Latest News

More Posts

માંડવી સ્થિત રાજપુરાની પોળ સહિત વિસ્તારના સ્થાનિકો દુષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત

ફોલ્ટ શોધવા સૌથી વ્યસ્ત ગણાતા નજરબાગ પાસે આડેધડ ખાડા ખોદાયા

બેરિકેટિંગ અને મશીનોના કારણે ટ્રાફિક પ્રભાવિત

વડોદરામાં હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો વાવળ છે ઘણા વિસ્તારોમાં પીવાનું દૂષિત પાણી મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં રોગચાળો વધુ વકરે તેવી ભીતિ સેવી રહ્યા છે. ત્યારે શહેરના મધ્યમાં આવેલ વોર્ડ નંબર 14 માં સમાવિષ્ટ માંડવી રાજપુરાની પોળ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા ચાલી રહી છે, ડ્રેનેજ લાઈનમા પીવાના પાણીની લાઈન પસાર થતી હોવાથી ડ્રેનેજ લાઈન લીકેજ હોવાથી દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો છે માંડવી નજરબાગની સામે ફોલ્ટ શોધવા માટે છેલ્લા પાંચ દિવસથી ખાડા ખોદવામાં આવી રહ્યા છે ડ્રેનેજની લાઇન તૂટી છે જેથી ક્યાંથી પાણી આવે છે તે જોવા માટે ખાડા ખોદવામાં આવી રહ્યા છે સૌથી વ્યસ્ત રહેતા રોડ પર આડેધડ ખોદવામાં આવતા ખાળા અને રોડ વચ્ચે રાખવામાં આવતા બેરીકેટિંગ તથા જેસીબી મશીનથી ટ્રાફિક પણ પ્રભાવિત થાય છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે હજુ તો ફોલ્ટ જ શોધાઈ રહ્યો છે યુદ્ધના ધોરણે સમારકામ કરવાની રહીશો માંગણી કરી રહ્યા છે. ટ્રાફિક જામ થતાં સ્થાનિકો અને અવરજવર કરનાર વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે. રોડ પર જેસીબી અને બેરીકેટ હોવાથી રોડ ખૂબ જ સાંકડો થઈ ગયો છે અને કાદવ કિચ્ચડ વાળો પણ થઈ ગયો છે જેનાથી પડતી તકલીફો ના કારણે સ્થાનિકોમાં અને વાહન ચાલકો પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

To Top