Madhya Gujarat

શહેરામાં યુવતીનો કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ

       શહેરા: શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ આપી ધમકી આપી હતી.ધમકી સહન ન થતાં ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપ લાવી આપઘાત કરવાનો  પ્રયાસ કર્યો હતો.જોકે સ્થાનકો એ યુવતીને બચાવી લઈને 108દ્વારા ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.પોલીસે ભાજપ ની જિલ્લા પંચાયત ના ઉમેદવાર સહિત ચાર સામે આ મામલે ફરિયાદ નોંધી હતી.

શહેરા તાલુકાની તાલુકાપંચાયતની ૩૦ બેઠકો પૈકી ૧૧ બેઠકો અને જિલ્લા પંચાયતની ૭ બેઠકો પૈકીની ૩ બેઠકો બિનહરીફ થતાં તાલુકા પંચાયતની ૧૯ અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે ચુંટણી યોજાઈ ગઈ.

કહેવાય છેકે વ્યક્તિ એક વખત સત્તાનો સ્વાદ ચાખી લે ત્યારબાદ સત્તાના સ્વાદને બરકરાર રાખવા માટે ગમે તેવા દાવ પેચ અજમાવવામાં આવતા હોય છે,ત્યારે સત્તાના સ્વાદની વાતને સાર્થક કરતો એક બનાવ શહેરા તાલુકાની ૩૪-વાડી જિલ્લા પંચાયતમાં બનવા બનવા પામ્યો છે. જેમાં તરસંગ ગામના રહેવાસી લીલાબેન દિલીપસિંહ સોલંકી ભાજપમાંથી ૩૪ વાડી જિલ્લા પંચાયત બેઠક પરથી ચુંટણી લડી રહ્યાં હતાં અને તેમાં સમાવિષ્ટ ૨૭-તરસંગ તાલુકા પંચાયત પણ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top