પુત્રીની છેડતીની ફરિયાદ કરનાર પિતાની સોમવારે સાંજે ઉત્તર પ્રદેશના હાથરસના નૌજરપુર ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા દ્વારા સોમવારે બીજા તબક્કામાં કોરોના રસી (Vaccine) આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરનાં 52 હેલ્થ સેન્ટર...
સુરત: (Surat) શહેરમાં સામાન્ય રીતે શેરી, મહોલ્લા કે ધાર્મિક સ્થાન પર કથાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે 11 વર્ષીય બાળ કથાકારએ (Child...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન (HEALTH MINISTER) હર્ષ વર્ધન અને તેમની પત્નીએ મંગળવારે ‘દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યુટ’માં કોવિડ -19 રસી (COVID-19 VACCINE)નો પ્રથમ...
સુરત જિલ્લામાં (Surat District) ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની (District Panchayat) 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજે...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારે બંગાળમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. બંગાળના માલદામાં...
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (GUJARAT LOCAL BODY ELECTION )માં કૉંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે ગામડાના લોકો પણ...
કમલમ ખાતે વિજયની (Winner) ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. ભાજપને મળેલી જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (C...
ગુજરાતમાં (Gujarat) 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે, મંગળવારે તા.2જી માર્ચે પરિણામ (Result) જાહેર થવાનું છે. શહેરી...
તાપી જિલ્લાની રચના પછી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર સત્તા મેળવી કુલ 26 પૈકીની 23 બેઠકોની મત ગણતરીમાં ભાજપને 14 બેઠકો સાથે...
ગુજરાતમાં પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું...
કોરોના વાયરસ (COVID-19)ની રસી વાળા લોકોએ કેટલાક અન્ય રોગોને લગતી સમસ્યાઓ ઉપર કાબૂ મેળવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એક અખબારે ઘણા વાચકોના અનુભવો...
શારજાહ (SHARJAHA)થી લખનૌ જઇ રહેલા એક ભારતીય વિમાન(INDIAN AIR)ને વિમાનની અંદર મુસાફરોના મોત બાદ પાકિસ્તાન(PAKISTAN)માં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ વિમાનને ઈન્ડિગો...
મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેમની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19...
આસામ ચૂંટણી (ASSAM ELECTION) : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (RPIYANKA GANDHI) હાલમાં આસામના પ્રવાસ પર છે અને આજે તે ચાના બગીચાની મહિલાઓની...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘માચો અદા’ તામિલનાડુમાં જોવા મળી છે. ત્યાં તેણે વિદ્યાર્થીના ચેલેન્જ પર પુશઅપ્સ માર્યા. રાહુલ ગાંધીએ સરળ પુશઅપ્સની સાથે...
સ્ટીલ નિર્માતા શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) લોન્ચ કરવા માટે તૈયાર છે. આઇપીઓ દ્વારા કંપની રૂ. 1,107 કરોડ...
ગુજરાતમાં નગર-તાલુકા-જિલ્લા પંચાયતમાં રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો....
નડિયાદ: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે તાલુકા કક્ષાએ થશે. આ મતગણતરીના આગલા દિવસે...
શહેરા: શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણી...
શહેરા: શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ આપી...
મોડાસા: અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બન્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન...
મોડાસા: ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો કાગળ પર હોય તેમ ઠેર ઠેર દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી થઇ રહી છે. અમદાવાદ નિકોલની અક્ષરધામ...
વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે રાજકારણીઓ સામે નતમસ્તક થઈ ગયેલી વડોદરા શહેર પોલીસ ચૂંટણી પુરી થતાં જ એક્શનમાં આવી છે. માસ્ક દંડ...
વડોદરા: ગઈકાલે રવિવારના રોજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસે ભાજપના કેટલાક કાર્યકરો વાઘોડીયા નગર સ્થિત ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂ. 100ની નોટ આપી...
શિનોર : શિનોર તાલુકાના દીવેર ગામ નર્મદા નદી કિનાર રવિવારે એક સાધલીનો એક અને કરજણના ત્રણ યુવાનો નાહવા જતાં ઊંડા વહેણમાં...
વડોદરા કોર્ટ કોરોનાને કારણે છેલ્લા એક વર્ષ જેટલાં સમયથી બંધ હતી. સોમવારથી કોર્ટનું ફીઝીકલ કામકાજ ફરીથી શરૂ કરાયું હતું. કોર્ટના સ્ટાફ, વકિલો...
પૂર્વી લદ્દાખમાં એલએસીમાં ઘુસણખોરી કરવામાં નિષ્ફળ ગયેલ ચીન (CHINA) હવે ભારત (INDIA) પર સાયબર એટેક (CYBER ATTACK) કરવામાં વ્યસ્ત છે. ચીન દ્વારા...
વડોદરા: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની મત...
બિટકોઈનના વધતા જતા ભાવોથી માત્ર આપણી સરકાર જ નહીં પણ દુનિયાભરની સરકારો ચિંતિત છે. ભારત સરકારે સંસદમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.