ચીને (China) ચેતવણી આપી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે, (Third World War) આ પહેલાં તેણે...
સુરતના વેસુ ખાતે આવેલી એસ.ડી. જૈન ઈન્ટરનેશનલ સ્કૂલના 43 વિદ્યાર્થીઓ ઉમરપાડાના દેવઘાટના જંગલમાં ખોવાઈ ગયા હતા. (Surat S.D. Jain School 43 students...
સુરત: (Surat) સુરતના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં (Avadh Shangrila) મંગળવારે મોડી રાત્રે પોલીસે રેડ કરી હતી. પોલીસે કરેલી રેડમાં (Police Raid)...
આયાતી પોલીયેસ્ટર સ્પન યાર્ન (Imported Polyster yarn) પર એન્ટીડમ્પીંગ ડ્યૂટી (Anty Dumping Duty) લાદવાની ભલામણ કરતો ફાઈનલ ફાઈડીંગ્સ રિપોર્ટ DGTR (Directorate General...
સુરત: (Surat) ડિંડોલીમાં રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં જ દારૂ (Alcohol) વેચવા માટે બુટલેગરોએ એક સગીર અને એક યુવકને નોકરીએ રાખ્યા હતા. પોલીસની...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) ઉપર ગોવાથી (Goa) આવેલી ફ્લાઈટમાં એક યુવક ત્રણ દારૂની (Alcohol) બોટલ સાથે પકડાતા પોલીસે ગુનો દાખલ કરી...
સુરત: (Surat) લિંબાયતમાં રેતીના વેપારીના પુત્રને મારામારીના કેસમાં ચાર દિવસ સુધી ગોંધી રાખી બેફામ માર મારવાના કેસમાં લિંબાયત પીઆઇ (Police Inspector) ઝાલા,...
રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકાર તરફથી દિવાળી બોનસ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Cabinet Meeting PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં...
સુરત : 66 લાખ સ્કવેર ફુટમાં ખજોદમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સાકાર થઈ રહેલા સુરત ડાયમંડ બુર્સમાં (Diamond Bourse) ઈન્ટરનેશનલ બાયર્સ...
સુરત: સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના (Surat Khajod Dream City Project) ભાગ સ્વરૂપે તૈયાર થઇ રહેલું સુરત ડાયમંડ બુર્સનું...
દિવાળી નજીક આવી છે ત્યારે ફટાકડા ફોડવા બાબતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટે આજે કહ્યું કે અન્યના જીવનની...
નવી દિલ્હી: (Delhi) દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોના (Reliance Jio) હજારો વપરાશકર્તાઓ આજે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિયોનું...
યૂપી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીનો કાફલો લખીમપુર ખીરી પહોંચ્યો છે. તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ...
સુરત : આશરો 60 લાખની વસતી ધરાવતા સુરત (Surat) શહેરનો વિસ્તાર હદ વિસ્તરણ પછી 326.51 ચો.કિ.મી.થી વધીને 474.18 ચો.કિ.મી. થયો છે. આમ...
સુરત : ઇમાનદારીની વાતો સાથે સુરત મનપાની ચૂંટણીમાં 27 બેઠક પર જીતેલા વિપક્ષ આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ હવે વિવાદમાં આવવા માંડ્યા...
સુરત : આજે ઈ-ગવર્નન્સ અને ઈન્ટરનેટના યુગમાં વૈશ્વિક સ્તરે પોસ્ટ વિભાગનું ભલે ધોવાણ થયું હોય, પરંતુ ટપાલ ટિકિટનો જાદુ હજી બરકરાર છે....
સુરત: સુરત (Surat)માં કીડની (Kidney) વેચીને ચાર કરોડ રૂપિયા લેવાના ચક્કરમાં 14 લાખમાં છેતરાયેલા આરોપીએ પોલીસમાં ફરિયાદ (police complain) નોંધાવી હતી. ત્યારબાદ...
નવસારી : નવસારીના અંબાડા ગામમાં (Navsari Ambada Village Cholera Cases) 39 કેસ કોલેરા પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જેમાં...
વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઈ અને સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯સે હાહાકાર મચાવી દીધો. લૉકડાઉન જાહેર થયા. કર્ફ્યૂ લાગુ પાડવામાં આવ્યા. મહિનાઓ સુધી બધું જ...
રોજિંદા જીવનમાં ક્યારેક એવું બનતું હશે ને કે બજાર ગયા હોઈએ અને આપણે કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરીએ! કોઈ ઓળખીતાને પાછળથી બૂમ...
ગ્રાહક અદાલતોમાં ફાઈલ થતી ગ્રાહક ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો ઈન્શ્યુરન્સ કંપનીઓ વિરુધ્ધની છે અને ઈન્શ્યુરન્સ કંપની સામેની ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદો...
ચાલની હવે તું સીંગલીયો નથી તો નથી… સોલ વરસની છોકરીની ગાણી સરમાય ચ શાનો…?’ ‘બાવાજી હું શરમાતો નથી…’ મેં ગળુ ખોંખારી કહ્યું...
ભગવાને માનવજાતને આપેલી સૌથી મહાન ભેટ સ્ત્રીની દેહરચના એ પૃથ્વી પરની સૌથી સુંદર રચના છે. જો કે કમનસીબે મોટાભાગના પુરુષો તેની સુંદરતાથી...
ધારો કે એક સાંજ આપણે મળ્યાંને આપણે હળ્યાં પણ આખા ય આખાનું શું….ધારો કે..’ સ્ટેજ પરથી સૂર વહી રહ્યા હતાં, શ્રોતાઓ રસભેર...
ગયા અઠવાડિયે 28 સપ્ટેમ્બરના રોજ સવારથી સમાચાર વહેતા થયા હતા કે, રાહુલ ગાંધી આજે પાર્ટીમાં બે યંગ ચહેરાને સામેલ કરશે. ત્યાર બાદ...
સામાન્ય રીતે ઝાડ ઉપર જેમ જેમ ફળ આવતાં જાય તેમ તેમ ઝાડ ઝૂકતું જાય છે. એવી રીતે માણસ જેમ જેમ આગળ વધતો...
સુરત: પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવો 100 રૂપિયે લીટર પર પહોંચતા સીએનજી ફિટિંગ કાર (CNG Car)અને બાઈકનું વેચાણ વધ્યું છે. એવી...
અચંબો-આશ્ચર્ય-વિસ્મય્-કૌતુક ને હોઠ પર રમી જતું એક સ્મિત… આવો ભાવ કોઈના પણ ચહેરા પર રમતો દેખાય તો અચૂક માનજો એ ટીવી સ્ક્રીન...
હોંગકોંગ નજીકનું ગુઆંગજાઉ એક નવું ઔદ્યોગિક અને સુંદર રાજ્ય છે. તેની સન્ની પેનિસ્યુલા ખાતે જગતની અને ચીનની સૌથી મોટી મકાન બાંધકામ કંપની...
લોકડાઉન દરમિયાન અનેક કારખાનાં બંધ થઈ ગયાં હતાં તે પાછાં ધમધમતાં થઈ ગયાં છે. લોકડાઉન દરમિયાન ઉત્પાદનમાં જે ખાધ રહી ગઈ હતી...
એકલા ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ સ્ટ્રીટ ડોગ હોવાનો અંદાજ છે. એકલા ગુજરાતમાં જ વર્ષે ૨૦૨૪માં કૂતરા કરડવાના ૪,૮૦,૪૨૭ કેસ નોંધાતા રાષ્ટ્રીય રોગ નિયંત્રક કેન્દ્રએ તત્કાલ અમલની સૂચના સાથે છેક તાલુકા સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી રેબિઝના ૧૬૪ કરોડ ડોઝ પહોંચતા કરવા પડ્યા છે. જેની બજાર કિંમત ૪૫ કરોડથી વધુ થાય છે. રખડતા કૂતરાના કરડવાંથી પ્રતિવર્ષ દેશમાં ૩૮ લાખ નાગરિકોનાં બગડતા માનવ કલાકો અને તેના મૂલ્યને ગંભીરતાથી જોતાં ભારતની સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવી ૨૩ રાજ્યનો મુખ્ય સચિવોને સુપ્રિમ કોર્ટમાં પ્રત્યક્ષ હાજર રહેવાની ફરજ પાડી.
રાજ્યે પશુ જન્મ નિયંત્રણ નિયમોમાં અનુપાલન માટે શા પગલા લીધા છે તે બાબતે કોર્ટ સમક્ષ સોગંદનામુ રજૂ કરવા સંજ્ઞાનથી અમલ કરાવ્યો છે. કોર્ટે આમ નાગરિકોની પીડાને લક્ષમાં ન લેવા માટે ન્યાયાધિશ વિક્રમનાથ, સંદિપ મહેતા અને ગુજરાતનાં શ્રી એન.વી. અંજારીયા સાહેબની બેંચે દેશનાં તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે કે નાગરીક સુવિધા માટેની સરકારી આસ્કયામતોમાં રખડતા પશુઓ ન પ્રવેશે તેની તકેદારી લેવામાં આવે.
જો કે રાઈટ ફોર એનીમલ ઇન્ડીયાનાં જીવદયા ભાવથી પ્રેરાએલ નાગરીકોએ સુપ્રિમ કોર્ટનાં ઈનીસ્ટેટીવ સામે સહી ઝુંબેશ ઉપાડી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે રખડતાં પશુ-પ્રાણીનાં અસ્તિત્વને માન્ય રાખવું કે એક સામાજીક વ્યવસ્થામાં બદ્ધ કુટુંબ જીવનનાં સદસ્યનાં આરોગ્ય અધિકારને સુરક્ષિત રાખવા!
ભારતનાં સંવિધાને અનુચ્છેદ ૨૧ અન્વયે નાગરીકોને આરોગ્ય પ્રદ સુરક્ષિત જીવનનો મૂળભૂત અધિકાર આપ્યો છે. તો અનુચ્છેદ ૪૭માં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ રાજ્યને જાહેર સુખાકારી સુધારવા ફરજ સોંપેલ છે. અને આથી જ કલ્યાણ રાજ્યનાં ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય પ્રતિ વર્ષ પોતાના રૂ. ૩,૭૦,૨૫૦ કરોડનાં બજેટમાં માનવીય સ્વાસ્થ્ય સુખાકારી માટે રૂ.ર૪,૩૮૫ કરોડ (બજેટના ૬.૩૧ %) ફાળવે છે ત્યારે રાજ્યનાં ગૃહ અને આરોગ્ય મંત્રાલયની જવાબદારી બને છે કે રખડતા-ભટક્તા પશુ પ્રાણીથી આમ નાગરિક આહત ન થાય. બંધારણે જે સ્વતંત્રતાને સર્વસ્વ મૂલ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું છે તે મૂલ્ય અવ્યવસ્થાઓનાં કારણે ન હણાય.
જીવદયાપ્રેમી ગુજરાતમાં જ્યાં માનવ કરતા પશુઓની સંખ્યા વધુ છે. ત્યાં રસ્તા ઉપર અથડાતા ગાય અને ખૂંટની અંદાજીત સંખ્યા ૪.૮૫ લાખ છે. એકલા ગુજરાતમાં પશુઓના કારણે થતાં અકસ્માતોથી મૃત્યુ પામતા ૧.૮૫ લાખ નાગરીકોની સ્થિતિને ગંભીરતાથી લઈ ગુજરાત હાઈ કોર્ટે પોલિસ વિભાગને પશુ આહત સંબંધે અલગ એફ.આઈ.આર. દાખલ કરવા સંજ્ઞાન આપેલ છે. ગુજરાત હાઈ કોર્ટમાં દાખલ કરેલ એફીડેવીટ અનુસાર ગુજરાતમાં સરેરાશ ૪૩૩ નાગરીકો કૂતરા કરડવાથી અને ૨૨૭ નાગરીકોને પશુ આહતથી હાડકા તુટવામાં દૈનિક કિસ્સાઓ બને છે.
શહેરીકરણના લીધે વધતી ઊંચી ઈમારતોનાં લીધે એક નવી ઈકો સિસ્ટમ તૈયાર થઈ રહી છે જેમાં કબુતર જેવા પક્ષીઓનાં વિસ્તારને વ્યાપક અનુકુળતા મળતા આજે એકલા અમદાવાદમાં અંદાજીત ૭ લાખ કબુતર હોવાનો આંકડો એરપોર્ટ ઓથોરીટી જણાવે છે. રખડતાં ભટકતાં કૂતરાઓ કરડવાથી હડકવા નામે ચેપી રોગ થાય છે. ગાયો અને ખુંટથી હાડકાં ભાંગે છે તો ઉડતા કબુતરોની ચરકમાંથી હાઈપર સેન્સેટીવ ન્યુમોનિયાથી ફેફસામાં સોજા આવવા સાથે ક્રિપટો કોકોસીસ પ્રકારે મેનેન્જાઈટીસ ઉપરાંત ફલ્યુ અને સીટા કોસીસ (પોપટ તાવ) પ્રકારે માનવીય રોગોનો વ્યાપ વધ્યો છે.
ફેફસાનાં વધતા રોગો માત્ર ને માત્ર સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ભાવનગર પ્રકારે શહેરોમાં ગંભીર રૂપ લઈ રહ્યા છે ત્યારે પુણ્યની ખેવનાથી કબુતરોને જુવાર આપતા કે કૂતરાને ટેમ્પો ભરી રોટલા અને બીસ્કીટ આપતા પશુ પ્રેમીઓએ વિચારવું રહ્યું કે રખડતા પશુઓ પંખીઓથી આમ નાગરિકોનું સ્વાસ્થ્ય હણાય છે જે દેખાતી હકીક્ત છે તેથી કલ્યાણ રાજ્યની ખેવના કરતા પ્રજાના પ્રતિનિધિઓએ વિચારવું રહ્યું કે સામાજીક શિસ્તનાં દાયરામાં રહેતા માનવ સમુદાયને હજુ ક્યાં સુધી જંગલ રાજની પીડા સહન કરવાની!
ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદમાં તો ફીટેસ્ટ સર્વાયવલની ઐતિહાસિક હકીક્ત દર્શાવાઈ છે અને પુરાણ પણ જીવો જીવસ્થ ભોજ્યતે કહે છે ત્યારે રખડતી ભટક્તી જીવ વ્યવસ્થા સામે માનવીય વ્યવસ્થાપનને પ્રાધાન્ય આપવાની સુપ્રિમ કોર્ટની મુહિમ યોગ્ય છે. અને એનીમલ લવર્સ પોતાના ઘરે તો પશુ પંખીનો ઉછેર કરી જ શકે છે. ઘરના આંગણે એક કરતા વધુ કૂતરાઓ અને કબુતરના ઉછેર કેન્દ્રો હંમેશા પ્રશંસાપાત્ર રહ્યા છે. ગૌ શાળા અને પાંજરાપોળો તો કરૂણા અને દાનને પાત્ર રહી છે ત્યારે જૈન વિજ્ઞાનનાં મહત્વના સુત્ર તરીકે જીવદયામાં ઇકોલોજી, જૈવ નૈતિક્તા, બાયો એથિકસ, ટકાઉ જીવન શૈલી માટે પ્રાણીમાત્રની સુ-સંગતતા ઉપર ભાર મુકાયો છે. જે ને આધુનિક શહેરી વ્યવસ્થાઓએ પણ સ્વિકૃત કરવા રહ્યા અને એ જ તો સમ્યક દર્શન છે.
જીવ ઉત્ક્રાંતિના ૨૮ લાખ વર્ષ દરમિયાન સર્પમાંથી વરાહ (ભુંડ) અને તેમાંથી નૃસિંહ અવતાર તરીકે વિકસીત માનવમાં પણ પશુ વિચારે સિંહ જેનેટીકલ મેમરી બને છે. ત્યારે માનવ સહજ રીતે જ હિંસક હોવાનો પરંતુ જૈન અને પછીથી બૌદ્ધ વિચારે નવો આયામ આપી અહિંસાને સર્વ સ્વીકૃત કરી છે ત્યારે (૧) પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણુ (૨) વિવિધતાનાં સહ અસ્તિત્વનો સ્વીકાર (૩) પ્રાણી કલ્યાણ માટે નૈતિક આધાર તરીકે સમતુલિત આહારનું અનુશરણ કરીએ તે એક સારી સામાજીક વ્યવસ્થા બને છે પણ તેનો અર્થ એ પણ નથી કે ૧૨ લાખ વર્ષોથી વિકસીત માનવીય બૌદ્ધિક વ્યવસ્થાઓને રખડતા પશુ-પ્રાણીથી હાની થાય.
રખડતા ભટકતા પશુ પ્રાણી ઉપર રોક માટેની સુપ્રિમ કોર્ટની પહેલ માનવીય છે તેનું સન્માન કરીએ અને મ્યુનિસિપલ તંત્રને પ્રાણી સંસ્કૃતિનાં પ્રાકૃતિક નિયંત્રણ માટે સ્વતંત્રતા આપીએ. માનવ સમુદાયના વસ્તી નિયંત્રણ માટે સ્વયં માણસ જાગત છે અને આથી જ તો બેબસ તેવું રાષ્ટ્રીય સુત્ર પ્રચલિત કરવું પડયું છે. એટલું જ નહિ પણ બહુ પત્નીત્વને ગેર કાનુની જાણ્યું છે ત્યારે જીવદયાના નામે રખડતા ભટક્તા પશુ પંખીઓ પ્રત્યેના વ્યવસ્થા લક્ષી નિર્ણયોની અમલવારી માટે સુપ્રિમકોર્ટના જીવદયા વ્યવસ્થાપનને આદર આપીએ જે આધુનિક કલ્યાણ વિચાર બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.