National

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે મમતા બેનર્જીએ કર્યો અનેખી રીતે વિરોધ, કહ્યુ કે, ‘બંગાળમાં “ગુંડાઓ” શાસન નહીં કરે’

કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal Assembly Elections) વિધાનસભાની ચૂંટણી પહેલા ભજપે મમતા બેનર્જીના પરસેવા પાડી નાંખ્યા છે. ભાજપ (BJP) રોજ પ.બંગાળમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભાજપ અહીં રોજ નવા નવા મુદ્દા લાવી પ્રચાર કરી રહ્યુ છે. TMC વિપક્ષ ભાજપની રાજકીય લડત તીવ્ર બની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (CM Mamta Banerjee) ગુરુવારે વધતી મોંઘવારી અંગે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના ગળામાં ફુગાવાના પોસ્ટર લટકાવીને ઇ-સ્કૂટી પર રાજ્ય સચિવાલય પહોંચ્યા હતા. તેમણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવ્યા છે. મમતાની આ ઇ-બાઇક રેલીમાં સચિવાલયના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દીદીએ આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે, ‘ભાજપે નોટબંધી કરી, તેલના ભાવ વધાર્યા. મોદી સરકારે બધું વેચી દીધું. BSNLથી લઈને કોલસા સુધીની દરેક વસ્તુ વેચાઇ ગઇ છે. આ સરકાર સામાન્ય લોકો, યુવાનો અને ખેડુતોની દુશ્મન છે. આ સરકારને બંગાળથી દૂર રાખવી પડશે, તેને કેન્દ્રમાંથી પણ હટવવી પડશે.‘.

જણાવી દઇએ કે બુધવારે હુગલીમાં એક સભાને સંબોધન કરતી વખતે મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે મોદીને દેશના ‘દંગાબાજ‘ ગણાવ્યા. મમતાએ કહ્યું કે, ‘મોદી સાથે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ ખરાબ થશે. હિંસાથી કશું પ્રાપ્ત થઈ શકતું નથી.’. મમતાએ કહ્યું કે બંગાળ પર ગુંડાઓ શાસન કરશે નહીં. ગુજરાત બંગાળ પર રાજ કરશે નહીં. મોદી બંગાળ પર રાજ કરશે નહીં. પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીની પત્ની સાથે CBIની પૂછપરછ વિશે મમતાએ કહ્યું કે આ બંગાળની મહિલાઓનું અપમાન છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેની નડ્ડા પણ બંગાળની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર જોરદાર હુમલો કર્યો હતો. કહ્યું, ‘મમતાએ બંગાળમાં માત્ર હિંસા વધારી છે. કેન્દ્ર સરકારની યોજનાઓને અહીં અમલમાં મૂકવાની મંજૂરી નથી. TMC નેતાઓ ભ્રષ્ટાચારમાં રોકાયેલા છે. ‘.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top