રીએ મને હમણાં જ જાણ કરી કે શ્રી આર. એન. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે આ સંદર્ભમાં સ્થાપિત પરંપરા મુજબ ક્યારેય મારી સાથે સલાહ લીધી નથી. આવા કાર્યો ભારતના બંધારણની ભાવનાને નબળી પાડે છે અને આપણા સંઘીય માળખાના પાયા પર પ્રહાર કરે છે. કેન્દ્રએ સહકારી સંઘવાદના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને લોકશાહી પરંપરાઓ અને રાજ્યોની ગરિમાને નુકસાન પહોંચાડતા એકપક્ષીય નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ.
ડૉ. સીવી આનંદ બોસને 17 નવેમ્બર, 2022ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 5 માર્ચે એટલે કે આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક વપરાશકર્તાઓએ ચૂંટણી પહેલા રાજ્યપાલના રાજીનામાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. આનંદ બોસનો કાર્યકાળ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર સાથે અનેક મુદ્દાઓ પર મતભેદ રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂક, કાયદો અને વ્યવસ્થા તેમ જ અન્ય કેટલાક વહીવટી મુદ્દાઓ પર રાજ્યપાલ અને મમતા બેનર્જી સરકાર વચ્ચે વારંવાર ટકરાવ જોવા મળ્યો હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજ્યપાલનું આ રાજીનામું બંગાળના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે, કારણ કે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યપાલની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાય છે. હાલમાં આ મામલે રાષ્ટ્રપતિ ભવન કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા વિગતવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે રાજ્યપાલના આ અચાનક પગલાએ બંગાળની રાજનીતિમાં નવા પ્રશ્નો ઉભા કર્યા છે.