Latest News

More Posts

કોયલી IOCL માં બપોરે વિસ્ફોટ બાદ આગ લાગતાં આસપાસના વિસ્તારો ધૃજી ઉઠ્યા…

ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં જાણો ભૂકંપ આવ્યો હોવાનું વાતાવરણ ઉભું થયું..

સાડા ત્રણ વાગ્યે બ્લાસ્ટ બાદ આગથી ઉંચે સુધી ધૂમાડાના ગોટેગોટા..

વડોદરાના કોયલી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL) ગુજરાત રિફાઇનરી માં સોમવારે સાંજે અંદાજે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકા સાથે આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી.ધડાકો એટલો તો પ્રચંડ હતો કે આસપાસના કોયલી વિસ્તારમાં એક તબક્કે જાણે ભૂકંપ આવ્યો હોય તેમ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. દેશની અને રાજ્યની કરોડરજ્જુ સમાન આ ગુજરાત રિફાઇનરીમા દસ હજારથી વધુ લોકો ફરજ બજાવે છે તેવી આ કોયલી રિફાઇનરીમા સોમવારે બપોરે પ્રચંડ ધડાકા બાદ ભયંકર આગ લાગી હતી આગ તથા તેના ધૂમાડા દૂર સાત થી આઠ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા. બ્લાસ્ટ બાદ વિકરાળ આગને પગલે કર્મચારીઓ માં અફરાતફરી મચી જવા પામી હતી જેના પગલે કર્મચારીઓ ને છોડી મૂકવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે બેન્ઝીન મટેરિયલ ભરેલા ટેન્ટમા બ્લાસ્ટ થયો હોવાનું જણાવ્યું હતું. ધડાકો એટલો તો પ્રચંડ હતો કે પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.સાડા ત્રણ વાગ્યે આગ લાગી હતી જે સાંજે છ વાગ્યા સુધી આગ જોવા મળી રહી હતી અહીં દસ જેટલા ફાયરબ્રિગેડ ની ગાડીઓ તથા ફાયરફાયટરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પ્રચંડ ધડાકા બાદ વિકરાળ આગના સમાચાર ને પગલે જવાહરનગર પોલીસ, છાણી પોલીસ સહિત ફાયરબ્રિગેડનો કાફલો કોયલી રિફાઇનરી ખાતે દોડી આવ્યા હતા.


બેન્ઝીન નામનું મટેરિયલ અત્યંત જ્વલનશીલ હોય છે ત્વરિત જ્વલનશીલ હોવાથી તેમાં પ્રચંડ ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રિફાઇનરીમા જ્યાં બેન્ઝીન મટિરિયલ નું સ્ટોરેજ છે ત્યાં જ એક બેન્ઝીન મટેરિયલ ટેન્કમા આ બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે રિફાઇનરીમા ફરજ બજાવતા દસ હજાર કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.મેઇન ગેટથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ ટીમો સિવાય કોઇના પણ પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કોયલી તથા આસપાસના સ્થાનિકોમાં ઘબરાટનો માહોલ સર્જાયો હતો લોકો રિફાઇનરી ખાતે દોડી આવ્યા હતા તો બીજી તરફ જે લોકો રિફાઇનરીમા ફરજ બજાવતા હતા તેઓના પરિજનો દ્વારા સતત ફોન કરવામાં આવ્યા હતા

તથા કેટલાક સગાઓ ઘટનાની જાણને પગલે રિફાઇનરી ખાતે દોડી આવ્યા હતાં. બ્લાસ્ટ અને આગને કારણે બે જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જેઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જો કે કોઇનું મૃત્યુ થયું છે કે કેમ તે જાણી શકાયું નથી રિફાઇનરી ના સતાધીશો તરફથી કોઇપણ પ્રકારની સતાવાર માહિતી આપવામાં આવી ન હતી જેના કારણે ચોક્કસ આંકડો જાણવા મળ્યો નહતો.છાણી ટીપી -13ફાયર સ્ટેશન તથા જીઆઇડીસી ફાયરબ્રિગેડનો કાફલો પણ રિફાઇનરીની આગ પર કાબૂ મેળવવા જોડાયો.

To Top