Latest News

More Posts

પ્રતિનિધિ વડોદરા તા.12

વડોદરા શહેરની યુવતી સાથે ફેસબુક દ્વારા સંપર્ક આવ્યા બાદ તેની સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ યુવતીને કંપનીમાં ડાયરેક્ટર બનાવવાના બહાને અમદાવાદ ખાતે ઓફિસમાં બોલાવી તેની સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ હવસખોર વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મંજુસર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ કિશોરસિંહ ભીખુભા ઝાલા (રહે. બંગ્લો નંબર-1, એમઆઇ પાર્ક, બસ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર) સાથે ફેસબુક મારફતે પરિચયમાં આવી હતી.  જે બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર તથા ફોન પર વાતચીત શરૂ થતા આ શખ્સે યુવતી સાથે  મિત્રતા કેળવી લીધી હતી. દરમિયાન કિશોરસિંહ ભીખુભા ઝાલાએ યુવતીને બિભત્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનું શરૂ કર્યું હતું. પરંતુ યુવતીએ બિભત્સ ફોટા અને વીડિયો  તથા મેસેજ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઝાલાએ યુવતીને વિશ્વાસ કેળવી લીધો હોય તેની સાથે લગ્ન કરવાની લગ્ન લાલચ આપી હતી. ત્યારબાદ તેણે પાવરસ્ટ્રેક ગ્રૂપ કંપનીમાં ડાયરેક્ટરનો હોદ્દો આપવા માટે ભરોસો અપાવ્યો હતો.  જેથી યુવતીને તેણે મુલાકાત કરવાના બહાને અમદાવાદના એસજી હાઇવે પર ફાઇવ કોમ્પલેક્ષમાં આવેલી કોર્પોરેટ ઓફીસે  બોલાવી હતી. ઓફિસમાં યુવતીને શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. ત્યારે યુવતીએ તેને પ્રતિકાર કર્યો હતો. તેણે બળજબરીપૂર્વક પીડિતા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ વડોદરા આવ્યા બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં કિશોરસિંહ ભીખુભા ઝાલા (રહે. સુરેન્દ્રનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેન ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

To Top