Latest News

More Posts

મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત છે. કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) 50થી વધુ બેઠકો પર આગળ છે. દરમિયાન હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફડનવીસ અને શિંદે બંને ટ્રેન્ડ કરી રહ્યા છે. જોકે મળતી માહિતી મુજબ ત્રણેય પક્ષો સાથે મળીને સીએમના નામનો નિર્ણય કરશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરીએ ખાસ કરીને મહાવિકાસ અઘાડી ‘MVA’ને આશ્ચર્યચકિત કરી દીધું છે. MVAની સંખ્યા 50 થી 60 બેઠકો વચ્ચે બદલાઈ રહી છે જ્યારે NDA ગઠબંધન ‘મહાયુતિ’ 288માંથી 220 બેઠકો પર આગળ છે. જોકે ચૂંટણી પંચના અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે. ભાજપ એકલા હાથે 126 સીટોને પાર કરતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને નવો અવાજ સંભળાવા લાગ્યો છે. બીજેપી નેતા પ્રવીણ દરેકરે નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રી પણ તે પાર્ટીનો હોવો જોઈએ જેની પાસે વધુ ધારાસભ્યો હોય, એટલે કે જે સૌથી મોટી પાર્ટી હોય. બીજી તરફ શિવસેનાના નેતાઓને વિશ્વાસ છે કે માત્ર એકનાથ શિંદે જ મુખ્યમંત્રી પદ સંભાળશે. કારણ, ભાજપ શિંદે પાસેથી વફાદારીનો પુરસ્કાર નહીં છીનવે. શિંદેએ શિવસેના સાથે ભાગલા પાડીને રાજ્યમાં બીજેપી માટે મજબૂત મંચ ઊભો કર્યો હતો.

બીજી તરફ મુખ્યમંત્રી શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. આ પહેલા ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એક હૈ તો સેફ હૈ. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ અમને અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે. આ દર્શાવે છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. ‘સાથે છીએ તો સલામત છીએ’ના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોએ એક થઈને અમને મત આપ્યો. આ મહાયુતિ, સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને રામદાસ આઠવલેની જીત છે, આ એકતાની જીત છે. ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.

‘મારો પુત્ર બનશે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી’
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાની સાથે જ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસે કહ્યું કે આ એક મોટો દિવસ છે કારણ કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે 24 કલાક સખત મહેનત કરતો હતો. તે જ મુખ્યમંત્રી બનશે. લાડલી બહેનોનો આશીર્વાદ પણ તેની સાથે છે.

To Top