શ્રી જગન્નાથ મંદિરના વહીવટ વિભાગે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથના ભક્તે શ્રી પંચમીના પ્રસંગે ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ મંદિર...
ઇટાલીના સિસિલીમાં સ્થિત વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંના એક માઉન્ટ એટનામાં મંગળવારે નવો વિસ્ફોટ થયો હતો. જેને લીધે આજુબાજુનો વિસ્તાર ગરમ લાવા, ધૂમાડા...
ગયા વર્ષે, કોરોના વાયરસને કારણે, સિનેમા પ્રેમીઓ થિયેટરોમાં ફિલ્મો માણવાથી વંચિત રહ્યા હતા. હવે 2021માં પ્રેક્ષકોને મોટા પડદે પાછા લાવવાવાના છે. આખરે,...
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ઇંગ્લેન્ડના સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી ઉપરાંત ટી-20 સ્પેશિયાલિસ્ટ ડેવિડ મલાન તેમજ ભારતના અનકેપ્ડ ખેલાડી મહંમદ અઝહરૂદ્દિન પર...
અહીંના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની પિન્ક બોલ ટેસ્ટ પહેલા નવી એલઇડી ફ્લડ લાઇટ લગાવવામાં આવી છે, જેનાથી નવા લુકના...
બુધવારે રાજસ્થાનમાં સતત નવમા દિવસે ઇંધણના દરમાં વધારો કરવામાં આવ્યા બાદ પેટ્રોલની કિંમત બુધવારે રાજસ્થાનમાં 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ...
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે બુધવારે કહ્યું હતું કે, ભારતમાં ટેલિકોમ ગિયર મેન્યુફેક્ચરિંગ માટે રૂ. 12,195 કરોડની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી આપી દીધી...
17 ખેડૂત જૂથો કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે ગુરુવારે આયોજીત ‘રેલ રોકો’ આંદોલનના પગલે રેલવેએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ...
બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી ગેસ લીક થતાં સુરતમાં નાનપુરામાં મુક-બધિર યુગલનું ગુંગળાઈને મોત થઈ જવાની ઘટના બની હતી. બોલી નહી શકતાં અને સાંભળી...
સુરત: (Surat) સુરત મહાનગરાપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીમાં (Election) ફરજ બજાવતા અલગ અલગ સરકારી કર્મચારીઓ માટે વીસ હજાર...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ફરી કોરોના વાઈરસે માથું ઉંચક્યું હોય તેમ લાગે છે. ભરૂચમાં શક્તિનાથ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ચાર...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્રીય મંત્રી અને દલિત નેતા રામદાસ આઠવલેએ (Union minister and Dalit leader Ramdas Athawale) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને...
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 18થી 21 ફેબ્રુઆરી સુધીમાં કોંકણ અને વિદર્ભમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તાપી અને ડાંગમાં...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળ વિધાનસભાની (West Bengal Assembly Elections 2021) ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ત્યાં સતત પોતાની સ્થિતિ મજબૂત...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પર 50520 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૌથી વધુ વોર્ડ નંબર...
પેરિસ (Paris): ફ્રાન્સની રાષ્ટ્રીય સભાએ મંગળવારે મુખ્યત્વે નગરો અને શહેરોમાં ઇસ્લામ ધર્મના વધારાને રોકવા માટે બનાવાયેલા કાયદાને મંજૂરી આપી હતી. ફ્રાન્સમાં પયગંબર...
India vs England : ઈંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી બે ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ટીમ ઇન્ડિયાની ઘોષણા...
ચંદીગઢ (Chandigarh): પંજાબમાં શાસક કોંગ્રેસે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મોટો વિજય મેળવ્યો છે. પાર્ટીએ અત્યાર સુધીમાં આઠ મહાનગરપાલિકાઓમાંથી 6 જીત મેળવી છે અને...
પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબરને માનહાનિના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી આંચકો મળ્યો છે. કોર્ટે તેમની ફોજદારી માનહાનિની અરજી ફગાવી દીધી છે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાસ્કોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમ (MTFL) ને સંબોધન કરતા આઇટી ક્ષેત્રની ઉપયોગિતા ગણાવી હતી. તેમણે એમ પણ...
સુરત: (Surat) મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ઘણા વિસ્તારોમાં રાજકારણીઓનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે....
સુરત: (Surat) 21મી ફેબ્રુઆરીએ મતદાન છે. જેને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર (Campaign) જોરમાં કરવામાં આવી...
સુરત: (Surat) કોરોના સંક્રમણ દરમિયાન સુરતમાં અને ગુજરાતમાં કામ કરતા 15 લાખથી વધુ રત્નકલાકારો અને તેમના પરિવારોને (Family) રાહત પેકેજ નહીં આપવા...
કોરોના મહાવરીને કારણે સંપૂર્ણ દેશની રેલ્વેમાં વ્યવસ્થા ખોરવાય હતી જેને કારણે લાંબા સમય થી થંભી ગયેલી ટ્રેનો ફરી થી પટ્રી પર દોડવા...
સુરત: (Surat) ડીજીજીઆઇ સમક્ષ વેપારીઓની હેરાનગતિ મુદ્દે મંગળવારે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં મુખ્ય કેસ ભૂમિ એસોસિએટ તરફથી કરવામાં આવેલા કેસ સાથે...
સુરત: (Surat) સુરત શહેર ચોકબજાર વિસ્તારમાં રહેતા તનવીર હાશમીને મુંબઈ ક્રાઈમ બ્રાંચ અઠવાડિયા પહેલા પોર્ન ફિલ્મોના (Porn Film) મામલે દાખલ થયેલા કેસમાં...
દક્ષિણ આફ્રિકાના (South Africa) 36 વર્ષીય બેટ્સમેને ઘોષણા કરી દીધી છે કે તે હવે ટેસ્ટ મેચનું ક્રિકેટ રમવાનું બંધ કરશે. ડુ પ્લેસીસે...
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર કૂચ દરમિયાન લાલ કિલ્લા પર હિંસાના કેસમાં બીજી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લાલ કિલ્લા પર હિંસાના...
New Delhi: ભારત સરકાર અને US માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર વચ્ચેના સંબંધો આજકાલ સારા નથી ચાલી રહ્યા. સરકારે ટ્વિટરને દેશના કાયદાનું પાલન કરવા...
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી ( KIRAN BEDI) ને છેલ્લા પાંચ વર્ષનો કાર્યકાળ પતે તે પહેલાં પદ પરથી દૂર કરવામાં આવ્યા...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.