Balakot Air Strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજે બે વર્ષ પહેલા એક સંદેશ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશની છાતી ગર્વથી ફુલાઈ હતી....
આજે ભૌતિક સુખ-સગવડનો એક કૅઝ છે. શું આ ઉપભોક્તા વાર એક ગાંડપણ છે? જેમાં સત્ય’ સંસ્કાર અને શાણપણ ત્રણેયની બાદબાકી છે. પાર્ટીમાં...
વર્ષ 2016માં રિતિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ તેમની પાસેથી નકલી આઈડી બનાવીને કંગના રનોત ( KANGANA...
તમે, હું, વાચકો પ્રાથમિક શાળામાં એક સુંદર નાનકડી વાર્તાના પરિચયમાં આવેલા. એક હતી ચકલી, એક હતો ચકલો. ચકલી લાવી દાળનો દાણો, ચકો...
એક છોકરો, નામ શિવાન.શાળામાં ભણવું ગમે નહિ.ટીચરો ભણાવે પણ તેને કંઈ બરાબર સમજાય નહિ અને તે જે કોઈ પણ મનની જિજ્ઞાસા પૂરી...
હવેથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( PRESS COUNCIL OF INDIA) ના કોડ, ટીવી ચેનલોનો પ્રોગ્રામ કોડ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમો અને...
કોરોના યુગમાં બંધ રહેલી ટ્રેનો હવે દોડી રહી છે, રેલ્વે હવે ધીમી ગતિએ ખાસ ટ્રેનો દોડાવી રહી છે. પશ્ચિમ રેલ્વેએ 11 નવી...
માર્ચ મહિનો IPO ઓ માટે ગુલઝાર થઈ રહ્યો છે. આ મહિનામાં, કુલ 12-15 કંપનીઓ આઈપીઓ લોંચ કરી શકે છે. આના માધ્યમથી તેઓ...
ફેડરેશન ઓફ ટ્રેડર્સ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) વતી પેટ્રોલ ( petrol) અને ડીઝલની ( diesel) વધતી કિંમતો સહિત ગુડ્સ એન્ડ...
‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન...
રવિવારના લેખમાં કહ્યું હતું એમ વીતેલી સદીમાં થયેલી અર્થશાસ્ત્રીય ચર્ચામાં ચાર થીયરી ફેશનમાં હતી. એક પરકોલેશન થીયરી જેમાં જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા...
જ્યારથી વિશ્વનું સર્જન થયું. માનવજાતની વસ્તી થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં અનેક મહામારીઓ આવી ગઈ પરંતુ કોરોનાની મહામારી એવી છે કે...
કોરોના બાદ માંડ લોકોની ગાડી પાટે ચઢી છે ત્યારે ફરી એક વાર સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને રડવાનો વારો આવ્યો છે. મધ્યમ...
ગયા જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતના સૈનિકો અને ચીનના સૈનિકો બરાબરના બાખડયા હતા. જંગ ભારે લોહિયાળ હતો. એ જંગમાં ભારતના 20 જેવા...
ગુરુજી રોજ સાંજે એક પ્રશ્ન બધા શિષ્યો સામે મુક્ત અને બધા પાસેથી જવાબ માંગતા અને વિચાર વિમર્શ અને સવાલ જવાબમાં એક સરસ...
કોંગ્રેસે દક્ષિણ ભારતમાં તેની એક માત્ર સરકાર પુડુચેરીમાં ગુમાવી. તા. 22મી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન વી. નારાયણ સ્વામીએ વિશ્વાસનો મત ગુમાવવા સાથે રાજીનામુ...
આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે, જેમના ચહેરા અને વ્યવહારમાં એક પ્રકારની લાચારી હોય છે. તેઓ સતત પોતાને નબળા, વંચિત અને...
રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ઘણા વિશ્લેષકોની ધારણા હતી તે મુજબ જ સત્તાનું પુનરાવર્તન થવા જઇ રહ્યું છે, આ લખાઇ રહ્યું છે ત્યારે છેવટના...
પિન્ક બોલ ટેસ્ટ : ભારત પ્રથમ દાવ 145, રોહિત શર્મા 66, જો રૂટ 8/5, જેક લીચ 54/4, ઇંગ્લેન્ડ બીજો દાવ 81, સ્ટોક્સ...
સુરત: (Surat) આગામી 28મી ફેબ્રુવારીના રોજ તાપી જિલ્લામાં (Tapi District) પણ 26 જિલ્લા પંચાયત અને સાત તાલુકાની 124 તાલુકા પંચાયત અને વ્યારા...
સુરત: (Surat) છ મહાનગરોની ચૂંટણી (Election) બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં (Case) સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal Assembly Elections) વિધાનસભાની ચૂંટણી પહેલા ભજપે મમતા બેનર્જીના પરસેવા પાડી નાંખ્યા છે. ભાજપ (BJP) રોજ પ.બંગાળમાં...
આમ તો હમેશ પોતાની મનમોહક અદાથી સની લિયોન (sunny leon) હમેશ ચર્ચામાં રહેતી હોય છે. જો કે હાલ સની પોતાની કારના કારણે...
માણસોના બ્લડ બેન્ક વિશે તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ તમે ક્યારેય પ્રાણીઓની બ્લડ બેંક વિશે સાંભળ્યું હશે. તમે આ વિચિત્ર વાત સાંભળતા...
ભાગેડુ (Nirav Modi) હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગેના નિર્ણય પર આજે ગુરુવારે સુનાવણી થઈ શકે છે. કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ...
નેપાળ ( NEPAL) ની સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) મંગળવારે ઓલી સરકાર ની સંસદ વિસર્જનના નિર્ણયને પલટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સંસદ વિસર્જનના...
ઇટાલીનું માઉન્ટ એટના જ્વાળામુખી છેલ્લા બે અઠવાડિયાથી સળગી રહ્યું છે. ગત 16 ફેબ્રુઆરીથી, આ સક્રિય જ્વાળામુખી સતત લાવાને ગાળી રહ્યો છે. રવિવારે...
ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા અને અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ (cricket stadium)ના નામ પર પણ વિવાદ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ પણ આ અંગે...
ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavngar) સહિત છ મનપાની ચૂંટણીના પરિણામોમાં છ...
સિમલા :તમે ઘણી વાર ફેસબુક, ઇમેઇલ અને વોટ્સએપ પર મિત્રતા (digital friendship) અને પ્રેમ (love)ની વાતો સાંભળી હશે. પરંતુ હવે પબ્જી (pubg) ગેમ...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.