સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
સેવાસદન પાછળ જ દૂષિત પાણીની વર્ષો જૂની સમસ્યા, નવી લાઇન નખાયા છતાં નરક જેવી સ્થિતિ
વડોદરાવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત; સ્થાનિકોએ કોર્પોરેટરને બોલાવ્યા
વડોદરા: શિયાબાગ-બોરડી ફળિયા વિસ્તારના રહીશોને છેલ્લા કેટલાક સમયથી પીવા માટે દૂષિત અને ગંદુ પાણી મળી રહ્યું છે. નવી લાઈન નાખ્યા બાદ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી છે. પાણીમાં જીવડાં આવવાની ફરિયાદો વચ્ચે સ્થાનિકોએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ ઠાલવ્યો છે અને તાત્કાલિક નિરાકરણની માગ કરી છે.

વડોદરા શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવાના દાવાઓ વચ્ચે પણ શહેરના હૃદય સમા સેવાસદન કચેરીની પાછળના શિયાબાગ બોરડી ફળિયા સહિતના વિસ્તારોમાં નાગરિકોને વર્ષો જૂની પાણીની પ્રાથમિક સુવિધા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા ફરી માથું ઊંચકી છે, પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દિવાળીના સમયે વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવામાં આવી હતી. લોકોને આશા હતી કે હવે પીવાનું સ્વચ્છ પાણી મળશે, પરંતુ નવી લાઈન નાખ્યા બાદ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી. હવે નળમાંથી જીવડાંવાળું, દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે કામગીરીમાં યોગ્ય ધ્યાન આપ્યું નથી, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય વધી ગયો છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “મેયર અને સત્તાધીશો ‘ઘર ઘર નલ, ઘર ઘર જલ’ના આશ્વાસન આપે છે, પણ વાસ્તવિકતામાં નહાવાની તો દૂરની વાત, નવી લાઈનોમાંથી પણ કોઈ વપરાશમાં પાણી લેવાય એવું આવતું નથી. આ દૂષિત પાણીના કારણે વિસ્તારમાં બીમારીઓ પણ વધી રહી છે.”
પાણીની લાઇન નાખવાની કામગીરી બાદ ઈજારદાર દ્વારા રોડ-રસ્તાની કામગીરી પણ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી નથી. લાઈન નાખ્યા પછી યોગ્ય પુરાણ ન થવાના કારણે રસ્તો બેસી ગયો છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેને કારણે સિનિયર સિટીઝનોને અવર-જવરમાં ખૂબ તકલીફ પડે છે અને પડી જવાનો ભય રહે છે. સ્થાનિકોએ જણાવ્યું કે અધૂરા કામના લીધે બાળકો પણ માટીમાં પડી ગયા છે. મહિનાઓ વીતી ગયા હોવા છતાં રોડ રસ્તાની યોગ્ય કામગીરી ન થતાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.
સમસ્યાના નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાલુ સુર્વેને સ્થળ પર બોલાવ્યા હતા. કોર્પોરેટર સુર્વેએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લા એક મહિનાથી આ સમસ્યા અંગે તંત્રના અધિકારીઓને જાણ કરી છે, છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે જો ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરને વિસ્તારના લોકો સાથે રાખી રજૂઆત કરવામાં આવશે.

સ્થાનિકોએ સામૂહિક રીતે રોષ વ્યક્ત કરતા ચીમકી ઉચ્ચારી છે કે રજૂઆત બાદ પણ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં તેઓ આ દૂષિત પાણી સત્તાધીશોને પીવાની ફરજ પાડશે. વર્ષોથી ચાલતી આ પ્રાથમિક સુવિધાની સમસ્યા સામે હવે સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.