Latest News

More Posts


વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન વડોદરા શહેરના વેપારીઓ છે. વેપારીઓને થયેલ નુકસાનમાં રાહત મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટેગરી મુજબ પૂરગ્રસ્ત વેપારીઓને રાહત ની રકમ બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે. પરંતુ વડોદરા શહેરના વેપારીઓમાં રાહત પેકેજની જાહેરાતને કારણે નારાજગી જોવા મળી રહી છે અને એ જ કારણે આજરોજ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી (VCCI) માં વેપારીઓ દ્વારા અગત્યની બેઠક યોજવામાં આવી હતી.
VCCI દ્વારા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે રાહત પેકેજની રકમ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક નુકસાનની રકમ કરતાં ઘણી ઓછી હોવાથી વડોદરા વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. VCCI દ્વારા એક પ્રપોઝલ નક્કી કરવામાં આવેલ છે જે તેમના દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જે રાહત પેકેજ નક્કી કરવામાં આવે છે તે તેમના દ્વારા કરેલ સર્વે મુજબ હતું. VCCI ની મળેલ બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓ અને નુકસાની માંથી કેવી રીતે બહાર આવે અને આગળ વધે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

To Top