લોકસભામાં પ્રધાન મંત્રી શ્રીએ કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે ? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે ? શું અધિકારીઓ બધું જ કરશે ? ..આપડે...
ગયા વર્ષે અથવા 2020 માં, મોદી સરકારે નિર્ણય લીધો હતો કે ભારતમાં જે શાસનના સૂચકાંકોમાં ઘટાડો થઈ રહ્યો છે તેમાં સુધારો કરવામાં...
આ વર્ષે ફેબ્રુઆરી મહિનો હજી તો પૂરો પણ નહીં થયો અને દેશના અનેક વિસ્તારોમાં ગરમી શરૂ થઇ ગઇ. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ...
સુરત મનપાના (Surat Municipal Corporation) પદાધિકારીઓનાં નામો નક્કી કરવા માટે સોમવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં અપેક્ષા મુજબ જ માત્ર શહેર પ્રમુખ, ધારાભ્યો...
GSNDHINAGAR : સમાજમાં એવા ઘણા વરિષ્ઠ નાગરિકો છે કે જેવું સંતાનો સાથે રહેતા નથી. પરિણામે આવા વરિષ્ઠ નાગરિકો અથવા એક દંપતિ એકલા...
રાજ્યમાં યોગમય વાતાવરણ ઉભું કરી મોટી સંખ્યામાં યોગ શિક્ષકો તૈયાર કરવા રાજ્યભરના વિવિધ સ્થળોએ નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યુંછે. મુખ્યમંત્રી...
રાજ્યમાં યોગમય વાતાવરણ ઉભું કરી મોટી સંખ્યામાં યોગ શિક્ષકો તૈયાર કરવા રાજ્યભરના વિવિધ સ્થળોએ નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યુંછે. મુખ્યમંત્રી...
કોરોના મહામારીના લીધે અર્થતંત્રને માઠી અસર પડી હતી, જેમાં ઇકવીટી બજાર પણ બાકાત રહ્યું નહતું. આ સંજોગોમાં પ્રાયમરી બજાર એકદમ સુસ્ત જોવા...
એક ભારતીય ફાર્મા કંપનીના સ્ટોકને વળતર આપવામાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનને પાછળ છોડી દીધું છે. આ ફાર્મા કંપનીએ માત્ર ચાર મહિનામાં 6800 ટકાનું...
અમેરિકાના હવાઇ ટાપુ પર ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યા છે અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ તથા બંધ છલકાવાના સર્જાયેલા ભય વચ્ચે...
ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સીરિઝ પૂર્ણ થયા પછી હવે બધાનું ફોકસ ટેસ્ટ પરથી ટી-20 પર શિફ્ટ થયું છે અને...
ચીનની સંસદે આજે સરકારની ૧૪મી પંચવર્ષિય યોજનાને બહાલી આપી હતી, જે જંગી યોજનામાં અબજો રૂપિયાના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જેમાં તિબેટમાં અરૂણાચલ...
વર્ષ 2016થી 2020ની વચ્ચે થયેલી ચૂંટણીઓ દરમિયાન કૉંગ્રેસના 170 જેટલા ધારાસભ્યોએ અન્ય પક્ષોમાં જોડાવા માટે કૉંગ્રેસ છોડી દીધી હતી, જ્યારે ભાજપના 18...
ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના...
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવભક્તો દ્વારા હર હર મહાદેવના જય ઘોષ સાથે પૂજા-અર્ચના...
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (bollywood actor sonu sood) હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવે છે અને તેથી જ તેઓ સમાચારોમાં પણ છે....
મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સતત વધી રહેલા કોરોના વાયરસ(CORONA VIRUS)ને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ભયંકર બની રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને...
ગાંધીનગર : વડાપ્રધાન મોદી(pm modi)નાં માતા હિરા બા(hira ba)એ આજે પોતાની કોરોના વેક્સિન (corona vaccine)નો પ્રથમ ડોઝ લીધો છે. ગાંધીનગર ખાતે તેમના નિવાસ...
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી(assembly election)નો રણશિંગ પુરો થયો છે. પશ્ચિમ બંગાળમાં મોટાભાગની સભા રેલીમાં હંગામો જોવા મળી રહ્યો છે જ્યાં ગઈરાત્રે નંદિગ્રામમાં...
કુદરતી પીણું એવો શેરડીનો રસ એન્ટી ઓક્સિડન્ટોથી ભરેલો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરમાં પ્રોટીન સ્તરને વધારે છે. તેમાં વિટામિન બી-૧,...
સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાં ગાંજાનું વેચાણ કરતા નાના-મોટા આરોપીઓને પકડી પાડ્યા બાદ મુખ્ય વોન્ટેડ સપ્લાયરને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ...
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી(MAMTA BENARJI)નો વીડિયો હોસ્પિટલના પલંગ પરથી જ સામે આવ્યો છે. મમતા બેનર્જીનો આ વીડિયો (VIDEO)તેમની પાર્ટી ટીએમસીના ટ્વિટર (TMC...
સુરત: (Surat) કતારગામ ખાતે રહેતા અને હિરાના વેપારી દ્વારા અગાઉ ભરૂચ અને છેલ્લા દસ દિવસથી શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને વેસુની કાફે...
સુરત: (Surat) વિશ્વમાં રેર તરીકે ગણાતા અને શરીરમાં ત્રણ કિડની ધરાવતા સરદાર માર્કેટના શ્રમજીવીનું સ્મીમેર હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટ અને એનેસ્થેસ્યી ડિપાર્ટમેન્ટના તબીબોએ...
સુરત: (Surat) શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં સોમવારે સાંજે 8 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજા દિવસે યુવકને બાળક (Child) સાથે ભુસાવલ સ્ટેશન...
Income Tax Refund : આવકવેરા વિભાગે (Income Tax Department) સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. વિભાગે કહ્યું છે કે તેના...
સુરત: (Surat) આજે વિશ્વ કિડની દિવસની (World Kidney Day) સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. દશ્રિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ...
દાહોદ: દાહોદના સાંસદે પસંદ ખરેલ આદર્શ ગામ દુધીયામાં અનેક જગ્યાએ કચરાના ખડકલા અને રોડ પર વહેતા ગંદા પાણીની સમસ્યા લોકો માટે...
તાજનગરી ( TAJNAGRI ) આગ્રા ( AAGRA) ની આજકાલ સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ ( VIRAL) થઈ રહી છે. તસ્વીરમાં, એક...
મધ્યપ્રદેશના ભોપાલમાં તેની પત્નીના ચારિત્ર પર શંકા જતા તેણે તેના ડાબા હાથ અને ડાબા પગના પંજા તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યા હતા. પડોશીઓની...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.