સુરત: દુનિયાના તમામ દેશોને હંફાવી રહેલા કોરોના (Corona)ની ચપેટમાંથી અનેક દેશો બહાર આવી ગયા છે અને વેપાર ઉદ્યોગ (Industry)માં પણ સારો માહોલ...
અજગરી ટ્રાફિકજમણા ભરડાને લઈ 4 વર્ષ પહેલાં જ મુંબઈ-દિલ્હી અને અમદાવાદની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઇવે નં.48 પર નર્મદા નદી ઉપરથી પસાર થવું...
સુરતમાં જેલમાંથી છૂટેલા બુટલેગરે ફટાકડા ફોડી કાઢેલા સરઘસની સ્યાહી હજુ સુકાઇ નથી. ત્યારે વ્યારામાં પણ બુટલેગરનો ટોળા વચ્ચે કેક કાપતો વાયરલ થયેલા...
વાલોડ તાલુકાના અંબાચ ગામે પાંચ વર્ષિય કદાવર દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ દીપડાએ સાત જેટલાં મરઘાઓનું મારણ કર્યું...
માંડવીના દૂધ મોગરા ગામે એસિડ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન ટેન્કરમાંથી એસિડ લીકેજ થવાથી વાતાવરણ ધુમાડા જેવું સર્જાતાં અફરાતફરી...
બારડોલી નાગપાલિકામાં 1.69 કરોડના કથિત કચરા કૌભાંડ મુદ્દે બુધવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી....
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવા શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.10ના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં ગણિત વિષયના પેપરમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને...
અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત તરફ આવી રહેલી લો પ્રેશર સિસ્ટમના પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 41 કેસ નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 698 છે, જેમાંથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈએ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ના લોકાર્પણની સાથે ગુજરાતમાં અનેકવિધ 8 વિકાસ...
લંડન: (London) હાલમાં જ પુરી થયેલી વિમ્બલડન (Wimbledon) ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ પુરી થયા પછી હવે તેમાં મેચ ફીક્સીંગની (Match fixing) આશંકા સામે...
નવસારી, સાપુતારા: (Dang Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં બુધવારે ઝરમરીયો વરસાદ પડતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા...
સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) બાદ હવે સુરત બીજું એવું શહેર બન્યું છે જ્યાં કોરોના વાઈરસના વેરિયન્ટ વેરિયન્ટ અંગેની તપાસ કરવામાં આવશે. ગુજરાત...
વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના ઉટડી ગામના લોકોએ કોરોના વેક્સિન (Vaccine) અભિયાનને સાર્થક કરી 100 ટકા વેક્સિનેશન કરી પ્રેરક સંદેશો પાઠવ્યો છે. આરોગ્ય...
ગાંધીનગર: (Gandhinagar) 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં (Olympic Games) ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. રાજ્ય સરકાર (Gujarat...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાનું સંક્રમણ ઘટતા આવતીકાલથી રાજ્યમાં (Gujarat) ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થશે. ત્યારે ધોરણ 12ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સૌથી વધુ નુકસાન દક્ષિણ ગુજરાતના ટૂર એન્ડ ટ્રાવેલર્સ એજન્ટોને થયું છે. ઘણા એજન્ટો ટુરિઝમ...
સુરતઃ (Surat) કહેવાય છે કે, સુરતીઓને ટ્રાફિક સેન્સ ઓછું છે. આથી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તેમજ અકસ્માતોના કેસ...
નવી દિલ્હી: (Delhi) કોરોના પ્રતિબંધોને હળવો કર્યા પછી લોકોની બેદરકારી ફરીથી પ્રકાશમાં આવવા લાગી છે. લોકો માસ્ક (Mask) અને સામાજિક અંતર વિના...
નવી દિલ્હી: (Delhi) દોઢ વર્ષ પછી કેન્દ્રીય કર્મચારીઓનું (Central Employees) મોંઘવારી ભથ્થું (Inflation Allowance) બહાલ કરી વધારવામાં આવ્યું છે. હવે કર્મચારીઓને ડીએ...
૧૯૫૫ થી ૨૦૦૫ સુધીના સમયગાળામાં ઉત્તર ધ્રુવના ૫૦% પાણીને ગરમ કરવા માટે અને સરેરાશ તાપમાનમાં ૩૩%નો વધારો કરવા માટે વાતાવરણમાંથી ઓઝોન વાયુને...
મહાન સમ્રાટ વીર વિક્રમના રાજ્યની પડોશમાં જ સમ્રાટ ચક્રમનું રાજ્ય આવેલું હતું. મહારાજા ચક્રમનો દરબાર ખૂબ ઊંચા ગજાના વિદ્વાનો, પંડિતો અને મૂર્ધન્ય...
જીવનમાં અનેક અણધાર્યા પ્રસંગો બનતા હોય છે. સ્વપ્નામાં પણ વિચારેલું ન હોય એ વાસ્તવિક જીવનમાં આવીને ઊભું રહે છે. તમારી જે પ્રકૃતિ...
પાછલા એક અંકમાં આપણે વિટામિન Bના પ્રકારથી લઈ એના ઓવરઓલ ચિહ્નો, ફાયદા, સ્ત્રોતો વગેરે અંગે જાણ્યું. આજે આપણે એ જ વિવિધ પ્રકારોની...
તાજેતરમાં નવસારીની જિલ્લા ગ્રાહક અદાલતે એક નોંધપાત્ર ચુકાદામાં બિલ્ડરે ફલેટના અધૂરા રાખેલ બાંધકામ પૂર્ણ કરવા માટે બિલ્ડરને જવાબદાર ઠેરવી અદાલતના હુકમથી એક...
બે જુદી જુદી કોલેજના ગુજરાતી ભાષાના પ્રોફેસરો મારા બાંકડે ચા પીવા આવ્યા હતાં. એ મારે બાંકડે આવે ત્યારે વાત તો ખુબ કરે...
હું 24 વર્ષનો પરિણીત યુવાન છું. મારે એક બેબી છે. મારા વીર્યમાં ચોખા જેવા કણ આવે છે. શું મારામાં કોઇ રોગ છે?...
1994 માં મનુભાઇએ તેમના એક પત્રમાં લખેલું કે ‘ગાંધી સવાસો નિમિત્તે આકાશવાણી રાજકોટે કાર્યક્રમોનું આયોજન કર્યું હશે.’ તેમનો આ દિશાનિર્દેશ કદાચ અમે...
એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યારાહ બારાહ તેરા…તેરા કરું તેરા કરું ગીન ગીન કે ઇન્તઝાર આજા પિયા...
આપણા દેશનો વસતીનો પ્રશ્ન વિવાદીત રહ્યો છે અને તે વિવાદ સાથે રાજકારણીઓને પણ રમવાનું ફાવ્યું છે અને તેથી આવતાં વર્ષે જ્યારે ઉત્તર...
ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર હજી મંજૂર નથી, પાયાને વધુ નુકસાન થવાની ભીત
બાંહેધરી છતાં કામ નહીં: 5 મહિના પહેલાં મ્યુ, કમિશનરે 1 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપી હતી

વડોદરા ઐતિહાસિક માંડવી દરવાજાનું યોગ્ય અને તાત્કાલિક રિસ્ટોરેશન થાય તે માટે એમ.જી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસ છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે બેસીને અષ્ટાક્ષર મંત્રના જાપ કરી એક અનોખું આંદોલન ચલાવી રહ્યા છે. 8 ડિસેમ્બરના રોજ તેમના આ તપના 240 દિવસ પૂરા થયા છે, તેમ છતાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા હજી સુધી ગેટના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી, જેના કારણે પુજારી અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માંડવી ગેટની જર્જરિત હાલત અને ઐતિહાસિક સ્થાપત્યને બચાવવાની માંગ સાથે પુજારી હરિઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી રહેલો આ પ્રયાસ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી તેઓ સતત જાપ કરીને તંત્રને આ મહત્વપૂર્ણ કાર્ય માટે જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શહેરની મધ્યમાં આવેલો આ ઐતિહાસિક દરવાજો આજે પણ ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યો છે. દિવસે ને દિવસે ભારે વાહનોની અનિયંત્રિત અવર-જવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ રીતે વિલંબ થતો રહેશે તો આ ઐતિહાસિક ધરોહર કાયમી ધોરણે નુકસાન પામશે તેવી ચિંતા પુજારી અને સ્થાપત્યપ્રેમીઓએ વ્યક્ત કરી છે.
હરિઓમ વ્યાસે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કરેલી અપીલમાં જણાવ્યું હતું કે, “આશરે 5 મહિના પહેલાં કમિશનરે પોતે માંડવી ગેટનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારે તેમણે 1 મહિનામાં ગેટના રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવાશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં ટેન્ડર મંજૂર કરવાની પ્રાથમિક કાર્યવાહી પણ પૂર્ણ થઈ નથી.”
પુજારી હરિઓમ વ્યાસે કમિશનર અરુણ મહેશ બાબુને તેમની બાંહેધરીનું સ્મરણ કરાવીને તાત્કાલિક ધોરણે માંડવી ગેટનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરાય તેવી આગ્રહભરી વિનંતી કરી છે, જેથી આ ઐતિહાસિક સ્થાપત્યને વધુ નુકસાન થતું અટકાવી શકાય.