અગાઉ એસ્સાર સ્ટીલ અને હવે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા કંપની દ્વારા હજીરા ગામમાં આવેલી જંગલ ખાતા હસ્તકની 38.71 અને 27.02 હેક્ટર...
સુરતઃ શહેરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. એક બાજુ કોરોનાનો કહેર...
શુક્રવારે ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધ દરમિયાન પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં માર્ગ અને રેલ ટ્રાફિક ખોરવાયો હતો, દેશના અન્ય ભાગોમાં ખાસ...
મહારાષ્ટ્રમાં આજે કોવિડ-૧૯ના નવા ૩૬૯૦૨ કેસો નોંધાયા હતા, જે રોગચાળો શરૂ થયો ત્યાર પછીનો સૌથી મોટો એક દિવસીય વધારો છે.રાજ્યના પાટનગર મુંબઇમાં...
નવસારીથી સુરત આવતી વખતે નશો કરેલી હાલતમાં દ.ગુ.ની જાણીતી અતુલ બેકરીના માલિકની એન્ડેવ્યુઅર કારએ વેસુ ચાર રસ્તા પાસે ત્રણ મોપેડ ચાલકોને અડફેટે...
નવી દિલ્હી/ચંડીગઢ,તા. 26(પીટીઆઇ): શુક્રવારે ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધ દરમિયાન પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં માર્ગ અને રેલ ટ્રાફિક ખોરવાયો હતો, દેશના...
કૈરો,તા. 26(પીટીઆઇ): દક્ષિણ ઇજિપ્તમાં શુક્રવારે બે ટ્રેન વચ્ચે ટક્કર થયા બાદ 32 લોકોનાં મોત થયા હતા જ્યારે 66 લોકો ઘાયલ થયા હતા....
નવી દિલ્હી, તા. ૨૬(પીટીઆઇ): ચાર વર્ષ લાંબા કાનૂની લડતમાં ટાટા જૂથના એક મોટા વિજયમાં સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને આ કંપની જૂથના એક્ઝિક્યુટીવ...
ઝઘડિયા: ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પર આજથી 28 વર્ષ પહેલાં વીજચોરીના પાંચ જેટલા કેસો થયા હતા. જેનો હાલ ચુકાદો આવ્યો છે અને...
કોલકાત્તા,તા. 26(પીટીઆઇ): પશ્ચિમ બંગાળમાં શનિવારે 30 વિધાનસભા બેઠકો માટે પહેલા તબક્કાનું મતદાન યોજાશે. આ 30 વિધાનસભા બેઠકો માટે 73 લાખથી વધુ મતદારો...
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર (CENTRAL GOVT) દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના દરેકને 1 એપ્રિલથી રસી (CORONA VACCINE) અપાવવા માટે લાયક બનાવવામાં...
સચિન વાજે ( SACHIN VAJE) ની ધરપકડના કેસમાં એનઆઈએએ ( NIA) એક નવો ખુલાસો કર્યો છે. 16 ફેબ્રુઆરીએ સચિન વાજે પાંચ બેગ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય(MINISTRY OF HEALTH) ના શુક્રવારે સવારે જાહેર કરવામાં આંકડા મુજબ ભારત(INDIA)માં એક દિવસમાં નવા 59,118 કોરોના વાયરસ(CORONA VIRUS)ના કેસ નોંધાયા...
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે. જે નાપાસ વિદ્યાર્થીને પાસ...
PALSANA : કામરેજના ( KAMREJ ) શેખપુરમાં અજાણ્યા ઈસમની કરાયેલી હત્યાનો જિલ્લા એલસીબી (LCB) એ ભેદ ઉકેલી આરોપીની અટક કરી છે. ઓલપાડના...
BHARUCH : ભરૂચની હોસ્પિટલના ડોક્ટરે 31 વર્ષની પરપ્રાંતીય નર્સ પર નજર બગાડી તેણીને ઘરે મૂકી જવાના બહાને ગાડીમાં બેસાડી તેને શરીરે સ્પર્શ...
દેલાડ: સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ની ૪૭ મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પટાંગણમાં મળી હતી સભાની શરૂઆતમાં પ્રમુખ રાકેશ પટેલે...
સુરત: કસ્ટમ સુવિધાઓમાં આમુલ સુધારાઓ સાથે સુરત હીરા બુર્સથી છેલ્લાં ચાર વર્ષ દરમિયાન સતત ડાયમંડ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વધ્યો છે. નાણાકીય વર્ષ...
સુરત: કોરોના ફરી વકરી રહ્યો છે ત્યારે સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા ચાર તબીબોની બદલી કરી દેવાતા અન્ય તબીબોમાં કચવાટ ઉભો...
સુરતઃ શહેરના મોમનાવાડ ખાતે રહેતી વિધવા 75 વર્ષીય વૃદ્ધાને રિલાયન્સની ટિકિટ બુકીંગના ધંધામાં મસમોટો નફો હોવાની લાલચ આપી ત્રણ ગઠિયાઓએ આયોજનબદ્ધ રીતે...
સુરત: કોવિડ-19 (CORONA VIRUS)ના કેસમાં સતત વધારો થતાં પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન કરફ્યૂ (NIGHT CURFEW) લાદવામાં આવતાં...
MUMBAI: મુંબઇની કોવિડ હોસ્પિટલ ( COVID HOSPITAL) માં આગની ઘટનામાં મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. આ હોસ્પિટલ એક મોલમાં ચાલી રહી...
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. આ પછી, બજારમાં તેજીનો દોર ચાલુ છે. સવારે 10.33...
ગુરુ અમરદાસજીના અનેક શિષ્ય હતા.જેમાંથી એક નહિ પણ ઘણા શિષ્યો હતા જે તેમના ઉત્તરાધિકારી બનવા માટે પોતાને લાયક સમજતા હતા.ગુરુજી પોતે પણ...
NEW DELHI : નવા કૃષિ કાયદા ( NEW AGRICULTURE LAW) ઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ‘ભારત બંધ’નું ( BHARAT BANDH) એલાન...
ગુજરાત સરકાર શ્રેષ્ઠ ફિચર ફિલ્મ શ્રેણીમાં રાષ્ટ્રપતિ સુવર્ણ કમળ જીતનાર ફિલ્મને બે કરોડ રૂપિયા ઈનામ આવે છે. પ્રાદેશિક ફિલ્મી એવોર્ડ શ્રેણીમાં રજતકમળ...
આજના લેખનની સમસ્યા એ છે કે તે મોટાભાગે અર્થહીન છે. ખરેખર, સમાચારોનો સત્ય સાથે કોઈ સંબંધ નથી, તેથી તેમના પર ટિપ્પણી કરવાનો...
માણસ એક જિજ્ઞાસુ પ્રાણી છે અને તેની જાત જાતની જિજ્ઞાસાઓમાં એક મહત્વની, જૂની અને હજી સુધી જે સંતોષાઇ શકી નથી તેવી એક...
GANDHINAGAR : વર્ષ 2022માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે સરકારે આગળ વધીને નક્કર પગલાં લીધા છે. ખેડૂતોના પડખે ઊભાં રહેવા...
મમતા બેનરજીનો પ્લસ પોઈન્ટ એ છે કે તેઓ બંગાળી વાઘણની જેમ એકલે હાથે કદાવર નેતાઓ સામે લડી રહ્યાાં છે. ભાજપ પાસે મમતા...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.