શુક્રવારથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર તોફાની બની રહેશે. વિપક્ષ ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સરકાર...
ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ નજીકના વિસ્તારોમાં અત્યારે સખત શિયાળો ચાલી રહ્યો છે અને ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ધ્રુવ નજીક આવેલો...
નવી દિલ્હી, તા. 28 બજેટમાં 80સી હેઠળની કરકપાત દોઢ લાખથી વધીને 3 લાલાખ થઈ શકે છે. ટેક્સ નિષ્ણાત અનુસાર, સેક્શન 80-સી હેઠળ...
અત્યંત તીવ્ર ઝડપે દોડતી મોટરકારોનો ક્રેઝ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઘણો છે તથા અનેક કંપનીઓ પૂરઝડપે દોડતી કારો ત્યાં બજારમાં મૂકે છે....
વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે આઠ વ્યાપક સિદ્ધાંતો રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારત અને ચીન ખરેખર ત્રિભેટે ઉભા છે...
જ્યાંથી કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં આજે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની ટીમે રોગચાળાના ઉદભવ અંગે તપાસ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો થઈ રહ્યો છે. ગત બે દિવસથી...
પારડી : પારડીના ડુમલાવ ગામના પારસી ફળિયામાં તા. 25 જાન્યુઆરીની રાત્રે કેસુરભાઈ પટેલના કોઢારામાં દીપડાએ પશુ પર હુમલો (ATTACK) કરવાની કોશિશ કરી...
વાપી, વલસાડ, નવસારી: (Valsad, Vapi, Navsari) જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી ઠંડીનું જોર વધ્યુ છે. ઉત્તર-પૂર્વીય દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને લઈ રાત અને...
એક પાકિસ્તાની પાઇલટે દાવો કર્યો છે કે તેની એક ડોમેસ્ટિક ફ્લાઇટ (DOMESTIC FLIGHT) દરમિયાન આકાશમાં એક ખૂબ જ તેજસ્વી યુએફઓ દેખાયો છે....
નવસારી: (Navsari) નવસારી – વિજલપોર પાલિકાના (Palika) વિલીનીકરણ બાદ પહેલી ચૂંટણી યોજાઇ રહી છે. આ સંયુક્ત થયેલી પાલિકામાં કુલ 13 વોર્ડ છે...
નવી દિલ્હી: 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) પર ખેડુતોએ ટ્રેક્ટર કૂચ કાઢી હતી. જેમાં આંદોલનકારીઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું. આ અવ્યવસ્થામાં...
દિલ્હીમાં મંગળવારે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED)માં હિંસા બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. દિલ્હી અને યુપીની પોલીસ ગાઝીપુર બોર્ડર પર...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણી (Election) માટે સ્વાભાવિક રીતે જ ભાજપમાંથી દાવેદારોની લાઇન લાગી છે. ત્યારે આ વખતે ભાજપમાં ધારાસભ્યોનાં સંતાનોથી...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપર (ELECTION BALLOT PAPER) થી યોજવાની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટ (GUJRAT HIGHCOURT) માં અરજી કરવામાં...
સુરતઃ (SURAT) શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક વેપારીઓ સાથે તેલના ડબ્બા (OIL BOX), સોફા, ટ્યૂબ લાઈટ સહિતની વસ્તુઓ મંગાવી છેતરપિંડી (FRAUD) કરતી ટોળકીના...
સુરત : સગરામપુરામાં આવેલી સિમ્ગા (SYMGA) સ્કૂલ દ્વારા 21 વર્ષ સુધી ભાડુ (RENT) નહીં ચૂકવાતા મૂળ જમીન માલિકોએ વકફબોર્ડમાં કરેલા દાવાને મંજૂર...
BARDOLI: બારડોલીની દસ વિદ્યાર્થિનીઓએ પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) નિમિત્તે સરદારથી સરદારની સફર સ્કેટિંગના માધ્યમથી પૂર્ણ કરી હતી. સ્ટેચ્યું ઓફ યુનિટી (STATUE OF...
DELHI : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર (MODI GOVERMENT) ને ઘેરી લેવા એકઠા થઈ ગઈ છે. કોંગ્રેસ...
છેલ્લા 24 કલાકમાં કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, છત્તીસ, કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં 400 થી વધુ કેસ નોંધાયા છે. અન્ય તમામ રાજ્યોમાં આ આંકડો...
DELHI : 26 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર રેલી ( TRACTOR RALLY) દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસાથી પોલીસ-વહીવટ ખેડૂત આંદોલનકારીઓ પર ખૂબ કડક છે. એક...
ગુજરાતના રાજકારણમાં એક તરફ ભાજપ કોંગ્રેસ મેદાને છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi)ની એન્ટ્રી થઈ છે....
કોરોના (covid – 19) ને ટાળવું હોય, શરદી થઈ હોય અથવા તેમને કઈ વાગ્યું હોય તો આપણે હમણાં સુધી સાંભળ્યું જ હશે...
‘કપડાં ઉતાર્યા વિના સ્તનનો સ્પર્શ કરવો એ જાતીય સતામણી નથી’, બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGH COURT)નો આ નિર્ણય ખૂબ જ ચર્ચામાં રહ્યો છે,...
તમે વર્ગ -5 માં ભણતા 11-વર્ષના બાળક દ્વારા શું કરવાની અપેક્ષા કરી શકો છો? ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં 11 વર્ષીય બાળક ( 11...
મધ્યપ્રદેશના (MADHAY PRADESH) રાજગઢ જિલ્લા (RAJGADH DISTRICT) માં જ્યારે એક સાથે 6 લોકોની અર્થી ઉઠી ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખો છલકાઈ...
NEW DELHI : દિલ્હી આવતા પ્રવાસીઓએ લાલ કિલ્લો (RED FORT) જોવાનું મન લઈને જ પરત ફરવું પડશે. ખેડુતોની ઉપદ્રવ બાદ દિલ્હીનો લાલ...
‘ખેડુતોની હિંસા (FARMERS VIOLENCE) દરમિયાન ઘણી વાર એવું લાગ્યું હતું કે તેઓ અમને મારી નાખશે. સામે મોત દેખાઈ રહ્યું હતું’. એમ કહીને...
વડોદરા: શહેરના વારસિયામાં આવેલા સિંધુસાગર તળાવમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જેને પગલે સામાજિક કાર્યકરોએ પહોંચીને આ મામલે કાર્યવાહી...
દાહોદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ ...
મેન્ડેટ મોડું જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય દિનુ મામા મેદાનમાં: ‘હું લડવાનું નહીં છોડું’, સંકલન ન થતાં 3 બેઠકો પર ખરાખરીનો ખેલ
વડોદરા: વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 15 બેઠકોમાંથી શુક્રવારે બાકી રહેલી 3 બેઠકો માટે ભાજપ વિરુદ્ધ ભાજપના હાઈ-વોલ્ટેજ જંગ વચ્ચે મતદાન યોજાયું હતું. અગાઉ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, પરંતુ કરજણ, પાદરા અને વાઘોડિયાની ત્રણ બેઠકો પર સહકારી રાજકારણનું કોકડું ગૂંચવાતા ચૂંટણી યોજવી પડી હતી. આ મતદાન પ્રક્રિયા વડોદરા શહેરના જ્યુબેલી બાગ ખાતે તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં હાથ ધરાઈ હતી.

જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. જોકે, વિવાદનું મુખ્ય કારણ એ બન્યું કે ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ દ્વારા મેન્ડેટ સહિત ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નહોતી.
આ સમયગાળા દરમિયાન, મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આખરે, ઉમેદવારી ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે તેના ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું.
ફોર્મ પરત ખેંચવાની તારીખે પરિસ્થિતિ વધુ ગંભીર બની. પાદરા અને કરજણ બેઠક પર ભાજપના મેન્ડેટથી વંચિત રહેલા પક્ષના જ સહકારી અગ્રણીઓએ પોતાના ફોર્મ પરત ન ખેંચતા, આ બંને બેઠકો પર ‘ભાજપ વિરુદ્ધ ભાજપ’નો સીધો જંગ સર્જાયો છે.
જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલની સામે કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીએ ઉમેદવારી કરતા આ બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. દરેક તાલુકામાં 30થી 35 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. હવે આ ત્રણ બેઠકોના પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર ટકેલી છે.
પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)નો વિરોધ…

ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ મેન્ડેટના વિવાદ પર પોતાનો સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો અને લડત ચાલુ રાખવાની વાત કરી હતી: તેમણે કહ્યું કે ”હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે.”
પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયાએ સંકલનના અભાવ પર નારાજગી વ્યક્ત કરી

ભાજપના અન્ય પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં સંકલનના અભાવને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ અંગે સવાલ ઉઠાવ્યો હતો:
”15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતીકાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય?”
”સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ના ખેંચે.”
જિલ્લા ભાજપ પ્રમુખ ફરી વાર નિષ્ફળ
વડોદરા જિલ્લામાં મોટા ભાગના સહકારી આગેવાનો ભાજપમાં પણ સક્રિય છે. સહકારી ક્ષેત્રે જે કોઈ ચૂંટણીઓ થઈ રહી છે, તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને કશી ગતાગમ પડતી નથી. આ પહેલા પાદરા એપીએમસીની ચૂંટણીમાં પણ પ્રજાપતિની અપરિપક્વતા ખુલ્લી પડી ગઇ હતી અને હવે ખરીદ વેચાણ સંઘમાં પણ તેમણે પક્ષની આબરૂ બગાડી છે. આગામી સમયમાં બરોડા ડેરી સહિતની ચૂંટણીઓ થશે તેમાં પક્ષે કોઈ નિર્ણય લઈ વરિષ્ઠ આગેવાનોને સાથે રાખવા પડશે કેમકે પ્રજાપતિને સહકારી ક્ષેત્રે કોઈ અનુભવ નથી અને કોઈ તેમની વાત ગણકારતા પણ નથી.