ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું (Local Body Polls 2021) મતદાન છે. ગુજરાતના...
સુરત (Surat): મહાનગર પાલિકા (Municipal Corporation Elections) ની 30 વોર્ડ અને 120 બેઠકો માટે આજે 60 લાખથી વધુ મતદારો મતદાન કરી શકે...
એક વાઇલ્ડલાઇફ ( WILD LIFE ) ફોટોગ્રાફરે ( PHOTOGRAPHER) પીળા પેન્ગ્વીનનો ફોટો ક્લિક કર્યો. તે સમજી શકાય છે કે પીળા રંગના પેન્ગ્વિન...
ગુજરાતની મહાનગરપાલિકાઓ પૈકીની સૌથી વધુ રાજકીય ઉતરચડાવ જોતી સુરત પાલિકામાં ( surat palika ) આજે સવારથી જ રાજકીય પાર્ટી ( political party)...
દેશમાં છેલ્લા કેયલાક દિવસથી કોરોનાએ (Corona Virus/ Covid-19) ફરી માથું ઉચક્યુ છે. શુક્રવારે દેશમાં 29 જાન્યુઆરી પછી પહેલીવાર મોટી સંખ્યામાં કોરોનાના નવા...
નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન (INDIA CHINA FACE OFF) વચ્ચે શનિવારે લશ્કરી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો હતો. વાતચીતનો દોર શનિવારની...
નાગાલેન્ડ ( Nagaland) વિધાનસભાએ રાજ્યની રચનાના 58 વર્ષમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રગીત ( national anthem) સાથે સત્રની શરૂઆત કરી. આ ઇતિહાસ લગભગ...
કાસગંજ કેસ ( KASGANJ CASE) ના મુખ્ય આરોપી મોતીસિંહ ( MOTISINH) ની ધરપકડ માટે પોલીસ ટીમે અનેક જિલ્લામાં સતત દરોડા પાડ્યા હતા....
નવી દિલ્હી (New Delhi): શનિવારે પંજાબ ( punjab) ના 32 સંગઠનોએ ખેડૂત આંદોલનની આગળની વ્યૂહરચના નક્કી કરવા માટે કુંડલીની બોર્ડર ( kundli...
વર્ષ 2016 માં કરીના ( Kareena) એ તેના પહેલા સંતાન પુત્ર તૈમૂર અલી ખાન ( Taimur Ali Khan) ને જન્મ આપ્યો હતો....
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું મતદાન છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...
છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS) ના કેસમાં તેજી જોવા મળી છે. કેરળ અને મહારાષ્ટ્ર ( MAHARASTRA) સહિત દેશના...
હાલ દેશમાં પેટ્રોલ સહિતની કેટલીક જીવન જરૂરી વસ્તુઓના વધતા ભાવ ભારે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે તમિલનાડુમાં હાલમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં...
અમેરિકાના પર્સવરન્સ યાને મંગળ ગ્રહ પરથી પ્રથમ તસવીરો અને સેલ્ફી પણ પૃથ્વી પર મોકલી છે જેમાં રોવરના મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણની...
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ સહિતના વિવિધ વિસ્તારોમાં હાલ વર્ષા ઋતુ ચાલી રહી છે અને રાજધાનીના શહેર જાકાર્તામાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ધંધો કરવાની સરળતા સર્જવાની અને જરીપુરાણા કાયદાઓ રદ કરવાની મજબૂત હિમાયત કરતા જણાવ્યું હતું કે આર્થિક વિકાસને વેગ...
ડિજિટલ કરન્સી બિટકોઇન આજકાલ ખૂબ જોરમાં છે અને તેનું મૂલ્ય તેના ઇતિહાસમાં પ્રથમ વખત એક ટ્રિલિયનની સપાટી પર પહોંચ્યું છે. કેટલીક કંપનીઓ...
સુરત મહાપાલિકાની રચના થયા બાદ આવતીકાલે 11મી વખત મહાપાલિકાના શાસકોની પસંદગી માટે મતદાન થશે. આ વખતે કોરોના અને મંદીને કારણે સુરતમાં ચૂંટણીનો...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જવાબદારી રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓને સોંપવામાં આવી છે. 20મી ફેબ્રુઆરીને શનિવારના સવારે 9 વાગ્યાથી બેન્કના કર્મચારીઓને ચૂંટણી ફરજ પર...
ઇલેકશનની લ્હાયમાં ક્યાંક સુરત શહેર ફરી પાછું કોરોનાના ખપ્પરમાં હોમાઇ નહીં જાય તે માટે ધ્યાન રાખવાનો સમય આવ્યો છે. આફ્રિકાના નવા કોરોના...
શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં વસતા શહેરીજનો તેમજ શહેર બહારથી આવનારા લોકોમાં પણ સંક્રમણ વધુ પ્રમાણમાં મળી રહ્યું છે....
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પૂર્વે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી ચૂસ્ત બંદોબસ્ત...
સુરત: સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં (Surat Municipal Corporation Election) આજે મતદાન પૂર્વે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા એક્શન...
નવસારી, વલસાડ: (Navsari, Valsad) નવસારી જિલ્લામાં આજે વધુ બે કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં નવસારીના ઘેલખડીના પતિ-પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં...
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અજાણ્યા શખ્સની લાશ મળી હોવાના 16 મહિના પછી પોલીસે તેના ડીએનએ નમૂનાના આધારે તેના પરિવારને શોધી કાઢ્યો છે. એક...
શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલી આઈસ્ક્રીમની દુકાનમાં રિયલ ગોલ્ડના વરખવાળો આઈસ્ક્રીમ કોન મળે છે. આ કોનની કીંમત 850 રૂપિયા છે. તેની...
બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકામાં વર્ષોથી શાસનથી વંચિત રહેલી કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) મતદારોને આકર્ષવા વિવિધ વચનો સાથે એક સંકલ્પપત્ર જારી કર્યો છે....
દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ લગભગ 91 રૂપિયા (90.58 રૂપિયા) પર પહોંચ્યું હતું. ઘણા...
14 ફેબ્રુઆરીએ વિવેક તેની પત્ની સાથે બાઇક રાઇડ પર ગયો હતો. અભિનેતાએ બાઇક ચલાવતા સમયે માસ્ક પહેરેલું ન હતું અને ન તો...
ઇશ્વરે રચેલા આ જગતને જાણવા માટે સૌથી વિશેષ વસ્તુ ગણીએ તો કર્મ છે. કારણ કે કર્મ થકી જ સુખદુ:ખ આધિવ્યાધિ, શાંતિ-સંતાપ, હર્ષ-શોક...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.