ગાંધીનગર: રાજ્ય (state govt) સરકારે શુક્રવારે રાત્રે લીધેલા મહત્વના નિર્ણયમાં સમગ્ર રાજ્યમાં કોરોના(corona)ના દર્દીઓ માટે આવશ્યક એવા સિટી સ્કેન(HRCT THORAX)ના પરિક્ષણનો મહત્તમ...
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ(state health department)ના અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો(doctors), પેરામેડિકલ સ્ટાફ (paramedical staff) તમામ રાત-દિવસ જોયા વિના કામ કરે છે. ગુજરાત(Gujarat)માં સારું...
ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ(sunrizers hyderabad)ની ટીમ શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(ipl)માં આઇપીએલની સૌથી મજબૂત ગણાતી ટીમોમાંની એક એવી મુંબઇ ઇન્ડિયન્સ (mumbai indians) સામે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 8મી મેચમાં દીપક ચહરે શરૂઆતમાં જ પંજાબ કિંગ્સ(punjab kings)ની ચાર વિકેટ...
ન્યુયોર્ક : એવા સાતત્યપૂર્ણ અને મજબૂત પુરાવા છે કે કોવિડ-19 માટે જવાબદાર એવો કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ હવામાં વધુ ઝડપથી ફેલાય છે એમ...
નવી દિલ્હીકોરોના(corona)માં વધતી મહામારી અને કુંભ(kumbh mela)માં કોરોના ઇન્ફેક્શનની વધતી જતી સંખ્યા વચ્ચે, પીએમ મોદી(pm modi)એ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી સાથે...
કોરોનાના વધી રહેલા કેસો અને દેશમાં પ્રથમ વખત કોરોનાના કેસોનો આંક બે લાખને વટાવી દીધો હોવાથી શેરબજારમાં દબાણ જોવાયું હતું, પરંતુ આજે...
યુકેના આરોગ્ય સત્તાવાળાઓએ કોવિડ-૧૯ માટે કારણભૂત કોરોનાવાયરસના ભારે ચેપી બી.૧.૬૧૭ વેરિઅન્ટના ૭૭ કેસ જુદા તારવ્યા છે જે વેરિઅન્ટ સૌપ્રથમ ભારતમાં જોવા મળ્યો...
અહીં ઇન્ડિયાનાપોલિસ એરપોર્ટ નજીક એક ફેડએક્સની સવલતમાં એક બંદુકબાજે ગત મોડી રાત્રે આડેધડ ગોળીબાર કરીને આઠને મારી નાખ્યા હતા અને બાદમાં પોતાને...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ...
ભારતમાં આજે સતત બીજા દિવસે કોરોનાવાયરસના નવા બે લાખથી વધુ કેસ નોંધાયા છે ત્યારે કેન્દ્ર સરકારે આજે સ્વદેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન દસ...
યુકેના ગૃહ મંત્રી પ્રિતિ પટેલે હીરાના ભાગેડૂ વેપારી નિરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે મોદી પંજાબ...
કોરોના સામેના જંગમાં રાજ્યમાં તબીબો જ મુખ્ય સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું તેમ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ...
સુરત : એક તરફ સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે રામબાણ મનાતા રેમડેસિવિર ઈન્જેકશન મળતાં નથી. દર્દીઓના સગાઓ કલાકો લાઈનમાં ઉભા રહે છે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો વધવા સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો હોવાથી ભયનો માહોલ છે ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે બે દિવસ...
કોરોનાવાયરસ (વર્ષ 2019 માં ફેલાયો ન હતો, તે પહેલાં પણ તે ચીનમાં ઘણા લોકોને બીમાર કરતો હતો. પરંતુ વિશ્વના બહુ ઓછા લોકો તેના...
સુરત: રાજય સરકારે ધોરણ-1થી 9માં માસ પ્રમોશન જાહેર કરતાં સાથે આજે ડીઇઓએ સુરત શહેરની ગ્રાન્ટેડ શાળા 1200 શિક્ષકોને કોવિડ ડયુટી સોંપવા યાદી...
કોરોનાના વધતા જતા કેસોને કારણે રવિવારે સમગ્ર ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે માસ્ક નહીં લગાવવા પર પહેલી વખત...
રામ મંદિર(RAM MANDIR)ના નિર્માણ માટે દાન કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના 15,000 ચેક બાઉન્સ (CHEQUE BOUNCE) થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર...
દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે અને દરરોજ બે લાખથી વધુ કેસ આવી રહ્યા છે. દરરોજ એક હજારથી વધુ લોકો પોતાનો...
કુદરતનો એક નિયમ છે કે જેણે સંઘર્ષ કર્યો છે તેને સફળતા મળશે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિની વાર્તાનો પરિચય (INTRODUCTION) આપવા જઈ...
કોરોના વાયરસનો રોગચાળો સતત પ્રસરી રહ્યો છે. ચેપગ્રસ્ત કોરોના દર્દીઓની સાથે, મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ખૂબ...
સુરત : સુરત શહેરની નવી સિવિલ(SURAT CIVIL HOSPITAL)માં આવેલી કોવિડ (COVID) હોસ્પિટલમાં મોડે મોડે પણ તંત્રને બુદ્ધિ સુજી છે. અગાઉ 10 થી...
સુરત: પોતાના સ્વજનને કોરોના(CORONA)થી બચાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ(NEW CIVIL HOSPITAL)ની લાંબી લાઇનોમાં ઊભા રહેતા તેમજ અન્ય સ્થળે દર દર ભટકતા લોકોની...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) અને સાર ઇન્ફ્રાકોનની માલિકીના સરસાણા કન્વેન્શન સેન્ટર(CONVENTION CENTER)માં આજે પ્રથમ તબક્કામાં 80 ઓક્સિઝન બેડ સાથેનું...
સુરતઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના(CORONA)નો વ્યાપ વધી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં દરરોજ સંક્રમણ(CORONA INFECTION)નો આંક 1000ને પણ વટાવી ગયો છે. જે...
સુરત: સુરત મનપામાં કોઈપણ પ્રોજેક્ટ કે કામો બાબતે ટેન્ડર મંજૂરી માટે શાસકો સમક્ષ મુકાતાં પહેલા મનપા કમિશનરની અધ્યક્ષતામાં મળતી ટેન્ડર સ્ક્રુટિની કમિટીમાં...
સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોના(CORONA)નો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી....
સુરત. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તથા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા સુરતને રોડમેપ ડેવલપમેન્ટ ફોર સસ્ટેનેબલ ટેકસટાઇલ હબ ઇન ઇન્ડિયાના પાયલોટ પ્રોજેકટ...
નવી દિલ્હી : દેશમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગેની ચિંતા વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે...
ગાંધીનગર: રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ ૫૦૨ જેટલા વિકાસકામો માટે સમગ્રતયા ૧૬૬૪ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યની ચાર નગરપાલિકા ભચાઉ, ધાનેરા, ડાકોર અને ખેડબ્રહ્માને ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના કામો માટે કુલ રૂ. ૬૭.૭૦ કરોડની ફાળવણી કરવાની પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં યાતાયાત સરળ બને અને માર્ગ પરના ટ્રાફિકનું ભારણ હળવું થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાને ૩૮૦ કરોડ રૂપિયા ૬ ફ્લાય ઓવરબ્રિજના કામો માટે ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારના ૪૬ જેટલા વિકાસકામો માટે ૩૧૬ કરોડ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે વડોદરા મહાનગરપાલિકાને પણ આઉટગ્રોથ વિસ્તારના ૫૦ કામો માટે ૬૮.૦૪ કરોડ ફાળવવા અનુમતિ આપી છે. વડોદરા મહાનગરમાં આ કામો અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટરના કામો, રોડના કામો, સ્ટ્રીટ લાઈટના કામો સાથે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનના વિવિધ કામો હાથ ધરાશે. એટલું જ નહીં, વડોદરા મહાનગર પાલિકાને ભૌતિક આંતર-માળખાકીય સુવિધાના પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને જુદાજુદા ઝોનમાં ગટર, વરસાદી ગટર, બિલ્ડિંગ, બ્રિજ પ્રોજેક્ટ, પાર્ક્સ, ગાર્ડનના કામો વગેરે મળી ૩૭૦ કામો માટે ૭૫૫.૯૬ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ૧૪૪.૪૩ કરોડ આંતર-માળખાકીય વિકાસ માટે મંજૂર કર્યા છે. આ રકમમાંથી ૩૬ કરોડ રૂપિયા શહેરની આગવી ઓળખના પાંચ કામો માટે ખર્ચ થશે. આ કામોમાં કોબા સર્કલથી ઈન્દિરા બ્રિજ, કોબા સર્કલથી તપોવન તથાકોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલથી શાહપુર સર્કલ સુધીના રસ્તાની બન્ને બાજુ લેન્ડસ્કેપિંગ, બ્યુટિફિકેશન તથા પબ્લિક સ્પેસ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરાશે. આ ઉપરાંત રાયસણ, સરગાસણ સહિતના વિસ્તારોમાં રોડરસ્તાનાં ત્રણ કામો, છ બગીચાઓનાં નવીનીકરણ, સ્ટોર્મ વોટર વોટર ડિસ્પોઝલ અને ડ્રેનેજ લાઈન સહિતના કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના આવા કુલ ૧૩ કામો માટે ૯૭.૪૩ કરોડ રૂપિયાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાજિક આંતર-માળખાકીય સુવિધા માટે રાયસણ ખાતે સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર તથા રાંદેસણ ખાતે નવીન પાર્ટી પ્લોટના નિર્માણની કામગીરી, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંગણવાડીઓ અને પી.એચ.સી. કેન્દ્રોના રિનોવેશન અને બાંધકામની કામગીરી સહિતના કામો માટે ૧૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સમગ્રતયા ગાંધીનગરને ૨૨ કામો માટે ૧૪૪.૪૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૨૦૨૧-૨૨થી ૨૪-૨૫ના વર્ષોમાં રાજ્ય સરકારે ૮ મહાનગરોમાં આંતર-માળખાકીય વિકાસના કામો માટે કુલ ૯૫૯૧.૪૯ કરોડ, આઉટગ્રોથ એરિયાના કામો માટે ૧૩૮૮.૮૫ કરોડ અને ફ્લાય ઓવર બ્રિજ માટે ૧૧૪૧.૮૮ કરોડ મળીને સમગ્રતયા ૧૨,૧૨૨ કરોડ ફાળવ્યા છે.