ભારત સરકારમાં જ્યારે પણ કોઈ સાંસદનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવે ત્યારે તેને પદ અને ગોપનીયતાના સોગંદ લેવડાવવામાં આવે છે. સાથે સાથે...
મુંબઈ. પુણે પોલીસે 2 ફેબ્રુઆરીએ 11 વર્ષીય છોકરાની હત્યા (MURDER)ના કેસમાં 13 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. છોકરાની ડેડબોડી ગત મહિનાની 31...
નવી દિલ્હી (New Delhi): રક્ષામંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath singh) ગુરૂવારે રાજ્યસભામાં ભારત-ચીન સરહદીય વિવાદને (India China Face Off) લઇને મોટો...
ચમોલી ( CHAMOLI) ઉત્તરાખંડ ( UTTRAKHAND) સ્થિત ચમોલી દુર્ઘટનામાં રાજ્ય પોલીસમાં હેડ કોન્સટેબલ તરીકે કામ કરતો 4૨ વર્ષનો મનોજ ચૌધરી ( MANOJ...
ગોધરા: લુણાવાડા રોડ ઉપર ખાનગી કંપની દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન પીવાના પાણી ની લાઈન તૂટતાં આ વિસ્તારના રહીશોને પીવાનું પાણી મળતુ બંધ...
દાહોદ: દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે કડાણાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા સાતેક દિવસથી આ પાણીનો વેડફાટ થવાની સાથે સાથે આ...
GANDHINAGAR : ગુજરાત ભાજપ ( BHAJAP) ના લાખો કાર્યકર્તાઓ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા...
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા સંદર્ભે ધરપકડ કરાયેલા અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન આ વાક્ય...
સીંગવડ: સીંગવડ તાલુકાના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને સિંગવડ તાલુકા 2021 મતદાન પહેલી વખત તાલુકો બન્યો...
લુણાવાડા: મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસે મો પોલીસ અત્યાચારને કારણે પહેલા અર્જન ગઢવી નામના યુવાનના મૃત્યુથી સમગ્ર ચારણ સમાજમાં રોષ ફેલાતા રાજ્યભરમાં...
પાંચ મહિનાની તીરા હવે વધુ જીવી શકશે એવી સંભાવના છે. હકીકતમાં ફક્ત પાંચ મહિનાની આ બાળકી તે એસએમએ ટાઇપ 1 બીમારીથી પીડિત...
નડીયાદ: ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પીપલગ ચોકડીએ વોચ ગોઠવીને પેટલાદના રીઢા ઘરફોડીયાને ચોરીના ૧૬.૨૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને અંજાર...
વડોદરા : વડોદરાના કેમિકલ કંપની પર સાયબર એટેકની ઘટના સામે આવી છે. જેમાં નાઇજીરિયન હેકર ગેંગ દ્વારા કંપનીના ઉત્પાદનને લગતા મોનોપોલી ડેટા...
વડોદરા : વડોદરા શહેરની મહિલાને લાઈવ બીગો સ્ટ્રીમ એપ્લિકેશન પર ઓનલાઈન બિઝનેસમાં મહિને 50 હજાર કમાણીની લાલચ આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ...
ઉત્તરપ્રદેશમાં (UTTAR PRADESH) હાલના સમયમાં જાણે ગુનેગારો વધુ મજબુત છે, બે દિવસની અંદર ફરી એકવાર તોફાનીઓએ પોલીસ પર હુમલો કર્યો છે. ઘટના...
વડોદરા : વડોદરા થી લગભગ પોણા બસો કિલોમીટર ના અંતરે અલીરાજપુર થી લગભગ 34 મહિનાની ગર્ભાવસ્થા એ જન્મેલી બાળકી ને વડોદરાની સરકારી...
વડોદરા: સેન્ટ્રલ એસટી ડેપો ખાતે નવ કલાક બાજનજરે વોચ રાખીને અમદાવાદ એટીએસ તથા વડોદરા એસઓજીના સંયુકત ટીમે હાથ ધરેલા ડ્રગ્સ રેકેટના ઓપરેશનમાં...
વડોદર: રાજ્યની છ મહાનગર પાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર માટેની જગ્યા માટે બુધવારે રીઝર્વેશન જાહેર થયું છે તેમાં વડોદરામાં પહેલા અઢી વર્ષ...
શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે શરૂ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX) 49 અંક નીચે 51,260.02 અને નિફ્ટી ( NIFTI ) 3...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 255 કેસ નોંધાયા હતાં. આજે રાજ્યમાં કોરોનાથી...
વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચ ડોમિનિક થિમ તેમજ ગ્રિગોર દિમિત્રોવ, ડેનિસ શાપોવાલોવ પોતપોતાની મેચ...
સુરત-ડુમસ રોડ પર વીઆર મોલ પાસે ફોટો શુટ કરી અડાજણ ઘરે પરત ફરતા યુવકોની સ્પોર્ટ્સ બાઈક પીપલોદના વિજય સેલ્સ પાસે કાર સાથે...
દુનિયાની બીજી સૌથી વૃદ્ધ વ્યક્તિએ કોરોના વાયરસને હરાવ્યો છે. 116 વર્ષીય લુસિલે રેન્ડન ઉર્ફ સિસ્ટર એન્ડ્રી ફ્રાન્સની નન છે. જે કોઈ પણ...
સાયણ ગામમાં પ્રભાત હાર્ડવેર નામે ગેસ કંપનીના ભરતભાઈ ગાંધી ડીલર છે. જેમનો ભત્રીજો મયૂરભાઈ પ્રવીણચંદ્ર ગાંધી (ઉં.વ.૩૭) (રહે.,સાયણ બજાર ચાર રસ્તા, ગ્રામ...
રેલવેએ આજે એના પ્રથમ થ્રી-ટાયર ઈકૉનોમી ક્લાસ કૉચ બહાર પાડ્યા હતા. રેલવે મંત્રાલય આને વિશ્વમાં સૌથી સસ્તા અને શ્રેષ્ઠ એસી મુસાફરી ગણાવે...
ખેડૂતોના વિરોધની આસપાસની ખોટી માહિતી અને ઉત્તેજનાત્મક સામગ્રીના ફેલાવાને અટકાવવાના સરકારના આદેશનો ટ્વિટરે અંશતઃ સ્વીકાર કર્યો છે. ટ્વિટરે બુધવારે કહ્યું હતું કે...
સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયાં બાદ દેશના વિવિધ શહેરોમાં ભાવ નવી ઊંચાઇએ પહોંચ્યા હતા. સરકારી ફ્યુઅલ રિટેલરોના પ્રાઈસ...
પૂર્વી લડાખના પેંગોંગ તળાવની દક્ષિણ અને ઉત્તર કાંઠે ચીન અને ભારતના અગ્ર હરોળના સૈનિકોએ ‘સહકાલીન (એકસાથે(એકસાથે) અને સંગઠિત’ પીછેહઠ શરૂ કરી છે...
દુબઇ, તા. 10 (પીટીઆઇ) : તાજેતરમાં જ પૂર્ણ થયેલી પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ઇંગ્લીશ કેપ્ટન જો રૂટ અને ભારતના બીજા દાવમાં...
અમદાવાદ: (Ahmedabad) સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Election) માટે આવતીકાલથી ભાજપ દ્વારા ચૂંટણી અભિયાન શરૂ કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદના કાંકરિયા ખાતે મનપાના 192 ઉમેદવારો...
સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર :
વાહન 2.50 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા 10 વર્ષ પૂર્ણ કરે તો સમીક્ષા બાદ વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ કરવા માટે મોકલવામાં આવશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
ગુજરાત સરકારે રાજ્યના સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવે 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના GSR 29(E) નિયમો મુજબ રજીસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી મારફતે જ કરવામાં આવશે.
ગુજરાત સરકારે જણાવ્યું છે કે, અનેક વિભાગોમાં એવા વાહનો હજુ પણ ઉપયોગમાં છે. જેઓ નક્કી કરેલી સમયમર્યાદા અને કિલોમીટર મર્યાદા પાર કરી ચૂક્યા છે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે અને તેમની કાર્યક્ષમતા પણ ઓછી રહે છે. તેથી હવે તમામ વિભાગોને વાહનોના નિકાલ માટે એકસરખી પ્રક્રિયા અપનાવવા સૂચના આપવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ સરકારી વાહન 2.50 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા 10 વર્ષ પૂર્ણ કરે તો તેની સમીક્ષા કરવામાં આવશે. જો વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ કરવા માટે મોકલવામાં આવશે. તે સિવાય 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાના રહેશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા વાહનોનો નિકાલ માત્ર રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ વ્હીકલ ફેસિલિટી મારફતે જ થશે. વાહનને કન્ડેમ જાહેર કર્યા બાદ તેની નોંધ સંબંધિત આરટીઓ એઆરટીઓ કચેરીમાં કરવામાં આવશે અને પછી સ્ક્રેપિંગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરાશે. વાહનના નિકાલ માટે તેની નિલામી કિંમત નક્કી કરતી વખતે મૂળ ખરીદી કિંમતમાંથી અંદાજે 4 ટકા દર વર્ષે ઘટાડીને મૂલ્યાંકન કરવામાં આવશે. જો વાહનની મૂળ કિંમતની વિગતો ઉપલબ્ધ ન હોય તો સમાન મોડલના વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત નક્કી કરવામાં આવશે. સ્ક્રેપિંગ પ્રક્રિયા એમએસસીટીસી અને GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ટેન્ડર અથવા હરાજી દ્વારા કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેનારા બિડર્સમાંથી સર્વોચ્ચ બોલી આપનારને વાહન સ્ક્રેપ માટે આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે જિલ્લાકક્ષાએ સમિતિ રચવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સમિતિમાં જિલ્લા કચેરીના અધિકારીઓ, આરટીઓ પ્રતિનિધિ અને સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. સમિતિ વાહનની સ્થિતિ, ઉપયોગિતા અને તેની નિલામી કિંમત અંગે અંતિમ નિર્ણય કરશે.
સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે :
આ નિયમો જીએસઆરટીસીના વાહનો, ગૃહ ખાતાના વાહનો, પોલીસ વિભાગના વાહનો તેમજ માર્ગ અને મકાન વિભાગના વાહનો સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોને લાગુ પડશે. નવી માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ આગામી સમયમાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં જૂના સરકારી વાહનો સ્ક્રેપ કરવામાં આવશે, જેના કારણે સરકારના જાળવણી ખર્ચમાં ઘટાડો થવાની સાથે પર્યાવરણને પણ લાભ થશે.